________________
(૧૯૪) પ્રીતમદાસનો કક્કો
છપયા છંદ
૧
૨
૩
કક્કા કર સગુરુનો સંગ, હૃદે-કમળમાં લાગે રંગ, અંતરમાં અજવાળું થાય, માયા મનથી દૂર પળાય, લિંગ વાસના હોયે ભંગ, કક્કા કર સદ્ગુરુનો સંગ. ખમ્મા ખરેખરી છે વાત, તે શ્રીમુખે કહી સાક્ષાત, જ્ઞાની મુનિ જોગો જતી, ગુરુકૃપા વિણ સિદ્ધિ નથી, જન્મ મરણની મટશે ઘાત, ખમ્મા ખરેખરી છે વાત. ગગ્ગા ગુરુની સેવા કરો, પરનિંદા પરધન પરહરો. પ્રપંચ તે પડવાનો ઠામ, સાચે રાચે સીતારામ, એ શિખામણ ચિત્તમાં ધરો, ગગ્ગા ગુરુની સેવા કરો. ઘધ્ધા ઘણું કહે શું થાય, ભવ તરવાનો એ ઉપાય, સમજીને સંશય ટાળવા, બાહ્યાભ્યતર હરિ ભાળવા, જોતાં જીવ દશા તે જાય,ઘધ્ધા ઘણું કહે શું થાય. નન્ના નિર્મળ તેની દશા, જેને હરિ હૃદયમાં વસ્યા, પોતાના અવગુણને હણે, પરના તો હૃદયે નવ ગણે, કોના દોષ ન દેખે કશા, નન્ના નિર્મળ તેની દશા. ચચ્ચા ચિત્તમાં ચેતી લે, માથે મરણ તણો છે ભે; કાયા ઉપર તાકે કાળ, મહા પારધીએ માંડી જાળ; તેમાં હરિ રાખે તો રહે, ચચ્ચા ચિત્તમાં ચેતી લે. છચ્છા છે માયા ગુણમયી, બળવંતી પણ દીસે નહીં; દાનવ, માનવ ને દેવતા, આધીન થઈ સૌએ સેવતા; હરિજન આગે હારી રહી, ઇચ્છા છે માયા ગુણમયી.
૪
૫
૬
૭