________________
(xix) ખરો યોગી :- “એકાકી આત્માને માનીને તેનું ચિંતવન, ધ્યાન કરવાથી તું પણ યોગી થઈ શકે છે. યોગી બનવાથી તને પણ તે પરમાત્મપદની પ્રાપ્તિ થશે અને ત્યારે તે પદનો પૂરો આનંદ તને અનુભવગોચર થશે; આ યોગ ગમ્ય પરમાત્મપદની પ્રાપ્તિનું રહસ્ય તને કહ્યું.”
આજ્ઞા આરાધવાની શરૂઆતથી જ સત્પાત્રતા થતી જાય છે અને ગુરૂકૃપાથી મોક્ષનું મૂળ લક્ષમાં આવતું જાય છે. તેથી બધી ઉપાસના, બધા સાધન એક શ્લોકમાં શ્રીએ જણાવી દીધાં છે :
“ધ્યાનમૂલં ગુરુમૂર્તિ, પુજામૂલં ગુરુપદ,
મંત્રમૂલં ગુરુવાક્ય, મોક્ષ મૂલં ગુરુકૃપા . ને જેમ જેમ પુણ્યની વૃદ્ધિ થતી જાય છે તેમ તેમ આ બધું સમજાતું જાય છે. તેથી “એવો નિશ્ચય કરવો ઘટે છે કે જેને આત્મસ્વરૂપ પ્રાપ્ત છે, પ્રગટ છે, તે પુરુષ વિના બીજો કોઈ તે આત્મસ્વરૂપ યથાર્થ કહેવા યોગ્ય નથી; અને તે પુરુષથી આત્મા જાણ્યા વિના આત્મા જામ્યો છે એવી કલ્પના મુમુક્ષુ જીવે સર્વથા ત્યાગ કરવી ઘટે છે.” (પત્ર ૪૪૯)
અને તે નિશ્ચય થયા પછી – “સંતના કહેવાથી ભારે ૫.કૃ દેવની આજ્ઞા માન્ય છે.” તેવી પ્રતિજ્ઞા કર્યા પછી, કલ્યાણને માટે અખંડ નિશ્ચય રાખવાનો છે કે :- “પ્રત્યક્ષ પુરુષ જેવો મારા પ્રત્યે કોઈ એ પરમોપકાર ર્યો નથી. એવો અખંડ નિશ્ચય આત્મામાં લાવી, અને આ દેહના ભવિષ્ય જીવનમાં પણ તે અખંડ નિશ્ચય છોડું તો મેં આત્માર્થ જ ત્યાગ્યો અને ખરા ઉપકારીના ઉપકારને ઓળવવાનો દોષ કર્યો એમ જ જાણીશ અને આત્માને સત્પષનો નિત્ય આજ્ઞાંકિત રહેવામાં જ કલ્યાણ છે.” (પત્ર ૭૧૯)
- લૌકિક દ્રષ્ટિથી જ્ઞાનીની અંતર દશાની વાત સમજી શકાય તેવી નથી અને તેથી જ્ઞાનીઓ તેમની દશાની વાત બહાર પાડતા નથી. પણ પૂર્વના સંસ્કારને લીધે શ્રી સૌભાગ્યભાઈ, શ્રી, શ્રી અંબાલાલભાઈ અને શ્રી જૂઠાભાઈને શ્રીજી પ્રત્યે અપૂર્વભાવ આવેલો અને શ્રીજી જ્ઞાની છે તેવી ખાત્રી