SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૩૯) સહજ પ્રકૃતિ (પત્ર૮) ૧. પરહિત એ જ નિજહિત સમજવું અને પરદુઃખએ પોતાનું દુ:ખ સમજવું. ૨. સુખ દુઃખ એ બન્ને મનની કલ્પના છે. ૩. ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજે છે. સઘળા સાથે નમ્રભાવથી વસવું એ જ ખરું ભૂષણ છે. ૫. શાંત સ્વભાવ એ જ સજ્જનતાનું ખરું મૂળ છે. ૬. ખરા સ્નેહીની ચાહના એ સજ્જનતાનું ખાસ લક્ષણ છે. ૭. દુર્જનનો ઓછો સહવાસ. ૮. વિવેકબુદ્ધિથી સઘળું આચરણ કરવું. ૯. * દ્વેષભાવ એ વસ્તુ ઝેરરૂપ માનવી. ૧૦. ધર્મકર્મમાં વૃત્તિ રાખવી. નીતિના બાંધા પર પગ ન મૂકવો. ૧૨. જિતેંદ્રિય થવું. ૧૩. જ્ઞાનચર્ચા અને વિદ્યાવિલાસમાં તથા શાસ્ત્રધ્યયનમાં ગૂંથાવું. ૧૪. ગંભીરતા રાખવી. ૧૫. સંસારમાં રહ્યા છતાંને તેનીતિથી ભોગવતાં છતાં, વિદેહી દશા રાખવી. ૧૬. પરમાત્માની ભક્તિમાં ગૂંથાવું. ૧૭. પરનિંદા એ જ સબળ પાપ માનવું. ૧૮. દુર્જનતા કરી ફાવવું એ જ હારવું, એમ માનવું ૧૯. આત્મજ્ઞાન અને સજ્જનસંગત રાખવાં બે બોલથી બાંધીયો, સર્વશાસ્ત્રનો સાર; પ્રભુ ભજો, નીતિ સજો, પરઠો પરોપકાર.
SR No.009199
Book TitleVinayopasana
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Aaradhak Mandal
PublisherShrimad Rajchandra Aaradhak Mandal
Publication Year2005
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy