________________
-
ની માહિal rail
: **
:-+++
નનન
(૧૫૭)
ભવ અંતનો અચૂક ઉપાય સદગુરુ શ્રોત્રીય બ્રહ્મનિષ્ઠ પદ સેવાથી શુદ્ધ જ્ઞાન થશે; અવર ઉપાસન કોટિ કરો પણ શ્રી હરિથી નહિ હેત થશે. ૧ સાધન કંઈક કંઈક કરી થાક્યા પણ ભવનો નહિ અંત લહ્યો; તત્ત્વજ્ઞાની ગુરુ જેને મલિયા, ભવબંધનથી મુક્ત થયો. ૨ પુરાણ રચતાં વ્યાસ મુનિને મુનિ નારદ મલિયા જ્યારે, અભય કરી અમૃત સુખ આપ્યું, નિજપદ જ્ઞાન થયું ત્યારે. ૩ સમ દમ સાધન સહિત જનક નૃપને ગુરુ અષ્ટાવક્ર મળ્યા; આત્મજ્ઞાનનો ઉદય જ થાતાં, જીવ બ્રહ્મના ભેદ ટળ્યા. ૪ ભૂપ પરિક્ષિત ત્રિવિધ તાપથી, તપતો કોઈ થકી ન તર્યો; સત્યજ્ઞાન આપી શુકદેવે, સાત દિવસમાં મુક્ત કર્યો. પ સતી પાર્વતી પામ્યાં રૂડું જ્ઞાન પ્રતાપ શ્રી શંકરથી; રામાયણ અધ્યાત્મતણો ઉપદેશ કર્યો પ્રભુએ મુખથી. ૬
ઓધવને અર્જુન જેવા અધિકારી પણ ગુરુ શરણ ગયા; કૃપાવંત શ્રી કૃષ્ણ પ્રભુએ બ્રહ્મજ્ઞાન દઈ શાંત કર્યા. ૭ શાંતિથી સંતાપ વિરામ્યા, વિષય વાસના દૂર થઈ; અશ્રુતના અદ્વૈત પ્રસાદે, વૃત્તિ બ્રહ્માકાર થઈ. ૮ રઘુકુળ દીપક રામચંદ્ર ગુરુ વષિષ્ટને શરણે જતાં; મુક્ત થયા સંશય સર્વેથી, જ્ઞાનતણી ગંગે હતાં. ૯ અખંડ બ્રહ્માનંદ તણો, અનહદ ઉપદેશ સફળ કીધો; જેનો જગજાહેર દાખલો, યોગવષિષ્ટ વિષે લીધો. ૧૦ પમાડવા અવિનાશી પદ, સદ્ગુરુ વિણ કોઈ સમર્થ નથી; ભવનો લવ જે અંત ચહો તો, સેવા સદ્ગુરુ તનમનથી. ૧૧