SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ (૨) (૩) (૩૩) ગુણ પ્રમોદ અતિશય રહે, રહે અંતર મુખ યોગ; પ્રાપ્તિ શ્રી સદ્ગુરુ વડે, જિન દર્શન અનુયોગ. પ્રવચન સમુદ્ર બિંદુમાં, ઉલ્લુસી આવે એમ; પૂર્વ ચૌદની લબ્ધિનું, ઉદાહરણ પણ તેમ. વિષય વિકાર સહીત જે, રહ્યા મતિના યોગ; પરિણામની વિષમતા, તેને યોગ અયોગ્ય. મંદ વિષય ને સરળતા,સહ આજ્ઞા સુવિચાર; કરુણા કોમળતાદિ ગુણ, પ્રથમ ભૂમિકા ધાર. રોક્યા શબ્દાદિક વિષય, સંયમ સાધન રાગ; જગત ઈષ્ટ નહિ આત્મથી,મધ્ય પાત્ર મહાભાગ્ય. તૃષ્ણા નહીં જીવ્યાતણી, મરણ યોગ નહીં ક્ષોભ; મહા પાત્ર તે માર્ગના, પરમ યોગ જિત લોભ. આવ્યે બહુ સમદેશમાં, છાયા જાય સમાઈ; આવ્યું તેમ સ્વભાવમાં, મન સ્વરૂપ પણ જાઈ. ઉપજે મોહ વિકલ્પથી, સમસ્ત આ સંસાર; અંતર્મુખ અવલોકતાં, વિલય થતાં નહિ વાર. સુખધામ અનંત સુસંત ચહી દિન રાત્ર રહે તથ્યાનમહીં; પરશાંતિ અનંત સુધામય જે, પ્રણમું પદ તે વર તે જય તે. ૬ ง ८ ૯ ૧૦ ૧૧ ૨
SR No.009199
Book TitleVinayopasana
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Aaradhak Mandal
PublisherShrimad Rajchandra Aaradhak Mandal
Publication Year2005
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy