________________
(૩૧૪)
શાસન તે નિગ્રંથ શાસન કહેવાય. તે નિગ્રંથ શાસનનું રહસ્ય પામનાર, કોઈક જ ઉત્કૃષ્ટ અધિકારી જેને પુણ્યાનુબંધી પુણ્યનો ઉદય છે તેવો મહાભાગ્ય પુરુષ તે જિનશાસનના રહસ્યને પામે છે. તે રહસ્યનું સ્વરૂપ અત્રે સંક્ષેપથી ચિત લખીએ છીએ. તે શાસન એટલે નિગ્રંથ પુરુષોએ આ જગતના ભાવો સમ્યભાવે જોયા, અનુભવ્યા અને તે પ્રકારે વર્ણવ્યા. સર્વ વસ્તુમાં મુખ્ય જડ અને ચેતન બે પદાર્થોમાં સમાય છે. આ જીવ અનંતકાળથી મહામોહાદિક કર્મના ઉદયથી એટલે આઠ કર્મના ઉદયના ભાવે મદિરા પીધો હોય તેની પેઠે, છાકમાં, ભ્રાંતિમાં પડયો થકો પોતાનું જે મૂળ સ્વરૂપ હતું તે એને દૃષ્ટિગોચર ન થયું અર્થાત્ સમજાયું નહીં અને એ સ્વરૂપ એટલે પોતાનું જે મૂળ સ્વરૂપ, કર્મ આવરણ રહિત, શુદ્ધ સ્વરૂપ ભાસ્યમાન ન થયું તેથી અન્યને વિષે એટલે દેહાદિકને વિષે અહંભાવ અને મમત્વભાવ કરી પરને પોતાનું માની, પોતે જે મૂળ સ્વરૂપ હતો તેની સમજણ ન પડી અર્થાત્ પોતાનું સ્વરૂપ સમજાયું નહીં. અને તેથી જ અનંતકાળથી જન્મ, જરા, મરણ આ જીવને કરવા પડયા. તે જન્મ, જરા, મરણનું કારણ મિથ્યાત્વ આદિ ભાવો છે, જે ભાવો કર્મજનિત અને વિભાવિક છે અને તેથી સર્વ દુઃખ નરકાદિક પ્રાપ્ત થઈ મહાન દુ:ખ સહન કર્યા છે. પણ તે સર્વે દુઃખનું કારણ ઉપર કહી ગયા જે ભાવો એટલે કર્મજનિત કષાયના તીવ્ર રસ, પાંચ ઇંદ્રિયોના વિષય વિષે અતિ મિઠાશ અને તેની નિરંતર ઈચ્છા, તે ઈચ્છા એવી તીવ્ર કે તેના પ્રયત્નમાં આખી જિંદગી ગઈ એટલું જ નહીં પણ અનંત ભવ ગયા. તે વિષયની અને કષાયની તીવ્રતા વધતી જ ગઈ કારણકે તે તો અણસમજણથી એટલે પોતાનું જે મૂળ સ્વરૂપ હતું તે ન સમજાયું તેને લીધે તે ઈચ્છા હતી અને જ્યાં સુધી તે સ્વરૂપનું ભાન નહીં થાય કે શુદ્ધ આત્મસ્વરૂપ પામેલ પુરુષ પાસેથી તે સ્વરૂપ નહીં સમજાય ત્યાં સુધી તે વાસનાઓ, ઈચ્છાઓ કે માનાદિકની કામનાઓ ગરી જવાની નથી. તે ભાવો અખંડપણે અનંતકાળથી આત્મામાં ચાલ્યા આવે છે. તેનું એટલે સર્વ દુ:ખનું મૂળ । એવી તે આશા તૃષ્ણા કે વિષયને વિષે રતિ, પ્રીતિ કે રાગઆદિ સ્નેહભાવો નાશ નહીં થાય કે જ્યાં સુધી તે મૂળ સ્વરૂપ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપનું સદ્ગુરુથી ભાન ન થાય ત્યાં સુધી તે ભાવો ગળવાના નથી અર્થાત્ મૂળથી તે નાશ