________________
(૨૧૧).
શ્રી મહાવીરસ્વામી સ્તવન (શ્રી આનંદઘનજી કૃત).
- રાગ ધનાશ્રી વીરજીને ચરણે લાગું, વીરપણું તે માગું રે મિથ્યા મોહતિમિર ભય લાગ્યું, છત નગારૂ વાગ્યું રે. વી.૧ છઉમથ્થ વિર્ય લેશ્યા સંગે અભિસંધિજ મતિ અંગે રે, સૂક્ષ્મ સ્થૂલ ક્રિયાને રંગે યોગી થયો ઉમંગે રે. વી.ર અસંખ્ય પ્રદેશવીર્ય અસંખે, યોગ અસંખિત કંખે રે, પુદ્ગલ ગણ તેણે લે સુવિશેષે, યથાશક્તિ મતિ લેખે રે. વી.૩ ઉત્કૃષ્ટ વીર્ય નિવિસે, યોગ ક્રિયા નવિ પેસે રે, યોગ તણી ધ્રુવતાને લેશે, આતમ શક્તિ ન બેસે રે. વી.૪ કામ વીર્ય વશે જેમ ભોગી તેમ આતમ થયે ભોગી રે, શૂરપણે આતમ ઉપયોગી થાય તેહણે અયોગી રે. વી.૫ વીરપણું તે આતમ ઠાણે, જાણ્યું તુમચી વાણે રે ધ્યાન વિજ્ઞાણે શક્તિ પ્રમાણે નિજ ધ્રુવપદ પહિચાણે રે. વી.૬ આલંબન સાધન જે ત્યાગે પર પરિણતી ને ભાગે રે, અક્ષય દર્શન જ્ઞાન વૈરાગે આનંદઘન પ્રભુ જાગે રે. વી.૭