________________
(૫૧)
બધાય દહાડા કાઢે છે. આટલા વરસ ગયાં ને જાય છે. આત્મા છે તેવો જ છે. આત્મામાંથી શું વડું ઓછું થયું ? એક વાર કેટલી ? સમજણ જોઈએ.
સદ્ગુરુના ઉપદેશ વણ સમજાય ન જિનરૂપ
સમજ્યા વણ ઉપકાર શો? સમયે જિનસ્વરૂપ. સમજણ તો જોઈએ જ. આ અમારું કાલું બોબડું બોલવું પણ તેમાં ફેરફાર ન જાણશો. ગુરુકૃપાથી શરણથી સમજણમાં આવે છે.
તમારો પ્રશ્ન - ગુરુગમ શુ? સાંભરે છે. એનો અર્થ સમજ્યા વગર શું ખબર પડે? એ સમજણ સદ્ગુરુના બોધના શ્રવણે આવે. બોધ સાંભળે એને થાય, યોગ્યતા પ્રમાણે તે સમજી જાય છે. યોગ્યતાએ સમજાય છે, બીજાને નહિ. જીવની યોગ્યતા હોય તેટલું સમજાઈ જાય છે. યોગ્યતા જોઈએ.
સૌથી મોટી વાત એ છે કે સત્સંગ ને બોધ એ બે રાખજે. ગમે તેમ ગમે ત્યાંથી એ બે લેવાં, આ જ મુખ્ય કામ છે. એમાં જ બધું છે, તો જ સમજાય. આત્મા છે – આત્માની સત્તા છે તો આ જણાય-દેખાય.
દુઃખ થાય તે કર્મ છે; કર્મ તો જાય છે; મુકાય છે. તે આત્મા નથી, પણ સમજાતું નથી, કારણ ખામી છે. બોધને સમજણની જરૂર છે. બોધ જોઈએ.
एगं जाणइ सो सव्वं जाणइ એક સદગુરુથી આત્માને જાણ્યો તો બસ, બધું જાણું, આત્માને જાણી લેવો.
આ બધો તો સંજોગ છે. બાંધેલો છે. વીતરાગ માર્ગ સૌથી મોટો છે. કર્મ તો જવાનાં, જાય છે. એનો સ્વભાવ એ જ છે. આત્મા તો શાશ્વત છે. એ આત્મા જાય નહિ. બનવા કાળ તે આટલું બોલાયું. વાત સંભળાવી. અશક્તિ એટલી છે કે બોલી શકાય નહિ.