________________
(૨૬૯)
છે. માટે જે વિધ કર્મ જીવે બાંધ્યાં છે તે પ્રમાણે ઉદયમાં આવે છે. તેથી અકળાવું નહિ. સમતા ક્ષમા કરવી. અહીં આવવાની અવકાશ થોડી કાઢી આવી જાઓ તો ઘણો લાભ થશે. સમાગમે કહેવાનું થશે. સૌ કરતાં સમજણ એ જ સુખ છે. અણસમજણ એ દુઃખ છે. માટે ખરો અવસર આવ્યો છે. દુઃખ આવેલું જાય છે. તે તો જડ છે. દેહ છે તે નાશવંત છે; આત્મા છે તે શાશ્વત છે; અજર છે; અમર છે; એનો વાળ વાંકો કરવા કોઈ સમર્થ નથી. માટે મને દુ:ખ થયું, મને રોગ થયો, મને વ્યાધિ થઈ એમ કરવું નહીં. આત્મા તો ભિન્ન છે. માટે સદ્ગુરુ પ.કૃ.દેવનું શરણ રાખવું. અમે પણ એના દાસના દાસ છીએ. પોતાની કલ્પનાએ કોઈને ગુરૂ માની લેવા નહિ. કોઈને જ્ઞાની અજ્ઞાની કહેવા નહિ. મધ્યસ્થ દષ્ટિ રાખવી. પરમાત્મા પ.કૃ.દેવને માનવા. તે શ્રદ્ધા કરવી. તેને પૂ. મહારાજ પણ માને છે. માટે તેનો ધણી અને આપણો ધણી જુદા ન કરવા. એ એક જ છે. એ ઉપર પ્રેમ કરવો, પ્રીતિ કરવી, જે થાય તે જોયા કરવું, અને આપણે તો એના શરણે સ્મરણ કર્યા કરવું. મર સૂઝે તેટલું દુ:ખ આવે તો ભલે આવે. આવો કહે આવશે નહિ અને જાવો કહે જશે નહિ. આપણે તો એને જોયા કરવું જોનાર આત્મા છે તે જુદો જ છે. મારી મા, મારો બાપ, મારા છોકરાં, એ મારા માન્યા છે તે પોતાના નથી. સૌ ઋણ સંબંધે આવ્યું છે. એકલો આવ્યો છે. એકલો જશે. માટે આપણે આત્માને ભૂલવો નહિ. સૂઝે તેટલું દુઃખ આવે તેથી અકળાવું નહિ. આ તો શું છે ? સૌ સૌનું બાંધેલુ આવે છે. માટે આપણે ખમી ખૂંદવું. એ બધું જવા આવે છે. આપણો ધીંગધણી એક પરમકૃપાળુદેવ પૂજ્ય મહારાજે જે કર્યાં છે તે મારા ગુરુ છે. પૂ. મહારાજ પણ મારા ગુરુ નહિ. પણ એમને જે ગુરુ કર્યાં છે તે મારા ગુરુ છે. એવો નિઃશક અધ્યવસાય રાખી જે દુ:ખ આવે તે સહન કરવું. કાળે કરીને સર્વ જવાનું છે. જો આ શિખામણ લક્ષમાં રાખશો તો તમારું કામ થઈ જશે. સંસારની માયાના દુ:ખ ભાળી જરા પણ અકળાવવું નહિ. થવાનું હશે તેમ થશે.
“નહિ બનવાનું નહિ બને, બનવું વ્યર્થ ન જાય;
કાં એ ઔષધ ન પીજીએ, જેથી ચિંતા જાય ?''
ઘણું કરીને બનનાર તે ફરનાર નથી અને ફરનાર તે બનનાર નથી. તો