SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૨૯) થશે. નિઃશંકતાથી નિર્ભયતા ભાય છે. દીનબંધુની કૃપાથી ‘‘આશ્રય ગોતો’’ તે ‘‘દીવો’’ હાથ આવ્યો એટલે બધું આવ્યું. ત્રણ બોલ શ્રીએ લખાવેલું : ૨. ૧. તે પુરુષને પ્રત્યેક લઘુકામના આરંભમાં પણ સંભારવો, સમીપ જ છે. સત્પુરુષ ઉપર શ્રદ્ધા કે તે કહે છે તે સાચું છે. તેના ઉપર પ્રેમ. તેના વચનનું શ્રવણ થાય તે સાંભળી સાચુ માને અને તે પ્રમાણે વર્તવાના ભાવ થાય એ પ્રમાણે ભાવનું પલટવું તે આજ્ઞા. ૩. જગત આત્મારૂપ માનવામાં આવે. પરને પુદ્ગલમાં કાઢી આત્મા જેવો. જોનાર હોય તો જોવાય છે. તેને પડી મૂકીને જોવાની ટેવ બદલી નાખવી. ફરવું પડશે. સત્પુરુષ વિના ભાવ આવતા જ નથી..... ૨૪.૨.૩૪ સત્પુરુષ વિના ભાવ આવતા જ નથી. તેનો ખુલાસો એક ભાઈએ કરેલો કે – ભાવ તો બધાને આવે છે. તેવા ભાવથી પુણ્ય બંધાય. પણ સત્પુરુષના સમાગમ વિના આત્માના ભાવ આવતા નથી. ગમે તેટલું કરે, પણ આંધળો અજવાળુ જોઈ ન શકે તેવી રીતે. શુદ્ધ નય બધે આત્મા જુએ છે. બીજું જોવું તે વ્યવહાર નય છે. શ્રીએ હ્યું – આમાં ઘણું આવ્યું છે. ઘણું બોલવું છે પણ બોલાતું નથી. શ્રીએ શ્રીજીને કહેલું તેઓ પાટ, લુગડુ, ખીલો જુએ છે, ને તે દેખાય છે. જ્ઞાનીની વાત ઓર છે. શ્રીજીએ શ્રીને કહ્યું - ‘આત્મા જીઓ' ! શ્રદ્ધા થઈ હોય તે પરોક્ષ જ્ઞાન છે. પણ પ્રત્યક્ષ થતાં વાર લાગતી નથી. રસ્તો તે છે. સ્વરૂપની
SR No.009199
Book TitleVinayopasana
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Aaradhak Mandal
PublisherShrimad Rajchandra Aaradhak Mandal
Publication Year2005
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy