________________
(xviii) પૂણ્યનો ઉદય હોય છે ત્યારે સંત મળે છે – એટલે કે – શ્રીનો જોગ થાય છે. સંત પોતે પરમાત્મરૂપ છે પણ સાક્ષીરૂપે રહી પ્રત્યક્ષ સત્પષ એટલે પરમાત્માની ઓળખાણ કરાવે છે. તેથી તેના પરમાર્થસ્વરૂપનો વિચાર આવે છે; તેવું જ પોતાનું સ્વરૂપ છે તેવી નિષ્ઠા થાય છે. (જેમ બકરાંના ટોળામાં ભળેલો સિંહ પોતાને બકરું માને છે. પણ સિંહને સિંહ જોઈ પોતે સિંહ છે તેવું માને છે.) પછી સત્પરુષના સ્વરૂપમાં ને પોતાના સ્વરૂપમાં ભેદ નથી તેવું સમજમાં આવે છે. ત્યારે તેના આકારે જ પ્રતિષ્ઠાન થાય છે. તેથી પોતે મોક્ષ સ્વરૂપ છે તેવી ખાત્રી થાય છે. ત્યારે મોક્ષ થવો સંભવે છે. ત્યારે તે બોલી ઊઠે છે કે :
“સદગુરૂના ઉપદેશથી આવ્યું અપૂર્વ ભાન, - નિજપદ નિજમાંહિ લઘું દૂર થયું અજ્ઞાન” બીજી ઉપાસનાથી આ પરિણામ આવતું નથી.
આજ્ઞા ઉપાસવાનું ફળ :- “ત્રણ લોકનું તત્ત્વ અને ત્રણ લોકનું કલ્પવૃક્ષ તે તો સાક્ષાત્ સજીવન મૂર્તિ સહજાન્મસ્વરૂપ પામેલ એવા સદ્દગુરૂના ચરણકમળ છે. અને તે ચરણકમળની સેવા જેને પ્રાપ્ત થઈ એટલે જેનો આત્મા સરળતાથી તે સગુરૂની આજ્ઞા ઉપાસે છે તેને તો ત્રણેય લોકનું તત્ત્વ અને ત્રણ લોકનું કલ્પવૃક્ષ પ્રાપ્ત થઈ ચૂક્યું છે અને અનાદિ કાળથી યાચકપણું હતું તે મટી અયાચકપણું પ્રાપ્ત થયું છે.”
આજ્ઞા કેવી રીતે ઉપાસવી ? :- “અંતર આત્માથી પરમાત્માને ભજાય છે. માટે અંતર થી (અંતર આત્મા થઈ પરમાત્મામાં જેને દઢ સત્ય શ્રદ્ધા છે તે અંતર આત્મા છે) દઢ શ્રદ્ધા રાખીને આજ્ઞા ઉપાસવી.”
આરાધના-ઉપાસના માટે ખરું વ્રત - “આત્મામાં ઉપયોગ, તેની ઉપાસના એ જ ખરું વ્રત આરાધવા યોગ્ય છે. અનંતા શાની થઈ ગયા છે. તેનો બધાંનો આ જ માર્ગ છે. આ જ આજ્ઞા છે અને તે જ પ્રત્યક્ષપણે પરમકૃપાળુદેવે જણાવી છે માટે પરમકૃપાળુદેવની આજ્ઞા આરાધતાં સર્વ જ્ઞાનીની ઉપાસના આવી જાય છે.”