________________
(ix)
બોધ થશે ને પરમપદને પામશે તે વાત શ્રીને યાદ રહેલી. પછી ૧૯૫૭માં શ્રીજી અમદાવાદ હતા ત્યારે શ્રી અંબાલાલભાઈને રાત્રે બોધ કર્યો ને મુનિઓ પાસે જવા આજ્ઞા કરી. તેઓ રાત્રે બાર વાગ્યા પછી મુનિઓ પાસે ગયા ને પોતાને બોધ થએલો તે શ્રીને જણાવ્યો ને કહ્યું : -‘‘મારો જે પ્રમાદ હતો તે આજે નષ્ટ કર્યો છે’’ અને મૂળ માર્ગ કેવો જોઈએ તે સંબંધી વ્યવહાર અને પરમાર્થનું પોષણ થાય તેવા સર્વ્યવહારનું સ્વરૂપ શ્રીજીએ કહેલું તે જણાવ્યું.
શ્રી અંબાલાલભાઈને બોધ કરેલો તે શ્રીને માટે પણ હતો. તે પછી શ્રીજી મુનિઓને મળવા ગયેલા ત્યારે શ્રી તેમની પાછળ પડયા છે, જ્યાં જાય ત્યાં દોડયા આવે છે, તેમનો કેડો મૂકતા નથી એમ કહી ઠપકો આપ્યો. તે સાંભળી મુનિઓના મનમાં થયું કે ‘‘આપણો રાગ છોડાવવા આ શિખામણ આપી છે.’’ એટલે તેમનો રાગ હતો તે છૂટી ગયો. કારણ કે મૂળ માર્ગ કેવો હોય તે શ્રી અંબાલાલભાઈ પાસેથી સાંભળેલું હતું. રાગ છોડવાની વાત શ્રીની સમજમાં આવી ગઈ અને રાગ છોડયો. તેના બીજે જ દિવસે શ્રી તથી શ્રી દેવકરણજી મુનિને બોલાવ્યા અને શ્રીજીએ કહ્યું :
-
અમદાવાદ
આગાખાનના બંગલામાં
‘હવે એક વીતરાગતા સિવાય અમને બીજું કંઈ વેદન નથી. અમારામાં અને વીતરાગમાં ભેદ ગણશો નહી.’’ (આવું જ શ્રીજીએ ખંભાતવાળાને પણ કહેલું :- ‘‘ફરી મળીએ કે ન મળીએ, સમાગમ થાય કે ન થાય પણ અમારા પ્રત્યે અખંડ વિશ્વાસ રાખજો, અમારામાં અને શ્રી મહાવીરદેવમાં કંઈ પણ ફેર નથી. ફક્ત આ પહેરણનો ફેર છે.’’)
-
પછી શ્રીને નીચે મુજબ આજ્ઞા કરી :
(૧) તમારે કોઈની પાસે જવું નહીં. બીજા તમારી પાસે આવશે.
(૨) દુ:ષમકાળ છે માટે જડભરત જેવા થઈને વિચરજો. (ઉ.રૃ.પૃ.૨૭૫. કૃ. દેવનું વચન છે, હૃદયમાં લખી રાખ્યું છે : ‘મુનિ, જડભરત થઈને ફરજો.’) (૩) રિદ્ધિ સિદ્ધિ પ્રગટશે તેને ઓળંગી જજો.