________________
(૩૦૧)
રાખી, નિરંતર સદ્ગુરુનું આપેલું સ્મરણ ‘‘સહજાત્મસ્વરૂપ’’ નું ઉત્કૃષ્ટ પ્રેમે જો ધ્યાન કરે અથવા સ્મરણ કરે તો તેને સર્વ કર્મનો અભાવ થઈ પરમ શાંતિ થવાનો વખત છે.
આ જીવને જે જે કર્મ ઉત્પન્ન થાય છે તે પોતાના પરિણામનું ફળ છે. પૂર્વે જે જે નિમિત્ત પામી જેવાં જેવાં પરિણામ કર્યાં છે તે પરિણામનું ફળ કાળ પામી ઉદયમાં આવે છે, તે પોતાનાં કરેલાં કર્મ જાણી વિચારવાન કે મુમુક્ષુ જીવ, ઉદય આવેલાં કર્મમાં સમતા રાખે છે અને તે સમતા એ જ પરમ શાંતિનું કારણ છે અથવા સર્વ કર્મના નાશનું કારણ છે.
માટે હવે ટૂંકામાં વાળીએ કારણ કે આપ વિચારવાન છો એટલે આપને માટે વિશેષ લખવાનું હોય નહિ.
જેમ બને તેમ અશરીરપણે આત્મભાવના રાખી, ઉદય આવેલી દુઃખસ્થિતિ ભોગવી, શરીરનું ભાન ભૂલી જઇ, જગત્ છે જ નહીં એવું દઢત્વ કરી, સગાં, કુટુંબ, સ્ત્રી, મિત્ર સૌ સ્વાર્થી સંબંધ છે એવો નિશ્ચય કરી આખું જગત સ્ત્રીરૂપે કે પુત્ર કે ભાઈ રીતે અનંતવાર થઈ ચૂક્યું છે. કોના ઉપર સ્ત્રીભાવ કે પુત્રભાવ કે ભાઈભાવ કરું ? એવો વિશેષ વિશેષ દઢ ભાવ કરીને સર્વ જીવ પ્રત્યે સમયે સમયે વૃત્તિ એ જ ઉપયોગમાં રાખી, પ્રભુ – ‘“સહાત્મસ્વરૂપ'' પ્રભુનું ધ્યાન અહોરાત્ર ધ્યાવન કરો તો તમારું આત્મહિત થશે અને સર્વ કર્મોનો ઉપશમ થઈ અથવા ક્ષય થઈ પરમ શાંતિને અનુભવશો.
મને એમ સમજાય છે અને સર્વજ્ઞાની સદ્ગુરુ આદિકને પણ એમ ભાસ્યું છે અને તેથી અપાર સંસારથી રહિત થયા છે, થાય છે અને થશે. સર્વ જ્ઞાનીપુરુષો આ જ રસ્તેથી તર્યાં છે અને આપણે પણ તે જ રસ્તે તરવાનું છે. જેને પવિત્ર જ્ઞાનીપુરુષનું દર્શન થયું હોય અથવા તો બોધ થયો હોય તે જીવોએ તો સર્વ મોહભાવનો અભાવ કરી સર્વ સંયોગી ભાવમાં ઉદાસીન થઈ, જાણે જગત છે જ નહી એવા ભાવથી વર્તવું જોઈએ.
જ
કોઈ વ્યવહારિક પ્રસંગમાં બોલવું પડે તો સર્વના મનનું એક જ વખત સમાધાન કરી નાખી, આપણે આપણા મૂળ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપના ધ્યાનમાં પડી જવું અને સર્વ જગત સ્વપ્નવત્ છે એમ માનવું અને જોયા કરવું.