________________
(૨૨૭)
૨
પ્રભુ-પ્રસાદ મહામાર્ગ – પરમ રહસ્ય (અનુ: શ્રી રાવજીભાઈ . દેસાઈ)
હરિગીત છંદ : નિષ્કામ કરુણામૂર્તિ શ્રીલઘુરાજ પ્રભુશ્રી એકદા, મંગલમયી દીપોત્સવી દિને સભામાં રાજતા; કરુણાભરી અમૃતવાણી, ત્યાં પ્રભુ વરસાવતા, ઉલ્લાસથી જિજ્ઞાસુ સુણતાં, પાપ તાપ શમાવતા. આજે અમારું હૃદય તમને, વ્યક્ત કરી દઈએ છીએ, છે પ્રિય અમને રોમ રોમે, એક જીવન-દોરી એ, શ્રીમદ્ કૃપાળુદેવ સાચા, તરણ તારણ જાણીએ, ગુણગાન તે પ્રભુના થતાં, ઉલ્લાસ ઉરમાં આણીએ. સર્વસ્વ એ સદ્ગુરુ અમારે માન્ય અમને એક એ, શ્રદ્ધા તમારે એવી કરવી, તમ તણો અધિકાર છે; જેનાં હશે મહાભાગ્ય તે, એ માન્યતા નિશ્ચલ ધરે, કહીએ સરળતાથી, થતાં એ માન્યતા ભવ નિસ્તરે. ભદ્રિક બાળ જીવો ઘણા રે કામ તેનાં થઈ જશે, શ્રદ્ધા પ્રતીતિ અચળ કરશે, ભવભ્રમણ તેનાં જશે; જે જે કૃપાળુદેવની દૃષ્ટિ ઉપર આવે બધા, કલ્યાણ થાશે સર્વનું, આવે ભલે કોટિ કદા. આત્મા યથાર્થ પિછાણી પૂર્વે, મોક્ષ પામ્યા જ્ઞાનીઓ,
તેવો જ આત્મા સિદ્ધ સદશ, આજ જેણે જાણીઓ; - જોયો, પ્રકાશ્યો, અનુભવ્યો, સહજાત્મરૂપે સ્થિતિ કરી, - જિજ્ઞાસુને સન્માર્ગ તે, દીધો અહો ! કરુણા કરી.