________________
(૩૧૭) તેવા પુરુષો તો મંગળાચરણની જે ગાથા છે તેમાં (જિણવયણે અણુરત્તા,ગુરુવયણે જે કરંતિ ભાવેણ) જિનવચન એટલે વીતરાગ ભગવંતોએ જે અનુભવી નિશ્ચય સિદ્ધાંત કરેલું એવું પરમ અમૃત સ્વરૂપ એવું છે તે મહાભાગ્ય પુરાણ પુરુષોનું વચનામૃત પરમ બોધ દિવ્યધુનીરૂપી જે જિનવાણી તેને વિષે જ અનુરક્ત થયા. એટલે લીન થયા. અને ગુરુવયણે એટલે આત્મ અનુભવી ગુરુના વચનને વિષે કે આજ્ઞાને વિષે જેના આત્માના ભાવો વર્તે છે અર્થાત્ પોતાના આત્માની પરિણતી સદ્દગુરુની આજ્ઞા પ્રમાણે પ્રણમે છે, જેના આત્માના પરિણામ નદીના પ્રવાહની પેઠે અતૂટ એક આત્મધારાએ કે સદગુરુની આજ્ઞાએ વહે છે એવા મહાપુરુષોને નમસ્કાર છે. અને તેવા પુરુષના ચરણકમળની સેવા અમને હમેશા હો એ જ યાચના છે. અને અમારે તેવું જ થવું છે. અહો ! આ લોકમાં ચિંતામણી રત્ન સમાન સદ્દગુરુનો બોધ જેના અંતઃકરણમાં પ્રણમ્યો છે અર્થાત્ તે બોધસ્વરૂપ એવા જે આત્માના ભાવો છે તે પુરુષ કૃતકૃત્ય થયો. કારણકે ભાવ જ સર્વે કર્મનો ક્ષય કરી પરમ પદને આપે એવો છે. આ જગતમાં સર્વ મોટી મોટી પદવીઓ કે તીર્થકર પદવી કે ચક્રવર્તીની પદવી કે વાસુદેવ, બળદેવ,ઈન્દ્ર કે નાગેન્દ્ર આદિ સર્વે પદવીનું કારણ એક ભાવ જ છે. શ્રી ઋષભદેવ ભગવાનને ગણધર ભગવાને પૂછ્યું કે હે ભગવાન, આ. જે ભરત મહારાજ લડાઈ કરે છે તે વખતે તેમના પરિણામ કેવા હશે ? ત્યારે ઉત્તરમાં જણાવ્યું કે “તમારા જેવા એટલે કે ગણધર ભગવાનના જેવા, લડાઈના પ્રસંગમાં પણ જેના આત્મપરિણામ વર્તતા હતા, તે સ્વરૂપ બહાર દષ્ટિવાન જીવો કોણ જાણી શકે ? કારણ કે બહાર જોગની ક્રિયા જુદી અને અંતરંગ આત્મપરિણામ ગણધર ભગવાન જેવા હોય, એવું જે ભાવનું સ્વરૂપ અચિંત્ય ચિંતામણી સમાન મોહાંધ પ્રાણીઓને ક્યાંથી સમજાય? કારણ કે જેને સદ્ગુરુનું દર્શન કે વચન શ્રવણ કર્યું નથી તેવા પુરુષને તેવું ગહન સ્વરૂપ સમજાય તેવું નથી. તો ગુરુના વચન પ્રમાણે આત્મભાવ શી રીતે કરી શકે? માટે જે પુણ્યાત્મા છે કે જેના અહોભાગ્ય છે તે પુરુષ, ગુરુના વચન પ્રમાણે આત્મભાવના કરે છે. સર્વ અન્ય ભાવનાઓનો ત્યાગ કરી એક આત્મભાવના કરે છે. ભાવ જ આત્મસ્વભાવ છે. ગુરુના વચનનું અવલંબન
!
,
કે
છે