________________
(૨૩૨) તારાં દર્શનથી જિનરાય રે, એવો પુણ્ય ઉદય મને થાય રે; જેથી આ ભવમાં રિદ્ધિ પામી રે, થાય પરભવમાં સિદ્ધિસ્વામી રે ૬ તારાં દર્શનથી જિનરાય રે, એવો પુણ્ય લાભ મને થાય રે; જેથી થશે અનુપમ સુખ રે, અક્ષય મોક્ષથી ટળશે દુઃખ રે. ૭ તારાં દર્શનથી જિનરાય રે, સંતોષ પરમ મને થાય રે ઈન્દ્રવૈભવ પણ તૃણ લાગે રે, લેશ તૃષ્ણા નહિ ઉરે જાગે રે. ૮ તારાં દર્શન તો ભગવંત રે, નિર્વિકાર ને ઉપશમવંત રે; તેથી ઉલ્લાસ જેને ન થાય રે, તેનાં જન્મ મરણ નહિ જાય રે. ૯ તારાં દર્શન કરી જિનરાય રે, બીજા કામે મારું મન જાય રે; તે તો પૂર્વકર્મોનો દોષ રે, રહે ઉર અતિશય રોષ રે. ૧૦ તારાં દર્શન કરી જિનનાથ રે, ભવાંતરની જવા ઘો વાત રે; આ ભવમાં ઝટ સુખ થાય રે, દુઃખમાત્ર દર્શનથી જાય રે. ૧૧ તારાં દર્શનથી જિનરાય રે, દિન આજે ઉત્તમ ગણાય રે, બીજા બધા દિનોમાં આજ રે, સફળતાથી બની શિરતાજ રે ૧૨ તારાં દર્શનથી ભગવંત રે, માનું મંદિર બહું મૂલ્યવંત રે સર્વ સંપત્તિસૂચક સ્થાન રે, થાય સૌભાગ્યનું અનુમાન રે. ૧૩ તારાં દર્શનથી જિનરાય રે, ભક્તિ જળથી ક્ષેત્ર ભાય રે; દિલે રોમાંચ જે દેખાય રે, પુણ્ય અંકુર સમ સોહાય રે. ૧૪ તારાં દર્શનથી જિનભૂપ રે, શ્રુત-અમૃત સાગર રૂ૫ રે, રાગી, દ્વેષી દેવો ન મનાય રે, કેમ કાચ તે હીરા ગણાય રે, ૧૫ તારા દર્શનથી જિનરાય રે, મોક્ષ દુર્લભ, તોયે થાય રે; મનનો મિથ્યાત્વ મળ જો જાય રે,તો તો મોક્ષ સમીપ ભળાય રે. ૧૬