________________
(૩૨૩)
--
-
-
--
---
-
સદ્ગુરુએ દર્શાવેલો મંત્ર, સંતના જોગે આ ભવમાં મને પ્રાપ્ત થયો છે તેનું માહાભ્ય ક્ષણવાર પણ ન ભૂલાય અને જ્યાં સુધી જીભે બોલવાનું કામ નથી બંધ કર્યું, આંખે જોવાનું કામ નથી બંધ કર્યું, કાને સાંભળવાનું કામ નથી બંધ કર્યું, સ્પર્શથી સારું નરસું લાગતું બંધ નથી થયું, ત્યાં સુધી હે પ્રભુ, એ મંત્રનું રટણ જીભને ટેરવે રહો, કાનમાં એ મંત્રનો રણકાર રહો, આંગળી એ જ મંત્રની ગણત્રીમાં રોકાયેલી રહો એવી ભાવના અને પુરુષાર્થ કર્તવ્ય છે'. સર્વ પ્રકારની ચિંતાઓ તજીને માત્ર પરમાત્મ સ્વરૂપના ચિતવનમાં એકાગ્રતા કરવી, ચિત્ત આડું અવળું જાય તેને સમજાવીને આત્મહિતમાં વાળવું.
. “વચનામૃત વીતરાગના, પરમ શાંત રસ મૂળ
ઔષધ જે ભવ રોગનાં, કાયરને પ્રતિકૂળ”
એ રાજવૈદ્ય સદ્ગુરુ વૈદ્ય સુજાણ” ની ઔષધ-વિચાર-ધ્યાન તથા આજ્ઞામાં પ્રવર્તવાનું જેમ બને તેમ વિશેષ રાખશોજી.
આવા વખતમાં એટલે કોઈ પણ મુમુક્ષુભાઈની શારીરિક અશાતા વખતમાં મુમુક્ષભાઈઓએ પરમ પ્રેમથી સેવા બજાવવી જોઈએ. તે પોતાનું કર્તવ્ય સમજી, આ ભવનું તથા પરભવનું કલ્યાણનું કારણ સમજી અખંડપણે સેવા તનથી, મનથી અને વચનથી કરવી જોઈએ ને તેઓને ભક્તિ, સ્મરણ કે આત્મસિદ્ધિ આદિ શાસ્ત્રોનું વારંવાર શ્રવણ કરાવવું જોઈએ એટલે વારાફરતી
સ્મરણ અથવા ભક્તિના પદો મંત્રની સાથે ઉચ્ચારવા અને ઉપયોગ આત્મામાં પ્રેરાય તેવી રીતે બોલવું અને પોતે પણ ઉપયોગ સહિત ઉચ્ચાર કરવો. મુખ્ય વાત આત્માની અસંગતા અને નિઃશંકતા એ સર્વજ્ઞ ભગવાને જોઈ છે તે ત્રિકાળ સત્ય છે એટલે આત્મા શુદ્ધ, ચૈતન્ય સ્વરૂપ, જન્મ-જરા-મરણ રહિત, દેહાદિ સર્વ સંગથી રહિત, જ્ઞાનદર્શન આદિ ઉપયોગ સહિત, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ, સહજાત્મસ્વરૂપ, અસંગ ભાવે બિરાજમાન છે, તેવી રીતે લક્ષ પોતે કરવો અને જેને અશાતાનો મુખ્ય ઉદય છે તેવા જીવાત્માને ઉપયોગ આપવો તે મહા કલ્યાણનું પોતાને અને પાને છે. તેથી સર્વ ભાઈઓને અતિ પ્રેમભાવે, નમ્રભાવે જણાવવામાં આવ્યું છે. જે જીવો ઉપરનો લક્ષ રાખશે તેને સમ્યત્વની સુલભતા થશે.
-
-
--