SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૪૬) એક તું એક તું એક તું એક તું એમ સૌ કો સ્તવે, કોણ હું તે નહીં કો વિચારે; કોણ છું ક્યાં થકી આવીયો જગ વિષે, જઈશ ક્યાં છૂટશે દેહ ત્યારે. પ્રતિદિને જડ કને જઈ કરી માંગતો, - ઈશ તું સાહ્ય થાજે સદા રે; તો ય પણ દુઃખ તો લેશ ટળતું નથી, થાકતો નથી તું કદા રે. કોઈ તો ઉદધિ-ગગનમાં તાકતા, ભાખતા જોઉં હું નમ્ર વાણી; કોણ હું કોની કને, મારું શા હક થકી, તે નથી જાણતા મૂખ પ્રાણી. એમ કરતાં કદી લાભ જે પામિયો, તો કહે હરિતણી સાહ્ય થઈ રે; કામ કથળ્યા થકી ભવિષ્યને ભાંડતો; પૂર્વનાં કર્મનું નામ લઈને રે. પૂર્વના કર્મ જે હરિ ભજે નવ ટળે તો કહો કોણ તે કામ કરશે ? સત્ય સમજી કદી પરમ પદ પરખશે, ભવભય ભ્રમને તે જ હરશે. ૪
SR No.009199
Book TitleVinayopasana
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Aaradhak Mandal
PublisherShrimad Rajchandra Aaradhak Mandal
Publication Year2005
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy