________________
(૩૯૬)
પત્ર ૮૪૬
વનક્ષેત્ર ઉત્તરસંડા,
પ્ર. આસો વદ ૯, રવિ, ૧૯૫૪
ૐ નમઃ
अध्ययन ५ - ९२
अहो जिणेहिं असावज्जा, वित्ती साहूण देसिआ; मुक्खसाहणहेउस्सं, साहुदेहस्स धारणा. ભગવાન જિને આશ્ચર્યકારક એવી નિષ્પાપવૃત્તિ (આહારગ્રહણ) મુનિઓને ઉપદેશી. (તે પણ શા અર્થે ?) માત્ર મોક્ષસાધનને અર્થે. મુનિને દેહ જોઈએ તેના ધારણાર્થે. (બીજા કોઈ પણ હેતુથી નહીં.)
अहो निच्चं तवो कम्मं, सव्व बुद्धेहिं वण्णिअं;
• जाव लज्जासमा वित्ती, एगभत्तं च भोयणं.
दशवैकालिक अध्ययन ६-२२ સર્વ જિન ભગવંતોએ આશ્ચર્યકારક (અદ્ભુત ઉપકારભૂત) એવું તપઃકર્મ નિત્યને અર્થે ઉપદેશ્યું. (તે આ પ્રમાણે:) સંયમના રક્ષણાર્થે સમ્યવૃત્તિએ એક વખત આહારગ્રહણ (દશવૈકાલિકસૂત્ર.)
તથારૂપ અસંગ નિગ્રંથપદનો અભ્યાસ સતત વર્ધમાન કરજો.‘પ્રશ્નવ્યાકરણ’, ‘દશવૈકાલિક’, ‘આત્માનુશાસન' હાલ સંપૂર્ણ લક્ષ રાખીને વિચારશો. એક શાસ્ત્ર પૂરું વાંચ્યા પછી બીજું વિચારશો.