________________
• (૩૭) -
એક પરમાણુમાત્રની મળે ન સ્પર્શતા, પૂર્ણ કલંક રહિત અડોલ સ્વરૂપ જે; શુદ્ધ નિરંજન ચૈતન્યમૂર્તિ અનન્યમય, અગુરુલઘુ, અમૂર્ત સહજપદરૂપ છે. અપૂર્વ.૧૮ પૂર્વપ્રયોગાદિ કારણના યોગથી, ઊર્ધ્વગમન સિદ્ધાલય પ્રાપ્ત સુસ્થિત ; સાદિ અનંત અનંત સમાધિસુખમાં, અનંત દર્શન, જ્ઞાન અનંત સહિત જો. અપૂર્વ.૧૯ જે પદ શ્રી સર્વશે દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જો; તેહ સ્વરૂપને અન્ય વાણી તે શું કહે ? અનુભવગોચર માત્ર રહ્યું તે જ્ઞાન છે. અપૂર્વ.૨૦ એહ પરમપદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં, ગજા વગર ને હાલ મનોરથરૂપ જો; તોપણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો, પ્રભુ આજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ જો. અપૂર્વ.૨૧
પરમગુરુ કોણ ?
સહજાન્મસ્વરૂપ” તે જ પરમગુરુ છે. તેનું જ જ્ઞાની ધ્યાન કરે છે, તે જ તું છે. તે જ વિકલ્પ કરી તારી માન્યતા બીજામાં કરી છે. આઘો ગયો છે ત્યાંથી પાછો વળી જા. તારી સમજણ મૂકી દે. સ્વછંદ રોકી દે.