________________
(૨૮૧)
કરી પ્રાણમાં આત્મભાવના કરવી, પછી ઈન્દ્રિયોમાં આત્મભાવના કરવી, પછી સંકલ્પવિકલ્પરૂપ પરિણામમાં આત્મભાવના કરવી, પછી સ્થિર જ્ઞાનમાં આત્મભાવના કરવી, ત્યાં સર્વ પ્રકારની અન્યાલંબનરહિત સ્થિતિ કરવી.
(૧૧) આતમભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે,
જીવ લહે કેવળ જ્ઞાન રે. “અમૂલ્ય આત્મા છે, તુચ્છ પદાર્થમાં પ્રીતિ કેમ કરું ? સર્વ ભૂલી જવું-પ્રેમ વેરી નાખ્યો છે તે સર્વ પરભાવમાં પ્રીતિ ના કરું. એક ‘“સત્’ સ્વરૂપ સદ્ગુરુ ઉપર પ્રીતિ કરું, વાલપ બીજે ના કરું. શાંતિઃ શાંતિઃ
(૧૨) આત્મા છે, નિત છે, કરતા છે, ભોગતા છે, મોક્ષ છે, મોક્ષનો ઉપાય છેજી. તે પત્ર વિચારવા યોગ્ય છેજ.
(૧૩) આપ્યંતરભાન. અવધૂત. વિદેહિવત્. જિનકલ્પિવત્; સર્વ પરભાવ અને વિભાવથી વ્યાવૃત. નિજ સ્વભાવના ભાનસહિત-અવધૂત્ જિનકલ્પિવત્. વિદેહિવત્. વિચરતા પુરુષ ભગવાના સ્વરૂપનું ધ્યાન કરીએ છીએ :
(૧૪) સત્ ચિતિ આનંદ સર્વવ્યાપક એવો એક આત્મા હું છું એમ વિચારવું ધ્યાવવું.
(૧૫) પ્રવૃત્તિનાં કાર્યો પ્રત્યે વિરતિ, સંગ અને સ્નેહપાશનું તોડયું. આશંકા-જે સ્નેહ રાખે છે તેના પ્રત્યે આવી ક્રૂર દૃષ્ટિથી વર્તવું તે કૃતઘ્નતા અથવા નિર્દયતા નથી ?
(૧૬) અતિશય વસમું છતાં પણ કરવું કેમકે બીજો કોઈ ઉપાય નથી.મૂક્યા વિના છૂટકો નથી.
* આ સંબંધી પ.ઉ.પ્રભુશ્રીજી પત્ર ૧૬૬ વિચારવાનું કહેતા અને જણાવતા કે માયિક સુખની સર્વ પ્રકારની વાંચ્છા ગમે ત્યારે પણ છોડયા વિના છૂટકો થવો નથી. કંઈ રહેવાનું નથી, તો પછી તારું કેમ થશે ? હજામની સલાહ ન લેવી એટલે કે પોતાનું ડહાપણ ન વાપરવું. મૂકવું પડશે એટલે દષ્ટિ ફેરવવી પડશે.