________________
(૭૫) અસગુરુ એ વિનયનો, લાભ લહે જે કાંઈ, મહામોહનીય કર્મથી, બુડે ભવજળ માંહિ. ૨૧ હોય મુમુક્ષુ જીવ તે, સમજે એહ વિચાર, હોય મતાર્થી જીવ તે, અવળો લે નિર્ધાર. ૨૨
હોય મતાર્થી તેહને, થાય ન આતમલક્ષ, તેહ મતાથ લક્ષણો, અહીં કહ્યા નિપેક્ષ. ૨૩
મતાર્થી લક્ષણ બાહ્ય ત્યાગ પણ જ્ઞાન નહિ, તે માને ગુરુ સત્ય, . અથવા નિજકુળ ધર્મના, તે ગુરુમાં જ મમત્વ. ૨૪ જે જિન દેહ પ્રમાણ ને, સમવસરણાદિ સિદ્ધિ, વર્ણન સમજે જિનનું, રોકી રહે નિજ બુદ્ધિ. ૨૫ પ્રત્યક્ષ સદ્ગુરુ યોગમાં, વર્તે દષ્ટિ વિમૂખ, અસગુરુને દઢ કરે, નિજ માનાર્થે મુખ્ય. ૨૬ દેવાદી ગતિભંગમાં, જે સમજે શ્રુતજ્ઞાન, માને નિજમત વેષનો, આગ્રહ મુક્તિ નિદાન. ૨૭ લહ્યું સ્વરૂપ ન વૃત્તિનું, ગ્રહ્યું વ્રત અભિમાન, ગ્રહે નહીં પરમાર્થને, લેવા લૌકિક માન. ૨૮ અથવા નિશ્ચય નય ગ્રહે, માત્ર શબ્દની માંય, લોએ સવ્યવહારને, સાધન રહિત થાય. ર૯ જ્ઞાન દશા પામે નહીં, સાધન દશા ન કાંઈ, પામે તેનો સંગ છે, તે બુડે ભવ માંહિ. ૩૦