________________
(૪૦૪)
અસ્તિત્વ વ.મૃ.પૃ. ૭૬૦ આંક ૨૨૦ આજ સુધી અસ્તિત્વ ભાસ્યું નથી. અસ્તિત્વ ભાસ થવાથી સમ્યકત્વ પ્રાપ્ત થાય છે. અસ્તિત્વ એ સમ્યકત્વનું અંગ છે. અસ્તિત્વ જો એક વખત પણ ભાસે તો તે દષ્ટિની માફક નજરાય છે, અને નજરાયાથી આત્મા ત્યાંથી ખસી શકતો નથી. જે આગળ વધે તોપણ પગ પાછા પડે છે, અર્થાત્ પ્રકૃતિ જોર આપતી નથી. એક વખત સમ્યકત્વ આવ્યા પછી તે પડે તો પાછો ઠેકાણે આવે છે. એમ થવાનું મૂળ કારણ અસ્તિત્વ ભાસ્યું છે તે છે.
જે કદાચ અસ્તિત્વની વાત કહેવામાં આવતી હોય તો પણ તે બોલવા માત્ર છે, કારણ કે ખરેખર અસ્તિત્વ ભાસ્યું નથી.
શ્રીએ બગસરામાં એક ભાઈને સમાધિમરણ માટે
આપેલા બોલ :
વ.મૃ. પૃ. ૭૩ ૧૨. દર્શનમાં ભૂલ થવાથી જ્ઞાનમાં ભૂલ થાય છે. જેવા રસથી જ્ઞાનમાં ભૂલ થાય તેવી રીતે આત્માનું વીર્ય સ્કુરાય, અને તે પ્રમાણે પરમાણુ ગ્રહણ કરે ને તેવો જ બંધ પડે; અને તે પ્રમાણે વિપાક ઉદયમાં આવે. બે આંગળીના આંકડિયા પાડ્યા તે રૂપ ઉદય, અને તે મરડવા તે રૂપ ભૂલ, તે ભૂલથી દુ:ખ થાય છે એટલે બંધ બંધાય છે. પણ મરડવારૂપ ભૂલ જવાથી આંકડા સહેજે જ જુદા પડે તેમ દર્શનમાંની ભૂલ જવાથી કર્મ ઉદય સહેજે જ વિપાક આપી નિજેરે છે અને નવો બંધ થતો નથી.
૧૩. દર્શનમાં ભૂલ થાય તેનું ઉદાહરણ : જેમ દીકરો બાપના જ્ઞાનમાં તેમ જ બીજાના જ્ઞાનમાં દેહ અપેક્ષાએ એક જ છે, બીજી રીતે નથી; પરંતુ બાપ તેને પોતાનો દીકરો કરી માને છે, તે જ ભૂલ છે. તે જ દર્શનમાં ભૂલ અને તેથી જે કે જ્ઞાનમાં ફેર નથી તો પણ ભૂલ કરે છે; ને તેથી ઉપર પ્રમાણે બંધ પડે છે.