Book Title: Tivihen Vandami
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh
Catalog link: https://jainqq.org/explore/005326/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ [વિહેણ પૈદામિ AA A A A A A A A A A A AAT KO ૨મથાલાલ ચી. શાહ Page #2 -------------------------------------------------------------------------- ________________ તિવિહેણ વંદામિ લેખક રમણલાલ ચી. શાહ પ્રકાશક શ્રી મુંબઈ જૈન યુવક સંઘ ૩૮૫, સરદાર વી. પી. રોડ સુંબઈ-૪૦૦ ૦૦૪ Jain Educationa International For Personal and Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ TIVIHEN VANDAMI - by Dr. Ramanlal C. Shala (A collection of Obituary arcicles on Jain Saints.) Published by - Shree Bombay Jain Yuvak Sangia 385, Sardar V. P. Road. Bombay-400004 First Edition - March 1993 Price Rs. 20–00 પ્રથમ આવૃત્તિ - માર્ચ ૧૯૯૩ કિમત રૂ. ૨૦-૦૦ NO COPYRIGHT પ્રકાશક : શ્રી મુંબઈ જૈન યુવક સંધ ૩૮૫, સરદાર વી. પી. રોડ મુંબઈ ૪૦૦ ૦૦૪ મુખ્ય વિક્રેતા : નવભારત સાહિત્ય મંદિર પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ અને ગાંધી રોડ, અમદાવાદ-૧ મુદ્રક : ભગવતી મુદ્રણાલય ૧૯, અજય એસ્ટેટ, દૂધેશ્વર રોડ, અમદાવાદ Jain Educationa International For Personal and Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ અપગ અ. સૌ. પ્રતિભાબહેન શૈલેશભાઈ કાઠારી તથા શ્રી શૈલેશભાઈ હિંમતલાલ કોઠારી ને દર સે।મવારની સવારની જિનમંદિરાની સયાત્રાના હર્ષાલ્લાસના પ્રતીકરૂપે Jain Educationa International w -રમણભાઈ શાહુ For Personal and Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ કેપીરાઈટનું વિસર્જન મારા પ્રગટ થયેલ સર્વ ગ્રંથો અને અન્ય સર્વ લખાણોનાં અનુવાદ, સંક્ષેપ, સંપાદન, પુનઃપ્રકાશન ઇત્યાદિ માટેના કેઈ પણ પ્રકારના કેપીરાઈટ હવેથી રાખવામાં આવ્યા નથી. અન્ય કઈ વ્યક્તિને કે કોઈ પ્રકાશકને કઈ પણ ગ્રંથની પ્રથમ આવૃત્તિ માટે કોપીરાઈટ આપેલા હોય તે તેનું પણ વિસર્જન કરવામાં આવ્યું છે. હવે પછી પ્રકાશિત થનારા મારા કઈ પણ લખાણ માટે પણ કેપીરાઈટ રહેશે નહિ. મુંબઈ તા. ૧–૧–૧૯૯૨ રમણલાલ ચી. શાહ For Personal and Private Use Only Jain Educationa International Page #6 -------------------------------------------------------------------------- ________________ ડો. રમણલાલ ચી. શાહનાં પુસ્તકો એકાંકીસંગ્રહ • શ્યામ રંગ સમીપે જીવનચરિત્ર-રેખાચિત્ર-સંસ્મરણ • ગુલામને મુક્તિદાતા • ઉપાધ્યાય શ્રી યશોવિજયજી • હેમચંદ્રાચાર્ય • શ્રી મોહનલાલજી મહારાજ • વંદનીય હૃદયસ્પર્શ, ભા. ૧-૨ ૦ શેઠ મોતીશાહ બેરરથી બ્રિગેડિયર • પ્રભાવક સ્થવિરે, ભાગ ૧-૨-૩-૪ • તિવિહેણ વંદામિ પ્રવાસ-ધ-સફર • એવરેસ્ટનું આરોહણ • પાસપોર્ટની પાંખે • ઉત્તરધ્રુવની શોધ-સફર • પ્રદેશે જય-વિજયના • શ્રી રણકપુર તીર્થ નિબંધ ૦ સાંપ્રત સહચિતન, ભાગ ૧-૨-૩ • અભિચિતના સાહિત્ય-વિવેચન • ગુજરાતી સાહિત્યનું રેખાદર્શન (અન્ય સાથે) • આપણાં ફાગુમાવ્યો નરસિંહ પૂવે નું ગુજરાતી સાહિત્ય • બુંગાકુ-શુમિ • પડિલેહા • સમયસુંદર • ક્રિતિકા • ૧૯૬૨નું ગ્રંથસ્થ વાડમય નળ-દમયંતીની કથાને વિકાસ સંશોધન-સંપાદન • નલદવદંતી રાસ (સમયસુંદરકૃત) • જંબુસ્વામી રાસ (યશોવિજયજીકૃત) • કુવલયમાળા (ઉદ્દઘોતનસૂરિકૃત) Jain Educationa International For Personal and Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ મૃગાવતીચરિત્ર ચોપાઈ (સમયસુંદરકૃત) નલ-દવદંતી પ્રબંધ (ગુણવિનયકૃત) • થાવગ્યાસુત રિષિ ચોપાઈ (સમયસુંદરકૃત) • નારાય–દવદંતી ચરિત (ઋષિવધનસુરિકૃત) • ધના–શાલિભદ્ર ચોપાઈ (ગુણવિનયકૃત) • બે લઘુ રાસકૃતિઓ (જ્ઞાનસાગરકુન અને ક્ષમા કલ્યાણ) ધર્મ–તત્વજ્ઞાન • જૈન ધર્મ (છઠ્ઠી આવૃત્તિ) • જૈન ધર્મ (હિન્દી આવૃત્તિ) • જૈન ધર્મ (મરાઠી આવૃત્તિ) • બક ધર્મ • નિહવવાદ • Shraman Bhagavan Mahavir & Jainism • Buddhism – An Introduction • જિનતત્ત્વ, ભાગ ૧-૨-૩-૪-૫ ૦ ના દર્શન સંક્ષેપ • સરસ્વતીચંદ્ર ભાગ 1 (પાઠય સંક્ષેપ) અનુવાદ • રાહુલ સાંકૃત્યાયન (સાહિત્ય અકાદમી - દિલ્લી) સંપાદન (અન્ય સાથે) મનીષા ૭ શ્રેષ્ઠ નિબંધિકાઓ ૯ શબ્દલેક • ચિનયાત્રા • નીરાજના ૯ અક્ષરા ૦ અવગાહન છે જીવનદર્પણ - કવિતાવહરી • સચિતન - તત્ત્વવિચાર અને અભિવંદના • મહત્તરા શ્રી મૃગાવતીશ્રીજી • જૈન સાહિત્ય સમારોહ – ગુચછ 1, છ ર ઇત્યાદિ પ્રકીર્ણ • એન. સી. સી. • જૈન લગ્નવિધિ Jain Educationa International For Personal and Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ કિંચિત્ર મારું એ પરમ સદ્દભાગ્ય રહ્યું છે કે અનેક સાધુભગવંતે, સંન્યાસીઓ, સાધ્વીજી મહારાજ વગેરેના અત્યંત નિકટને સંપર્કમાં આવવાને અવસર મને સાંપડયો છે. મારા જીવનઘડતરમાં તેનું યોગદાન ઘણું મોટું રહ્યું છે. છેલ્લા ત્રણેક દાયકામાં જે કેટલાંક સાધુ-સાધ્વી, સંત-સતી કાળધર્મ પામ્યાં એમાંનાં કેટલાંકને શ્રદ્ધાંજલિ અર્પવા માટે તથા ઋણસ્વીકારાથે મેં જે શ્રદ્ધાંજલિ-લેખે લખ્યા હતા તે “પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ થયા હતા. એવા કેટલાક લેખે આ સંગ્રહરૂપે પ્રકાશિત થાય છે. તે સમયે પ્રગટ થયેલા એ લેખને આ ગ્રંથરૂપે પ્રગટ કરતાં પહેલાં તેમાં કેટલાક પ્રસંગે તથા જીવનપરિચય અંગે કેટલીક માહિતી ઉમેરવા સાથે ક્યાંક ક્યાંક શાબ્દિક સુધારા-વધારા કર્યો છે. આ શ્રદ્ધાંજલિ-લેખે “પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ થયા તથા અ સંગ્રહરૂપે પ્રકાશિત થાય છે એ માટે શ્રી મુંબઈ જૈન યુવક સંઘને હું ઋણી છું. સાહિત્યકારો, કેળવણીકાર, સમાજસેવકે વગેરેને અંજલિ અર્પત “પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ થયેલા મારા લેખેના બે સંગ્રહ “વંદનીય હદયસ્પર્શ' ભાગ ૧-૨ તરીકે પ્રગટ થઈ ચૂક્યા છે એ માટે પણ શ્રી મુંબઈ જૈન યુવક સંઘને હું ઋણી છું. આ લેખોની પ્રસનકલ કરી આપવા માટે શ્રી ચીમનલાલ કલાધરને તથા મુદ્રણકાર્યની વ્યવસ્થા બદલ ડે. શિવલાલ જેસલપુરા તથા શ્રી ગિરીશ જેસલપુરાને આભારી છું. આ શ્રદ્ધાંજલિ-લેખોમાંથી કેકને પણ પ્રેરણા મળશે તે મારે આ પ્રયાસ સફળ માનીશ. મુંબઈ તા. ૧૮-૨-૯૩ રમણલાલ ચી. શાહ Jain Educationa International For Personal and Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ असहाए सहायत्त करति मे संजम करिन्तस्स | एएण कारणेण नमामिह सव्वसाहूणं ॥ [અસહાય એવા મને સંયમપાલનમાં સહાય કરનારા હેવાથી સર્વ સાધુઓને હું નમસ્કાર કરું છું. ] * विसयहनियत्ताणं त्रिसुद्वचारितनियमजुत्ताण ं । तच्च गुणसाहगाणं सदा य किच्चुज्जयाण नमो ॥ [વિષયસુખથી નિવૃત્ત થયેલા, વિશુદ્ધ ચારિત્રપાલનમાં જોડાયેલા, તથ્ય (સત્ય) ગુÌઅને સાધનારા તથા (મુક્તિમાર્ગમાં સહાય કરવારૂપી) કૃત્યમાં સદા ઉદ્યમી એવા સાધુને નમસ્કાર થાશે. ] निव्वाणसाहए जोगे जम्हा साहन्ति साहुणो । समा व सच्चभूएमु तम्हा ते भावसाहूणो ॥ [નિર્વાણુસાધક યાગે! વડે જેએ મેાક્ષનું સાધન કરે છે તથા સર્વ પ્રાણીઓ પ્રત્યે સમભાવ ધારણ કરે છે એટલે તે ‘ભાવસાધુ' કહેવાય છે. ] Jain Educationa International 8 For Personal and Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમ જે ૧. પૂ. શ્રી પુણ્યવિજયજી મહારાજ પૂ. શ્રી વિજયરામચન્દ્રસૂરિજી મહારાજ ૩. પૂ. શ્રી વિજયધર્મસૂરિજી મહારાજ ૪. પૂ. શ્રી કૈલાસસાગરસૂરિજી મહારાજ પૂ. શ્રી ગુણસાગરસૂરિજી મહારાજ પૂ. શ્રી તત્ત્વાનંદવિજયજી મહારાજ ૭. પૂ. શ્રી મૃગાવતીશ્રીજી મહારાજ ૮. પૂ. શ્રી લીલાવતીબાઈ મહાસતીજી ૯. પૂ. શ્રી કુંદકુંદસૂરિજી મહારાજ ૧૦. પૂ. શ્રી અભયસાગરજી મહારાજ Jain Educationa International For Personal and Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધિપત્રક પૃષ્ઠ પંક્તિ અશુદ્ધ ૧૩ આણંદજી, પંડિત સંયમની એવા આણંદજી પંડિત સમયની અવા મહાત્મા પરીદી જમનામાં કરતા કરવામાં આજ મહાત્માએ ખરીદી જમાનામાં કરતાં કરતાં કરવામાં આ જ ૩૦. ૩૦ ૩૦ ૪૪ એક ૪૭ ભીડની ૪૯ هم મૂતિમહાત્મા આપા ભીડને મતિ મહાત્મા આપવા હતી له હની » ૫૭ ૧૩. એક એ س ૬૧ શ્રુતશાહિત્ય ૧૫ મૃતસાહિત્ય ગ્રંથ પ્રસ્ટ શાસનન્નતિ ૭૩ શાસનેતિ ૮૦ ૧૫ કુટુંબ શિલેષભાઈ શલેશભાઈ Jain Educationa International For Personal and Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ તિવિહેણુ વંદામિ Jain Educationa International For Personal and Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ ધન્ય તે મુનિવરા રે ધન્ય તે મુનિવરો ર જે ચાલે સમભાવે; ભવસાગર લીલાએ ઊતરે, સંયમ કિરિયા નાવે. ભોગપંક તજી ઉપર બેઠા, પંકજ પર જે ન્યારા; સિહ પરે નિજ વિક્રમ શરા, ત્રિભુવન જન આધારા. જ્ઞાનવંત જ્ઞાનીશું મળત, તન-મન-વચને સાચા; દ્રવ્યભાવ સુધા જે ભાખે, સાચી જિનની વાચા. મૂલ ઉત્તરગુણ સંગ્રહ કરતા, તજતા ભિક્ષા દે; પગ પગ ત્રદૂષણ પરિહરતા, કરતા સંયમ પો. મોહ પ્રતે હણતા નિત આગમ ભણતા સદગુરુ પાસે; દુષમકાલે પણ ગુણવંતા, વરતે શુભ અભ્યાસે. છઠ્ઠ ગુણઠણું ભવ અડવી ઉલંઘણ જેણે લહિઉં; તસ સોભાગ સકલ મુખ એકે, કેમ કરિ જાએ કહિઉં ? ગુણઠાણની પરિણતિ જેહની, ન છીપે ભવ જ જાલે; રહે શેલડી ઢાંકી રાખી, કેતી કાલ પરાલે? તેહવા ગુણ ધરવા અધીરા, જે પણ સૂવું ભાખી, જિનશાસન શોભાવે તે પણ, સુધા સંવેગ પાખી. ધન્ય તે મુનિવરા રે. –ઉપાધ્યાય શ્રી યશોવિજયજી 12 Jain Educationa International For Personal and Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ પૂ. શ્રી પુણ્યવિજયજી મહારાજ - પરમ પૂજ્ય શ્રી પુણ્યવિજયજી મહારાજ વિ. સં. ૨૦૨૭ના જેઠ વદ ૬ ને ૧૪મી જૂન, ૧૯૭૧ના રોજ મુંબઈમાં કાળધર્મ પામ્યા. “આગમપ્રભાકર” અને “શ્રુતશીલ”વારિધિનું બિરૂદ ધરાવનાર શ્રી પુણ્યવિજયજી મહારાજે જીવનભર આગમ-સંશાધનસંપાદનનું ભગીરથ કાર્ય કર્યું હતું. તેઓ મૃતસાહિત્યના મર્મજ્ઞ હતા. જૈન સાહિત્ય અને તેની હસ્તપ્રતે વિશેની તેમની જાણકારી એટલી બધી કે જૈન સાહિત્યના ક્ષેત્રે સંશોધનનું કાર્ય કરનારને તેમની પાસેથી જોઈતી માહિતી સરળતાથી તરત ઉપલબ્ધ થતી. એમના કાળધર્મ પછી મુંબઈમાં બીજે દિવસે સવારે તેમની પાલખી નીકળી હતી. એમાં હજારો માણસ જોડાયા હતા. જુદા જુદા વિસ્તારમાં ફરીને પાલખી વાલકેશ્વર બાણગંગાના સ્મશાનગૃહમાં આવી પહોંચી હતી. ત્યાં એમના પાર્થિવ દેહને જ્યારે અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા ત્યારે કેટલીયે વ્યક્તિઓની આંખમાંથી આંસુઓની ધારા વહી હતી. જે કેટલીક વડીલ અને પૂજનીય વ્યક્તિઓ મારા જીવનઘડતરમાં પ્રેરણારૂપ બની ગઈ છે તેમાં પરમ પૂજ્ય મુનિશ્રી પુણ્યવિજ્યજી મહારાજ અગ્રસ્થાન ધરાવે છે. એમની પ્રેરણ એ જ મને પ્રાચીન જૈન સાહિત્ય પ્રત્યે અને એથી પણ વિશેષ જૈનધર્મ અને તત્વજ્ઞાન પ્રત્યે અનુરાગી બનાળે છે. એમના આશીર્વાદથી જ જીવનમાં કેટલાંક કાર્યો હું સફળતા Jain Educationa International For Personal and Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ તિવિહેણ વામિ પૂર્વક પાર પાડી શકયો છું. એ માટે એમના પ્રત્યે હું હુંમેશાં ઘણા જ ઋણી રહ્યો છું. પૂજ્ય મહારાજસાહેબ સાથેના મારા પરિચય લગભગ ઢાઢ દાયકા જેટલેા હતા. એમનાં પહેલવહેલાં દશન મેં કર્યું' અમદાવાદમાં એરિએન્ટલ કૉન્ફરન્સ ભરાઈ ત્યારે. જૈન મુનિએ પણ આવી ફ્રાન્ફરન્સમાં રસ લે છે એ જાણીને ત્યારે મને આશ્ચર્ય થયેલું અને આપણા જ્ઞાનભડારા વિશે પૂ. મહારાજસાહેબે જે પ્રવચન કર્યું' તે સાંભળીને તે મારી મુગ્ધતાના પાર રહ્યો ન હતા! મારે પૂજ્ય મહારાજસાહેબના વધુ નિકટના સંપર્કમાં આવવાનું બન્યું ઈ. સ. ૧૯૫૫માં. એ વર્ષે અમદાવાદમાં સેન્ટ ઝેવિયસ કોલેજની સ્થાપના થઇ. મુંબઇની સે’ટ ઝેવિયસ કોલેજ તરફથી અમદાવાદની સેન્ટ ઝેવિયસ કૉલેજમાં ગુજરાતી વિષયના અધ્યાપક તરીકે સેવા આપવા માટે, એક વ માટે મને મેકલવામાં આવ્યા હતા. સવારની કૉલેજ હતી એટલે સમય પણ ઘણા મળતા હતા. રાજ સાંજે ‘સરિત કુ’જ’ બંગલામાં પ્રજ્ઞાચક્ષુ પૂજ્ય પડિતજી શ્રી સુખલાલજી પાસે હું જતા હતા. એમને એક-બે કલાક કઇંક વાંચી સંભળાવતા હતા. તે સમયે નલ-દમય તીની કથાના વિકાસ' એ વિષય પર શેાધનિબંધ લખવાના કાર્યાંના હજુ આરંભ જ મે' કર્યાં હતા. પૂજ્ય પંડિતજી સાથે એ વિષયની વાત નીકળતાં એમણે એ માટે પૂજ્ય પુણ્યવિજયજી મહારાજના સંપ સાધવાનું અને એમનું માર્ગદર્શન મેળવવાનું સૂચન કર્યુ. એ પ્રમાણે એક દિવસ બપારે હું જૈન સેાસાયટીના ઉપાશ્રયમાં For Personal and Private Use Only Jain Educationa International Page #16 -------------------------------------------------------------------------- ________________ પૂ. શ્રી પુણ્યવિજયજી મહારાજ પૂ. પુણ્યવિજયજી મહારાજ પાસે જઈ ચડ્યો. પૂ મહારાજ સાહેબને મેં વંદન કર્યા, પરંતુ વિધિસર વંદન કરતાં મને આવડતું નહોતું. પૂજ્ય મહારાજ સાહેબને મારો કઈ પરિચય ન હતું, પરંતુ પ્રથમ મુલાકાતે જ એમણે મારી સાથે કોઈ સ્વજનની જેમ ખૂબ ઉમળકાભેર વાત કરી. તેથી હું અત્યંત આનંદિત થઈ ગયે. એમના આવકારે મારું હૃદય જીતી લીધું. પિતાના કામમાંથી સમય કાઢી એમણે મારે માટે પુષ્કળ સમય આપે. અને તે જ વખતે એમણે મારું કંઈ પણ ઠામઠેકાણું લીધા વિના મને મધ્યકાલીન જૈન કૃતિઓની બે હસ્તપ્રતે આપી. એમણે મારામાં મૂકેલા આ અસાધારણ વિશ્વાસને કારણે હું એમના વ્યક્તિત્વથી વધારે આકર્ષાયે. અને પછી તે એમને વંદન કરવાને તથા એમનું માર્ગદર્શન મેળવવાને જૈન સેસાયટીના ઉપાશ્રયે જવાને મારો રેજને કાર્યક્રમ બની ગયે. એ દિવસમાં અમેરિકાથી ડે. નર્મન બ્રાઉનના વિદ્યાથી . અને બેન્ડર કાલકાચાર્ય કથા ઉપર સંશોધન કરવા માટે અમદાવાદમાં આવીને રહ્યા હતા. મહારાજશ્રી અને એમની વચ્ચે ભાંગ્યાતૂટ્યા અંગ્રેજીમાં વ્યવહાર ચાલતે જરૂર પડે તે તેઓ કેઈકને બેલાવી લેતા. એક દિવસ હું ગયે અને દુભાષિયા તરીકે મારે કામ કરવાનું આવ્યું એથી બંનેને સરળતા રહી. હું ઉપાશ્રયની પાસે જ ત્રણ-ચાર મિનિટના રસ્તે રહેતું હતું. મારે સવારે સાતથી દસ સુધી કોલેજમાં ભણાવવાનું હતું. એટલે આખો દિવસ સમય મળત. આથી . બેન્ડર અમદાવાદમાં રહ્યા ત્યાં સુધી રોજેરેજ Jain Educationa International For Personal and Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ તિવિહેણ વંદામિ દુભાષિયા તરીકે જવાનું મેં ચાલુ કર્યું. ઠે. બેન્ડરે કષિવર્ધનકૃત “નલરાય દવદંતી ચરિત'નું સંપાદન કર્યું હતું. એટલે મારા શેધનિબંધ માટે એ સંપાદન પણ ઉપગી થઈ પડયું અને ડો. બેન્ડર સાથે પછીથી તે એવી મૈત્રી. બંધાઈ કે ભારતમાં જ્યારે જ્યારે આવે ત્યારે મારો સંપર્ક કર્યા વગર રહે નહિ. મુંબઈ યુનિવર્સિટીમાં મેં એમનાં વ્યાખ્યાને પણ ગોઠવેલાં. નળ દમયંતીની કથા વિશેના શોધનિબંધની પૂર્વતૈયારીમાં મેં જે કેટલીક કૃતિઓ નાંધી હતી તેમાં સમયસુંદરકૃત “નલ– દવદતી રાસ પણ હતો. પરંતુ એ કૃતિ અપ્રગટ હતી એટલે હસ્તપ્રતને આધારે એને અભ્યાસ કરવાનું હતું. હસ્તપ્રતની લિપિ બરાબર વાંચતાં મને આવડતું નહોતું. પૂજ્ય મહારાજસાહેબ પાસેથી એ મને શીખવા મળ્યું, એટલું જ નહિ, એમની પ્રેરણાથી સમયસુંદરની એ કૃતિનું સંપાદન કરવાનું કાર્ય પણ મેં હાથ ધર્યું, જેમાં પૂજ્ય મહારાજસાહેબના શિષ્ય પૂજ્ય દર્શનવિજયજી મહારાજે પણ ઘણી સહાય કરી. પૂજ્ય પુણ્યવિજયજી મહારાજના હાથ નીચેની તાલીમને પરિણામે એ સંપાદન સારી રીતે તૈયાર થઈ શકયું. એથી જ એ જ્યારે પુસ્તકરૂપે પ્રગટ થયું ત્યારે મેં એ પુસ્તક એમને અર્પણ કર્યું હતું. આમ જૂની ગુજરાતી ભાષામાં લખાયેલી જૈન રાસાદિ કૃતિઓના સંશોધન-સંપાદનના ક્ષેત્રમાં પૂજ્ય મહારાજ સાહેબે જ મને પ્રવેશ કરાવ્યું અને એમની જ પ્રેરણાથી ત્યારપછી મેં ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજીકૃત જબૂસ્વામી રાસ'નું સંપાદન પણ તૈયાર કરી પ્રકાશિત કર્યું. Jain Educationa International For Personal and Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧ થી પુણ્યવિજયજી મહારાજ એમાં મહારાજશ્રીએ આશીર્વચન લખી આપ્યાં હતાં. ઈ. સ. ૧૯૫૫-૫૬માં અમદાવાદની સેંટ ઝેવિયર્સ કોલેજમાં એક વર્ષ કામ કરી મારે મુંબઈ પાછા ફરવાનું થયું. પૂજ્ય મહારાજસાહેબને વંદન કરવા ગયે ત્યારે મારો ધર્મ પ્રત્યે અનુરાગ વધતે જોઈને એમણે મને સંભારણા તરીકે એક પ્રાચીન કલાત્મક સિદ્ધચક્રજીની ભેટ આપી, જેના નિત્ય દર્શન-વંદનને પરિણામે, મારે પ્રામાણિકપણે કહેવું જોઈએ કે, મને જીવનમાં અસાધારણ લાભ થયા છે. મુંબઈ આવીને પૂજ્ય મહારાજસાહેબ સાથે પત્રવ્યવહાર દ્વારા સંપર્ક રાખવાને પ્રયત્ન કર્યો, પરંતુ સૌને હશે એ જ અનુભવ મને થયું હતું. પૂજય મહારાજસાહેબની આ એક જાણીતી ખાસિયત હતી, કે તેઓ કેઈની સાથે સામાન્ય રીતે પત્રવ્યવહાર રાખતા નહિ. ટપાલટિકિટને બને તેટલે ઓછામાં ઓછે પરિગ્રહ અને સંઘને ઓછામાં ઓછું ખર્ચ કરાવવાની ભાવનામાંથી આ વૃતિ જન્મેલી મનાય છે. પરંતુ અનિવાર્ય હોય ત્યારે પૂજ્ય મહારાજસાહેબ અવશ્ય પત્રને જવાબ આપે છે, એ પણ મને અનુભવ થયો હતે. મેં જ્યારે ધાર્મિક કે સાહિત્યિક વિષયની કેઈ અગત્યની બાબત વિશે એમનું માર્ગદર્શન મંગાવ્યું હોય ત્યારે ત્યારે અચૂક તેમના તરફથી સ્વચ્છ અને મરોડદાર અક્ષરે મુદ્દાસર અને ચીવટપૂર્વક લખેલે પત્ર મળ્યું હોય મહારાજશ્રીએ અમદાવાદમાં ઘણું ચાતુર્માસ કર્યા. પિતાની તબિયતને કારણે તથા આગમસંશોધન માટે જરૂરી ગ્રંથ, હસ્તપ્રત વગેરેની અનુકૂળતાને કારણે અમદાવાદમાં Jain Educationa International For Personal and Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ તિવિહેણ વંદામિ એમને વિશેષ ફાવતું. એમનાં બા–મહારાજ, સાધ્વી શ્રી રશ્રો પણ અમદાવાદમાં હતાં એટલે એમની ખબરઅંતર પૂછવાની દૃષ્ટિએ પણ અમદાવાદ અનુકૂળ હતું. મહારાજશ્રીને નાની ઉંમરથી સંગ્રહણીને રેગ થઈ ગયું હતું અને ઘણું ઉપચાર કરવા છતાં સંપૂર્ણ પણે આરામ થતું નહિ. મહારાજશ્રી પાસે શરૂઆતમાં એક દિવસ હું બેઠે હતું ત્યારે મેં જોયું કે તેઓ લઘુશંકા માટે જાય, પણ ઘણું વાર લાગે. એક દિવસ સહજ જિજ્ઞાસાથી મેં પૂછયું ત્યારે એમણે કહ્યું કે સંગ્રહણના રોગને કારણે હવે શરીર એટલું નબળું પડી ગયું છે કે શૌચની બંને કિયા-લઘુશંકા અને વડીશંકાએક સાથે જ થાય છે. પોતાની આવી શારીરિક અવસ્થા હેવા છતાં જીવનભર તેમણે પૂર્ણ સ્વસ્થતાપૂર્વક ઘણું ભગીરથ સંશોધનકાર્ય કર્યું. મહારાજશ્રીના મુખ્ય શિષ્ય અને એમના અંગત મંત્રી જેવા પૂ. શ્રી રમણીકવિજયજી મહારાજ હૃદય રોગની તકલીફને કારણે વહેલા કાળધર્મ પામ્યા. પૂજ્ય બામહારાજ પણ સુદીર્ઘ દીક્ષા પર્યાય પછી વિ. સં. ૨૦૨૨માં અમદાવાદમાં કાળધર્મ પામ્યાં હતાં. • મહારાજશ્રીના હાથ નીચે પ્રાકૃત ભાષા, લિપિ, જેના ધર્મ વગેરે વિષયમાં પાટણ અને અમદાવાદમાં કેટલીક વ્યક્તિઓને સારી તાલીમ મળી હતી. ડે. ભોગીલાલ સાંડેસરા, ડે. ઉમાકાન્ત શાહ, પંડિત અમૃતલાલ ભેજક, પંડિત લક્ષમણભાઈ વગેરે એમની પાસે સારી રીતે તૈયાર થયા હતા. મહારાજશ્રી પાસે તાલીમ લેવાને મને પણ સારો લાભ મળે. ઈ. સ. ૧૯૫૫થી ૧૯૭૦-૭૧ સુધી ક્યારેય એવું Jain Educationa International For Personal and Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ પૂ. શ્રી પુણ્યવિજયજી મહારાજ નહિ બન્યું હોય કે વરસમાં બે-ચાર વખત અમદાવાદ જઈને મહારાજશ્રીની સાથે કલાકે ગાળ્યા ન હોય, પ. પુણ્યવિજયજી મહારાજ કપડવંજના વતની હતા. એમનું જન્મ-નામ મણિલાલ હતું. એમના પિતાનું નામ ડાહ્યાભાઈ દોશી અને માતાનું નામ માણેકબહેન હતું. મહારાજશ્રીને જન્મ વિ. સં. ૧૯પરના કારતક સુદ પાંચમને દિવસે, એટલે કે જ્ઞાનપંચમી અથવા લાભપંચમીને દિવસે થયે હતે. એ પણ કે સુંદર ગાનુયોગ હ ! ડાહ્યાભાઈ દોશીની આર્થિક સ્થિતિ સાધારણ હતી. એટલે તેઓ નોકરી માટે મુંબઈ રહેતા અને કપડવંજ આવ-જા કરતા. પરંતુ એ દિવસે માં મુંબઈનાં હવા-પાણી સારાં ગણતાં નહિ. એટલે ડાહ્યાભાઈની તબિયત નરમગરમ રહેતી. માણેકબહેનને એક પછી એક એમ પાંચ સંતાને થયેલાં, પણ તેમાંથી ચાર તે બાળવયમાં જ ગુજરી ગયેલાં. સદ્ભાગ્યે મણિલાલ બચી ગયેલા. વળી મણિલાલ એક ઘાતમાંથી પણ ઊગરી ગયેલા. એક દિવસ કપડવંજમાં એ આખી શેરીમાં મોટી આગ લાગેલી અને તેમાં માણકબહેનનું ઘર પણ ઝડપાયું. તેઓ તે વખતે બાળકને ઘરમાં એકલે રાખી નદીએ કપડાં છેવા ગયેલાં. આગ લાગી તે વખતે બાળક મણિલાલના રડવાનો અવાજ સાંભળી પસાર થતા કોઈ એક વહેરા સદુગૃહસ્થ આગવાળા ઘરમાં પહોંચી ગયા અને મણિલાલને બચાવીને પિતાને ઘરે લઈ ગયા. માણેકબહેન જ્યારે નદીએથી પાછાં આવ્યાં ત્યારે પિતાના ઘરને આગ લાગેલી જોઈને ડઘાઈ ગયાં અને રડવા લાગ્યાં. એમણે ત્યારે માન્યું કે પિતાને Jain Educationa International For Personal and Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ તિવિહેણ વંદમ એકને એક દીકરે પણ આગમાં બળી ગયે. એમણે તે રોકકળ કરી મૂકી. બાળકને લઈ જનાર વહોરાએ આખે દિવસ એને દૂધ તથા ખાવાનું આપીને એને સાચવ્યું, પણ શત સુધી કે લેવા ન આવ્યું એટલે બાળકને લઈને તેઓ ઘરે ઘરે તપાસ કરવા નીકળ્યા. તે વખતે મણિલાલ જીવતા છે એ જાણીને અને જોઈને માણેકબહેનના આશ્ચર્યાનંદને પાર ન રહ્યો. બાળકને છાતીસરસ ચાંપતાં એમની આંખમાંથી હર્ષાશ્રુ વહ્યાં. સત્તાવીસ વર્ષની ઉંમરે માણેકબહેનના જીવનમાં એક ભારે મોટો આઘાત આવી પડ્યો. એમના પતિ ડાહ્યાભાઈનું અકાળ અવસાન થયું. વૈધવ્યનું ભારે દુઃખ માણેકબહેનને માથે આવી પડયું. આવી વિષમ સ્થિતિમાં ધર્મનું શરણું આશ્વાસનરૂપ બની જાય. માણેકબહેન ધર્મ તરફ વળી ગયાં. દીકરાને શાળામાં ભણવા મોકલ્યા. દીકરો મેટો થાય પછી પિતે દીક્ષા લઈ સંયમજીવન ગાળવું એવી ભાવના તેઓ સેવવા લાગ્યાં. એમ કરતાં મણિલાલ ચૌદેક વરસની ઉંમરના થયા. માણેકબહેનને દ્વિધા હતી કે મણિલાલને કેના હાથમાં સંપીને દીક્ષા લેવી? બીજી બાજુ મણિલાલની રુચિ અને પ્રકૃતિ જોતાં એમને લાગ્યું કે મણિલાલને જાણે ઘરસંસાર કરતાં સંયમને માર્ગે વાળવામાં આવે તે તેઓ જીવનને વધુ સાર્થક અને ઉજજવળ કરી શકશે. કિશેર મણિલાલે પણ એ માટે હર્ષ પૂર્વક સંમતિ દર્શાવી. આથી વિ સં. ૧૯૬૫ના મહા વદ પાંચમના રોજ છાણ(વડોદરા પાસે)માં મુનિવર્ય શ્રી ચતુરવિજયજી પાસે મણિલાલને દીક્ષા આપવામાં Jain Educationa International For Personal and Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ પૂ. શ્રી પુણ્યવિજયજી મહારાજ આવી ! મણિલાલનું નામ રાખવામાં આવ્યું ‘મુનિ પુણ્યવિજયજી.’ મણિલાલની દીક્ષા પછી માણેકખહેને ઘરની બધી જવામદારીએ અને બીજી બધી વ્યવસ્થા સમેટી લીધી. પછી તેઓ પાીતાણા ગયાં. ત્યાં મેહનલાલજી મહુારાજના સમુદાયમાં એમણે દીક્ષા લીધી. એમનું નામ રાખવામાં આવ્યું સાધ્વી શ્રો રત્નશ્રી. આમ, માતા અને પુત્ર બને સયમના પથે વળ્યાં. દીક્ષા પછી પૂ. પુણ્યવિજયજી મડ઼ારાજે પોતાના ગુરુ શ્રી ચતુરવિજયજી મહારાજ પાસે તથા દાદાગુરુ પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજ પાસે સારા અભ્યાસ કર્યાં. તદુપરાંત એમણે પૂ. સાગરાનંદજી મડારાજ, પૂ. લાવણ્યવિજયજી મહા રાજ, પડિત સુખલાલજી, શ્રી કુંવરજી આણુજી પતિ નિત્યાનંદ શાસ્ત્રી, પંડિત ભાઈલાલભાઈ, પડિત વીરચંદભાઈ મેઘજી વગેરે પાસે સંસ્કૃત, પ્રાકૃત, અર્ધમાગધી, અપભ્રંશ, જૂની ગુજરાતી વગેરે ભાષાઓના, શાસ્રગ્ર'થાના, જુદા જુદા સૈકાની લિપિના તથા હસ્તપ્રતાના સ'શેાધન-સ'પાદનની પદ્ધતિને ઘણા ઊંડા અભ્યાસ કર્યો. જૈન દર્શન ઉપરાંત અન્ય દનાનું પણ એમણે સારું અધ્યયન કર્યું. મહારાજ શ્રીની વિદ્વત્તાને સમાજને અને વિશેષતઃ સુશિક્ષિત વર્ગને સારા પરિચય થયા. તે એટલે સુધી કે પેતે કૉલેજ-યુનિ વર્સિટીમાં અભ્યાસ કર્યાં ન હોવા છતાં જુદી જુદી યુનિ. વર્સિટીએ તરફથી તેમની પીએચ.ડી.ના પરીક્ષક તરીકે નિમણૂક થતી. ઇ. સ. ૧૯૬૧માં કાશ્મીરમાં ભરાયેલ્લી આલ Jain Educationa International For Personal and Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ તિવિહેણ દામિ ઇન્ડિયા એરિએન્ટલ કૅાન્ફરન્સના પ્રાકૃત અને જૈનધર્મ વિભાગના અધ્યક્ષ તરીકે એમની નિમણૂક થઇ હતી. પોતે તે ત્યાં જઈ ન શકે પણ પોતાના અધ્યક્ષ તરીકેના તે વિશેના લેખ એમણે મોકલી આપ્યા હતા. એમના માદન માટે નોર્મન બ્રાઉન, અરનેસ્ટ એન્ડર વગેરે વિદેશના વિદ્વાને આવતા. અમેરિકાની આરિએન્ટલ સોસાયટીએ મહા રાજશ્રીની માનદ સભ્ય તરીકે નિમણૂક કરી હતી, એ જેવુંતેવું બહુમાન ન ગણાય. 10 . ખળબ્રહ્મચારી, લાંબા દીક્ષાપર્યાયવાળા, સંમયની આરા ધનામાં મગ્નચિત્ત, જ્ઞાનવૃદ્ધ અને તાવૃદ્ધ સ્થવિર પૂજ્ય મહુારાજસાહેબે પોતાની તબિયતની પણ દરકાર કર્યાં વગર પાટણ, જેસલમેર, અમદાવાદ વગેરે સ્થળે જૈન ભડારાની હસ્તપ્રતને વ્યવસ્થિત કરવાનું અમૂલ્ય કાર્ય કર્યું છે. અસહ્ય ગરમીમાં, માથે ભીનું `તું મૂકીને ધીખતા પતરા નીચે એસીને ભરબપોરે જ્યારે એમને મૈ અમદાવાદમાં દેવસાના પાડાના ઉપાશ્રયમાં પ્રસન્ન ચિત્તે કાર્યો કરતા જોયા ત્યારે ત મારું મસ્તક એમના ચરણામાં નમી પડ્યું હતું. એમના અથાગ પરિશ્રમયુક્ત અવિરત કાને કારણે તેમજ ચારિત્ર્યની શ્રેષ્ઠતાને કારણે કોઈ સંઘે કે સમાજે તે વર્ષોથી ઉપાશ્રયમાં પેાતાના વાધ્યાય-સંશાધનના કામને માટે લાઈટના ઉપયોગ કરતા હોવા છતાં તેના વિરોધ કે ઊહાપાત કર્યાં નથી, પૂજ્ય મહારાજસાહેબની આત્મિક શક્તિ એટલી પ્રબળ હતી કે અડધી રાત સુધી કાર્ય કર્યુ હોય અને રાતના એક-બે કલાકની ઊંઘ મળી હાય તો પણ બીજે દિવસે સવારે Jain Educationa International For Personal and Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ પૂ. શ્રી પુણ્યવિજયજી મહારાજ તેઓ એવા જ સ્વસ્થ અને પ્રસન્ન હોય અને દિવસે આરામ લેવાની એમને જરૂર પણ ન હોય. આવી રીતે એકાદ દિવસ નહિ, દિવસના દિવસ સુધી, મહિનાઓ સુધી કાર્ય કરવાની અસાધારણ શક્તિ તેઓ ધરાવતા હતા. જેન કે શું બૌદ્ધ, શું હિન્દુ કે શું ખ્રિસ્તી, દરેક ધર્મ કે સંપ્રદાયના ત્યાગી સાધુઓમાં પણ જોવા મળે છે. લેકેષણાની અભીસા. ત્યાગી મહાત્માઓની લેકપ્રશંસા આપોઆપ જ થવા લાગે છે, તેમ છતાં સમય જતાં ક્યારેક કેટલાકમાં વધુ લેકેષણાની વાસના જાગે છે, પરંતુ પૂજ્ય મહારાજ સાહેબે એના ઉપર વિજય મેળવ્યું હતું. પિતાને આગ્રહપૂર્વક સહજ રીતે મળતી આચાર્યની પદવીની પણ એમણે ખેવના કરી હતી, તે બીજી લેકેષણની તે વાત જ શી કરવી? મહારાજશ્રીની વિનમ્રતાને એક પ્રસંગ મારા ચિત્તપટમાં હંમેશાં અંકિત રહેલે છે. ઈ.સ. ૧૯૬૩ના અરસામાં પૂ. શ્રી હેમસાગરસૂરિએ “કુવલયમાળા” નામના ગ્રંથના અનુ. વાદ તથા સંશોધન-સંપાદનનું કાર્ય મને સોંપ્યું હતું. તે વખતે કેટલાક સમાસયુક્ત પ્રાકૃત શબ્દોના અર્થ બરાબર બેસતા નહિ, એટલે પૂ. હેમસાગર મહારાજે સૂચન કર્યું કે એ માટે મારે પૂજ્ય પુણ્યવિજયજી મહારાજનું માર્ગદર્શન મેળવવું. એ પ્રમાણે એક દિવસ હું જ્યારે અમદાવાદ ગયેલે. ત્યારે પૂ. પુણ્યવિજયજી મહારાજ પાસે તે કામ માટે લુણસા વાડાના ઉપાશ્રયે રાત્રે આઠેક વાગે પહેર્યો હતે. મહારાજ શ્રી પાસે શબ્દોના અર્થની ચર્ચા કરતાં કરતાં રાતના લગભગ Jain Educationa International For Personal and Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ તિવિહેણ વંદસિ દેઢ વાગી ગયા હશે. બધા અર્થ બરાબર સંતકારક રીતે બેસી ગયા. કામ પત્યું એટલે મહારાજશ્રી પાસે માંગલિક સાંભળીને હું નીકળતું હતું. તે વખતે મહારાજશ્રીએ કહ્યું, રમણભાઈ, મુંબઈ પહોંચે એટેલે હમસાગરસૂરિને મારી વંદના કહેજો.” મેં કહ્યું, ‘પણ મહારાજશ્રી, હેમસાગરસૂરિ તે આપના કરતાં ઉંમરમાં, દક્ષા પર્યાયમાં, જ્ઞાનમાં ઘણા જ નાના છે. આપની વંદના હેય?” એમણે કહ્યું, “એ ગમે તે હોય, પણ તેઓ આચાર્ય છે અને હું મુનિ છું. એટલે મારે જ એમને વંદના કરવાની હોય!” મહારાજશ્રીની આવી ઉચ્ચ, ઉદાત્ત, વિનમ્ર ભાવનાથી હું બહુ પ્રભાવિત થયે હતે. જીવનનાં વિવિધ ક્ષેત્રમાં મહાન ગણાતી કેઈ કોઈ વ્યક્તિઓના નિકટના સંપર્કમાં આવવાની જ્યારે આપણને તક મળે છે ત્યારે તે દરેકને આપણે અનુભવ એકસરખે નથી હેતે. કેટલીક મહાન ગણાતી વ્યક્તિઓના નિકટના સંપર્કમાં જેમ જેમ આપણે આવીએ છીએ અને જેમ જેમ એમની વિશ્વસનીય વ્યક્તિ બનીએ છીએ તેમ તેમ એ મહાપુરુષમાં રહેલાં અહંકાર, દંભ, ઉગ્ર રાગદ્વેષ, સંકુચિત અને સ્વાર્થપરા યણ દષ્ટિ, ખટપટ, ચારિત્ર્યની શિથિલતા, ઉપદેશ અને વર્તન વચ્ચેની વિસંવાદિતા ઇત્યાદિ આપણી નજરે ચડવા લાગે છે. અને વખત જતાં લેકદષ્ટિએ મહાન ગણાતા એ પુરુષમાં વામન પુરુષનું આપણને દર્શન થતું જાય છે. બીજી બાજુ કેટલાક એવા ખરેખર મહામા આ હોય છે કે જેમના નિકટના સંપર્ક માં જેમ જેમ આપણે આવતા જઈએ તેમ તેમ તેમના ચારિત્ર્યનાં આપણને ખબર ન હોય એવા ઉજજવળ Jain Educationa International For Personal and Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ પૂ. શ્રી પુણ્યવિજયજી મહારાજ પાસાંઓનું વધુ ને વધુ સુભગ દર્શન આપણને થતું જાય છે. પરમ પૂજ્ય પુણ્યવિજયજી મહારાજ સાહેબના જેમ જેમ. નિકટના પરિચયમાં મારે આવવાનું થતું ગયું તેમ તેમ એમના જીવનનાં અત્યંત ઉજજવળ પાસાંઓનું વધુ ને વધુ સરસ દર્શન મને હમેશાં થતું ગયું હતું. મુંબઈ શહેરમાં એમના વિહાર દરમિયાન મહારાજશ્રી. મારા પાટીના ઘરે પગલાં કરી ગયા હતા, પરંતુ વાલકેશ્વરના ચાતુર્માસ દરમિયાન મારે એમને જેટલે લાભ લે જોઈને હતે તેટલે, કૌટુંબિક અને વ્યાવસાયિક જવાબદારીઓને. કારણે, લઈ શક્યો નહોતે. હું ઘણી વાર રાત્રે દસ વાગે એમની પાસે જતે, અને બાર–એક વાગ્યા સુધી બેસતે. તેઓ અડધી રાત સુધી ઘણુંખરું જાગતા જ હોય અને કંઈક લેખન-વાંચન કરતા જ હેય. એ અરસામાં નાનાં ટેપરેકર્ડર નિકળ્યાં હતાં. મેં એમની વાતે, ઉપદેશવચને, અનુભવે, કેટલાંક તેત્રે વગેરે રેકર્ડ કરી લીધાં હતાં. એમની શ્રદ્ધાંજલિ. સભામાં મેં જ્યારે આરંભમાં અને અંતે મહારાજશ્રીની વાણી સંભળાવી ત્યારે સૌ શ્રોતાઓ આશ્ચર્યમુગ્ધ થઈ ગયા હતા. મુંબઈમાં બીજા ચાતુર્માસ પછી મહારાજશ્રીની બીમારી વધી જતાં એમને જ્યારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ત્યારે સેંટ ઝેવિયર્સ કોલેજમાંથી સાંજે છૂટીને હું એમની ખબર જોવા જ. જે દિવસે રાત્રે તેઓ કાળધર્મ પામ્યા તે દિવસે મારે એમને મળવાને વેગ નહિ હોય. કોલેજથી છૂટીને લગભગ સાડા સાત વાગે હું એમની પાસે જવા. Jain Educationa International For Personal and Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ તિવિહેણ વંદામિ નીકળે. પોંચવા આવ્યું ત્યાં એ આખા વિસ્તારની લાઈટ ગઈ. હોસ્પિટલના મકાનમાં અંધારું વ્યાપી ગયું. લિફટ બંધ થઈ ગઈ. વીસેક મિનિટ રાહ જેવા છતાં લાઈટ આવી નહિ, એટલે નિરાશ થઈ, બીજે દિવસે જવાને વિચાર કરી ત્યાંથી ઘરે આવવા મેં બસ પકડી. ડી વાર થઈ ત્યાં લાઈટ ચાલુ થઈ, પણ હવે બસમાંથી ઊતરી પાછા ફરવાનું મન ન થયું. હું ઘરે આવ્યો ત્યાં કલાકમાં જ સમાચાર આવ્યા કે મહારાજશ્રી કાળધર્મ પામ્યા છે. એ સમાચાર સાંભળતાં જ મેં જાણે વજાઘાત અનુભવ્યું. જીવનને એક આધારસ્તંભ ગુમાવ્યા જેવું લાગ્યું. અંતિમ મિલનને અવસર ચૂક્યાને વસવસે મનમાં રહી ગયે. વિદ્વત્તા, ઉદારતા, સમતા અને વત્સલતાના અવતાર સમ પૂજ્ય શ્રી પુણ્યવિજયજીના કાળધર્મથી મારું તે એક આશ્રયસ્થાન ચાલ્યું ગયું એવું મને લાગ્યું. એમની વાત્સલ્યસભર વાણી અને મધુર સ્વરે થતા વાર્તાલાપનું શ્રવણગુંજન તે હજુ પણ થયા કરે છે. આવી એ વંદનીય પ્રેરણામૂતિને આપણી કેટિશ વંદના હો! Jain Educationa International For Personal and Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ પૂ. શ્રી વિજયરામચન્દ્રસૂરિજી મહારાજ સુવિશાલ ગચ્છાધિપતિ, સંઘ-સ્થવિર, જૈન શાસનના મહાન તિર્ધર, યુગપુરૂષ, પરમ ગીતાર્થ પૂજયપાદ આચાર્ય દેવ શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ ૯૬ વર્ષની ઉંમરે અમદાવાદમાં સં. ૨૦૪૭ના અષાઢ વદ ૧૪. (તા. ૯-૮-૧૯૯૧) ના રોજ અરિહંત પરમાત્માના ધ્યાનમાં મગ્ન બનીને સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. એમના સ્વર્ગવાસથી જૈન શાસનને એક મહાન આચાર્યપ્રવરની ભેટ પડી છે. છેલ્લાં ત્રણેક વર્ષથી એમની તબિયત નબળી રહેતી હતી, તેમ છતાં તેઓ અપ્રમત્ત રહેતા. તેઓ રાત્રે માત્ર બે કલાકની નિદ્રા લેતા અને ધ્યાનમાં તથા જાપમાં સમય વિતાવતા. આવી વૃદ્ધાવસ્થામાં પણ તેઓ નવી નવી ગાથાઓ કંઠસ્થ કરતા. સં ૨૦૪૬નું ચાતુર્માસ ખંભાતમાં કરી તેઓ અમદાવાદ પધાર્યા હતા અને અંતિમ શિષ્ય મુનિ હિતરુચિવિજયની દીક્ષા પછી સાબરમતીમાં ચાતુર્માસ માટે પધાર્યા હતા. - પ. પૂ. સ્વ. વિજયરામચંદ્રસૂરીશ્વરજીનું ૭૯ વર્ષનું સુદીર્ઘ દીક્ષા જીવન સંખ્યાબંધ મહત્વની ઘટનાઓથી સભર હતું. એમનું જીવન એટલે ઇતિહાસ. છેલ્લા સૈકામાં થઈ ગયેલા મહાન જૈનાચાર્યોને ઈતિહાસ પ. પૂ. રામચંદ્રસૂરીશ્વરજી ના જીવન અને કાર્યની નોંધ વિના અધૂરો ગણાય. Jain Educationa International For Personal and Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ તિવિહેણ વદ્યાિ ૫ પૂ. ગચ્છાધિપતિના નિકટના સપમાં આવવાનું મારે છેલ્લાં ઘેાડાં વર્ષોમાં વિશેષ બન્યું. એક રીતે કહીએ તે અમારા સબધ એક જુદી જ ભૂમિકા ઉપરના હતા. મારું વતન પાદરા છે. પ. પૂ. વિજય રામચ'દ્રસૂરીશ્વરજી પાદરાના વતની હતા. એક જ ગામના વતની તરીકેના અમારો સબધ, બીજા ભક્તો જેટલા ગાઢ નહિ તે પણ સહેજ જુદી કોટિના હતા. મારા પિતાજી શ્રી ચીમનલાલ અમૃતલાલ શાહની હાલ ઉંમર ૯૬ વર્ષીની છે. તેએ અને પૂ. રામચ'દ્રસૂરિ સહાધ્યાયી હતા. ૧ પ.પૂ રામચદ્રસૂરિ અને મારા પિતાશ્રીના ઉછેર પાદરા ગામમાં સાથે થયા હતા. પાદરામાં તે અનેએ સરકારી (ગાયકવાડી) શાળામાં પ્રાથમિક શિક્ષણ સાથે લીધું હતું. મારા પિતાશ્રીનાં સ`સ્મરણેા હજુ પણ તાજા' છે. કાળધર્મના થાડા દિવસ પહેલાં જ સ્વ. પૂ. રામચંદ્રસૂરિએ પાદરાના એક વતની શ્રી. મેાતીલાલ કસ્તુરચંદ સાથે મારા પિતાશ્રીને ધર્મલાભ કહેવડાવ્યા હતા. રામચ’દ્રસૂરિના જન્મ એમના મેાસાળના ગામ દેડવાણમાં વિ. સ’. ૧૯૫૨ના ફાગણ વદ ૪ ના રાજ થયા હતા. એમનું નામ ત્રિભુવન રાખવામાં આવ્યું હતું. એમના પિતાનું નામ છેઠાલાલ અને માતાનું નામ સમરથમહેન હતું. બાળક ત્રિભુવનના જન્મ પછી માતા પિયરથી પાદરા આવે તે પહેલાં તે પિતાશ્રી છોટાલાલનું અવસાન થયું હતું. છેટાલાલને બીજા બે ભાઇઓ હતા. છેોટાલાલની માતાનું નામ (ત્રિભુવનની દાદીમાનું નામ) રતનમા હતું. એમના કુટુ'બમાં બાળકે Jain Educationa International For Personal and Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧૭ પૂ. શ્રી વિજયરામચન્દ્રસૂરિજી મહારાજ જીવતાં રહેતાં હતાં. જે બાળક જીવી જાય તેને કેઈની નજર ન લાગે તે માટે વિડિત્ર નામ પાડવાની પરંપરા ગામડાંઓમાં હજુ પણ ચાલી આવે છે. આથી બાળક ત્રિભુવનને માતા તથા દાદીમા “સબૂડ’ કહીને બેલાવતાં. પાદરામાં ઝંડા બજાર તરફ આવેલી સરકારી શાળા પાસેની એક ખડકીમાં રતનબાનું કુટુંબ એક નાનકડા ઘરમાં રહેતું. તેમની આર્થિક સ્થિતિ સાધારણ હતી. થડા વખત પછી ત્રિભુવનની માતા સમરથ મરકીના રેગમાં મૃત્યુ પામ્યાં. ત્યારે ત્રિભુવનની ઉંમર સાત વર્ષની હતી. ત્રિભુવને પાદરાની સરકારી શાળામાં અભ્યાસ ચાલુ કર્યો. તે જમાનામાં છેકરાઓમાં અડધી ચદી કે પાયજામા પહેરવાનો રિવાજ હજુ ચાલુ થયે નહેતે. ખમીશ, ધેતિયું અને માથે ટોપી પહેરીને શાળામાં વિદ્યાથીએ જતા. મારા પિતાશ્રી અને ત્રિભુવન એક વર્ગમાં ભણતા. શાળામાં હજુ પીવાના પાણીની વ્યવસ્થા થઈ નહતી એટલે છોકરાઓ આસપાસનાં ઘરમાં જઈને પાણી પી આવતા. ત્રિભુવનનું ઘર શાળાની નજીક હતું એટલે કેટલાક જૈન છોકરાઓ ત્રિભુ વનના ઘરે પાણી પીવા જતા. શાળામાં ત્યારે હેડમાસ્તર તરીકે રણછોડરાય નામના શિક્ષક હતા. બીજા શિક્ષકેમાં વિશ્વનાથ, ભૂલાભાઈ, વલ્લભભાઈ, મગનલાલ વગેરે હતા. મોહનલાલ નામના એક માસ્તરને એમના ચકલી જેવા નાકને કારણે ગામના બધા લેકે મેહન ચકલી અથવા “ચકલી માસ્તર' કહીને બોલાવતા. Jain Educationa International For Personal and Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Sા. તિવિહેણ વંદામિ ખુદ માસ્તર પિતે પણ પિતાને “ચકલી માસ્તર' તરીકે ઓળખાવતા. ભણાવવામાં તેઓ ઘણા હોંશિયાર હતા. ત્રણ પેઢી સુધીના વિદ્યાર્થીઓને તેમણે ભણવેલા. આ ચકલી માસ્તર પાસે મારા પિતાશ્રી સાથે ત્રિભુવને પણ અભ્યાસ કર્યો હતે. એ દિવસમાં પાદરામાં અંગ્રેજી શાળા ચાલુ થઈ ગઈ હતી. ઘણાખરા વિદ્યાથીઓ છ ધેરણ સુધીને વર્નાક્યુલર ફાઈનલને અભ્યાસ કરતા. કેટલાક વિદ્યાથીઓ ચેથા ઘેર પછી અંગ્રેજી શાળામાં ફર્ટ સ્ટાન્ડર્ડમાં દાખલ થતા ત્રિભુવને છઠ્ઠા ધોરણ સુધી અભ્યાસ ચાલુ રાખેલે. મારા પિતાશ્રી ચોથા ધોરણ પછી અંગ્રેજી શાળામાં (ટાવરવાળી શાળામાં) દાખલ થયેલા. એ દિવસોમાં મુંબઈથી અમદાવાદ અને દિલ્હી સુધીની બ્રેડગેજ રેલવે લાઈન ચાલું થઈ ગયેલી. ભારતની રેલવેનું આયેાજન સિમલાનું રેલવે બોર્ડ કરતું. મુંબઈથી ઊપડેલી ટ્રેન વડોદરા રાજ્યમાંથી પસાર થઈ દિલ્હી જતી. એટલે રેલવે બેડે એ વિભાગની ટ્રેન માટે “બી. સી. આઈ. રેલવે એવું નામ રાખવા વિચારેલું. બી. સી. આઈ. એટલે બેએ એન્ડ સેન્ટ્રલ ઇન્ડિયા. પરંતુ ગાયકવાડ સરકારે એ નામમાં બરોડા' શબ્દ ઉમેરવા માટે આગ્રહ રાખેલે અને એ શરતે પિતાના રાજ્યની પરવાનગી આપેલી. એટલે બોમ્બે, બરોડા એન્ડ સેન્ટ્રલ ઈન્ડિયા રેલવે (બી.બી. એન્ડ સી આઈ. રેલવે) એવું નામ રાખવું પડેલું. ગાયકવાડ સરકારે ડભેઈથી વિશ્વામિત્રો સુધી આવતી પિતાની મીટરગેજ જી. ડી. રેલવે (ગાયકવાડ-ડાઈ રેલવેને વિ. સં. ૧૯૫૩માં પાદરા સુધી Jain Educationa International For Personal and Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ પૂ. શ્રી વિજયરામચન્દ્રસૂરિજી મહારાજ લંબાવી હતી. ત્યારપછી એ રેલવેને માસરોડ સુધી લંબાવનવામાં આવી અને એનું નામ ગાયકવાડ બરોડા સ્ટેટ રેલવે રાખવામાં આવ્યું, પરંતુ માસરરોડથી આગળ બ્રિટિશ રાજ્ય ચાલુ થતું હતું. ગાયકવાડ સરકારની ઈચ્છા એ લાઈનને જંબુસર સુધી લઈ જવાની હતી. પરંતુ સિમલા બોડે ઘણું વર્ષ સુધી એ પરવાનગી આપી નહોતી. એટલે એ વિસ્તારમાં ગાડામાં કે પગપાળા સફર કરવી પડતી. શાળામાં અભ્યાસ કર્યા પછી ત્રિભુવનને નેકરીએ બેસાડવામાં આવ્યો હતે. એ વખતે પાદરામાં ચુનીલાલ શિવલાલની અનાજની મેટી પેઢી ચાલતી હતી અને રાજસ્થાન તથા ઉત્તર ભારતમાંથી અનાજ ટ્રેન દ્વારા પાદરામાં આવતું. કિશોર ત્રિભુવનની હેશિયારી જોઈને શેઠ ચુનીલાલે એને રાજસ્થાનમાં બાતરા ગામે અનાજની પરીદી માટે મોકલેલે. આ દૂરને પ્રવાસ જાતે એકલા કરવાને લીધે ત્રિભુવનની હોશિયારીની વાત પાદરામાં જાણીતી થઈ ગઈ હતી. - ત્રિભુવનને વ્યાવહારિક કેળવણુમાં બહુ રસ ન હતે. પરંતુ નવઘરી નામની શેરીમાં આવેલા ઉપાશ્રયમાં સાંજે પાઠશાળા ચાલતી તેને અભ્યાસમાં વધુ રસ હતે. પાદરાની નવઘરી એ જમાનામાં ધર્મપ્રવૃત્તિઓથી સતત ધબકતી રહેતી. મોટા મોટા આચાર્ય ભગવંત પાદરા જેવા નાના ગામને ચાતુર્માસને લાભ આપતા. પ. પૂ. શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજીએ પણ કેટલાંક ચાતુર્માસ પાદરામાં કર્યા હતાં. એ જમાનામાં પાદરામાં વખતેવખત દીક્ષાના પ્રસંગે ઊભા થતા. જૈન સાધુ Jain Educationa International For Personal and Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ તિવિહેણ વંદામિ સમાજમાં પાદરાનું ગદાન નાના ગામના પ્રમાણમાં ઘણું મોટું રહ્યું છે. છેલ્લાં પચાસ-સાઠ વર્ષમાં પાદરામાંથી પચાસથી વધુ વ્યક્તિઓએ દીક્ષા લીધી છે, એમાં પાદરાની જૈન પાઠશાળાને પણ ઠીક ઠીક ફાળો રહ્યો છે. એ જમાનામાં પાઠશાળાને વહીવટ વકીલ મેહનલાલ હીમચંદ તથા ડાહ્યાભાઈ વનમાળીદાસ કરતા. પાદરામાં બે દેરાસર છે. નવઘરી પાસેનું શાન્તિનાથ ભગવાનનું મોટું દેરાસર અને ઝંડા બજાર પાસે આવેલું સંભવનાથ ભગવાનનું નાનું દેરાસર. ત્રિભુવન નાના દેરાસર પાસે રહેતે એટલે ત્યાં પૂજા કરવા જતે પણ પાઠશાળા ફક્ત નવઘરીમાં હતી. એટલે સાંજના નવઘરીમાં ભણવા આવતે. પાદરાના ધાર્મિક વાતાવરણમાં વખતેવખત પધારતા સાધુ ભગવંતેની પ્રેરક અને ઉદ્દબોધક વાણીને લાભ મળવા ઉપરાંત પાઠશાળાના એક શિક્ષક શ્રી ઊજમશી માસ્તરનું ગદાન પણ ઘણું મોટું હતું. તેઓ કાઠિયાવાડમાં આવેલા ચોટીલા ગામના વતની હતા. એમની બહેનને પાદરામાં શ્રી કેશવલાલ પ્રેમચંદ સાથે પરણાવ્યાં હતાં. એટલે ઊજમશી માસ્તરને પાદરા આવવાનું વારંવાર થતું. તેમણે મહેસાણાની પાઠશાળામાં અભ્યાસ કર્યો હતેા અને ધાર્મિક શિક્ષક તરીકે વ્યવસાયાર્થે પાદરામાં આવીને વસ્યા હતા, કારણ કે એમને પાદરાનું ધાર્મિક વાતાવરણ ગમી ગયું હતું. તેમને આત્મા ઘણી ઊંચી કેટિને હતે. શિક્ષક તરીકેની નોકરી કરતા લેકેમાં ધર્મભાવના જગવવાની હોંશ તેમનામાં Jain Educationa International For Personal and Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ પૂ. શ્રી વિજયરામચન્દ્રસૂરિજી મહારાજ ઘણી બધી હતી. પોતાના બાળ-કિશોર વિદ્યાર્થીઓને સૂત્રો, સ્તવને, સક્ઝાયે તેઓ કંઠસ્થ કરાવતા. તેઓ એટલા બધા ઉત્સાહપૂર્વક અભ્યાસ કરાવતા કે વિદ્યાર્થીઓ ગાથાઓ, સ્તવને, સન્નાયે હશે હશે કંઠસ્થ કરતા. ઊજમશી માસ્તરને કંઠ બહુ મધુર હતું. તેમના ઉચ્ચારે અત્યંત શુદ્ધ હતા. તેઓ સંગીતના જાણકાર હતા. હારમોનિયમ સરસ વગાડતા અને મધુર કંઠે સ્તવને, સન્ના ગાતા અને વિદ્યાર્થીઓને ગવડાવતા. તેઓ કવિ પણ હતા અને પોતે નવાં નવાં સ્તવને, સક્ઝાની રચના કરતા. એમની સ્વરચિત કૃતિઓની એક પુસ્તિકા પણ છપાયેલી. વિદ્યાર્થીઓમાં ધર્મભાવના વધારવા માટે ઊજમશી માસ્તર દર પૂનમે તથા રજાના દિવસે પાદરાની આસપાસનાં ગામમાં પાઠશાળાના વિદ્યાર્થીઓને પગપાળા જાત્રા કરવા લઈ જતા, અને ત્યાં દેરાસરમાં સ્નાત્ર પૂજા રાગરાગિણું સાથે ભણાવતા. પાદરા પાસે આવેલા કાના કડિયાના ગામ દરાપરા તે મહિનામાં બે-ત્રણ વાર જાત્રા માટે જવાનું થતું પાદરાની જેમ દરાપરા પણ ત્યારે ધાર્મિક પ્રવૃત્તિઓથી ગુંજતું. ઊજમશી માસ્તર દરાપરાની પાઠશાળામાં ભણાવવા પણ જતા. ઊજમશી માસ્તરને આ વ્યવસાય નિમિત્તે પિતાને પણ ધર્મને રંગ એટલે બધે લાગ્યું હતું કે વખત જતાં તેમણે શિક્ષકને વ્યવસાય છેડી દઈને પૂ. નીતિસૂરિ પાસે દીક્ષા લીધી હતી. તેઓ મુનિ ઉદયવિજયજી બન્યા હતા. સમય જતાં આચાર્યની પદવી ધારણ કરી તેઓ પૂ. ઉદયસૂરિ બન્યા હતા. મારા પિતાશ્રી જ્યારે પણ પ. પૂ. સ્વ. રામચંદ્રસૂરિને વંદનાથે Jain Educationa International For Personal and Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ તિવિહેણ વંદામિ. મળવા જતા ત્યારે ઊજમશી માસ્તરને અચૂક યાદ કરતા. ત્રિભુવનને બાલ્યકાળમાં અને કિશોરાવસ્થામાં પંચ પ્રતિક્રમણનાં સૂત્રે તથા જીવવિચાર, નવતત્વ ઈત્યાદિ સૂત્રે અને સ્તવને. તથા સન્માય કંઠસ્થ કરવાનો ઉત્સાહ જાગ્યું હતું. તેમાં આ ઊજમશી માસ્તરનું યોગદાન પણ ઘણું મોટું હતું. (મારા પિતાશ્રીને આજે ૯૬ વર્ષની વયે પણ પંચ પ્રતિક્રમણ, નવસ્મરણ, જીવવિચાર. નવતત્વની ગાથાઓ તથા દેસે જેટલાં સ્તવને કંઠસ્થ છે. અને રોજ વારાફરતી તેનું પઠન કરવાને મહાવરો છે.) ઊજમશી માસ્તરે ત્રિભુવનને ઉપાધ્યાય શ્રી યશવિજયજીકૃત સમક્તિના સડસઠ બોલની સજ્જાય સરસ પાકી કરાવી હતી. એની પરીક્ષામાં ત્રિભુવન પ્રથમ નંબરે આવ્યું હતું. કિશોર ત્રિભુવન ધર્મ-અભ્યાસમાં ઘણે તેજસ્વી હતે. અને સાધુ ભગવંતના સંપર્કને લીધે દીક્ષા લેવાના કેડ એના મનમાં જન્મ્યા હતા. પરંતુ એનાં દાદીમા, એના કાકાએ એને દીક્ષા લેતાં અટકાવતાં હતાં, કારણ કે ત્રણ ભાઈએ વચ્ચે આ એક જ દીકરો હતો. ત્રિભુવનના પિતાના એક કાકાએ તે ત્રિભુવન જે દીક્ષા ન લે તે પિતાની દુકાન ત્રિભુવનના નામ પર કરી આપવાનું પ્રલેભન પણ બતાવ્યું હતું, પરંતુ એથી ત્રિભુવન જરા પણ આકર્ષિત થયે નતે. - ત્રિભુવનના એક મામાએ એવી દલીલ કરી કે તારે દીક્ષા લેવી હોય તે લેજે, પરંતુ તારાં નવાં સીવડાવેલાં કપડાં ફાટી જાય પછી દીક્ષા લેજે. જવાબમાં ત્રિભુવને કહેલું કે કાતર આપે તે હમણું જ કપડાં ફાડી નાખું.” Jain Educationa International For Personal and Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ પૂ. શ્રી વિજયરામચન્દ્રસૂરિજી મહારાજ ત્રિભુવનને સમજાવવા માટે કાકાએ પાદરાના એક વકીલને કહ્યું. વકીલે ત્રિભુવનને પાદરાના પારસી ન્યાયાધીશ નાનાભાઈ પિસ્તનજી નવસારીવાલા પાસે લઈ જઈને દીક્ષા ન લેવા માટે સમજાવવા વિનંતી કરી, પરંતુ એ ન્યાયાધીશ પણ ત્રિભુવનની દલીલ આગળ નિરુત્તર થઈ ગયા હતા અને કહ્યું હતું કે આ છોકરો દીક્ષા લીધા વગર રહેશે નહિ. એ દિવસોમાં ગાયકવાડી રાજ્યમાં દીક્ષા અંગે કેટલાક કડક ધારાઓ હતા. એમાં પણ ત્રિભુવનના સગાઓએ છાપામાં નેટિસ છપાવી હતી કે “કેઈએ ત્રિભુવનને દિક્ષા આપવી નહિ. જે કઈ દીક્ષા આપશે તેની સામે કાયદેસરનાં પગલાં લેવામાં આવશે.” કિશોર ત્રિભુવને દીક્ષા લેવાને અડગ નિશ્ચય કર્યો હતો, પરંતુ તેની પાસે દીક્ષા લેવી એ નિર્ણય હજુ થઈ શક્યો ન હતા. બીજી બાજુ ત્રિભુવનની દીક્ષા અંગે કાયદેસરની ચેતવણી પછી દીક્ષા આપવાની બાબતમાં સાધુભગવંતે પણ વિમાસણ અનુભવતા. ત્રિભુવનને પૂ. દાનવિજયજી મહારાજનું ચાતુર્માસ પાદરા પાસે દરાપરા નામના ગામમાં થયું હતું તે વખતે ઊજમશી માસ્તર સાથે વારંવાર દરાપર જવાને લીધે પૂ. દાનવિજયજી મહારાજ તથા તેમના શિષ્ય પૂ. પ્રેમવિજયજી મહારાજ સાથે ગાઢ સંપર્ક થયે હતે. પિતાની દાદીમાની હયાતી સુધી દીક્ષા ન લેવાને વિચાર જ્યારે એણે પૂ. પ્રેમવિજયજી મહારાજ પાસે વ્યક્ત કર્યો ત્યારે મહારાજશ્રીએ એટલું જ કહ્યું, ‘ત્રિભુવન! કાળની કેને ખબર છે? જેને ખબર છે કે તું પહેલાં જઈશ કે દાદીમા પહેલાં જશે?” Jain Educationa International For Personal and Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ તિવિહેણુ વંદાગ્નિ પૂ. પ્રેમવિજ્યજી મહારાજનું આ વાક્ય ત્રિભુવનના હૃદયમાં સોંસરવું ઊતરી ગયું અને વહેલી તકે દીક્ષા લેવાનું નક્કી કર્યું. એણે ચેડા વખત પછી વડોદરામાં પૂ. પ્રેમવિજયજી મહારાજ પાસે જઈને પિતાની દીક્ષાનું મુહૂર્ત કઢાવ્યું. પરંતુ એ માટે સમય ઓછો હતે (ઓછો હોય એ જરૂરી પણ હતું.) એને દીક્ષા ચૂપચાપ લેવી હતી. દીક્ષા વડેદરા રાજ્યની હદની બહાર આપવામાં આવે તે તાત્કાલિક કાયદાને કઈ પ્રશ્ન ઊભું ન થાય. એટલે પૂ. પ્રેમવિજયજી મહારાજે ત્રિભુવનને દીક્ષા માટે બ્રિટિશ સરહદમાં આવેલા જંબુસર ગામે પહોંચવાનું કહ્યું. માસર રેડ પહોંચી ત્યાંથી પગે ચાલીને જબુસર જવાનું હતું. ત્રિભુવન વિશ્વામિત્રીથી ટ્રેનમાં બેઠો. રસ્તામાં પાદરા સ્ટેશન આવતું હતું. મુસાફરોની ચડઊતરમાં પિતાના ગામના કેઈ માણસ પોતાને જોઈ ન જાય તે માટે પાદરા સ્ટેશન આવતાં પહેલાં ત્રિભુવન પાટિયાં નીચે સૂઈને સંતાઈ ગયે હતું. સાંજના માસર રોડ પહોંચીને પગપાળા ચાલીને તે જબુસર રાતના સાડા અગિયાર વાગે પહોંચે. ઉપાશ્રયમાં જઈને એણે મોટા મહારાજને બધી વાત જણાવી. બીજે દિવસે આમેદમાં દીક્ષા આપવાનું વિચારાયું હતું, પરંતુ ત્યાં પણ ઉપાશ્રયમાં ત્રિભુવનનાં દૂરનાં એક કાકી ત્રિભુવનને જોઈ ગયાં. એટલે આમેદમાં દીક્ષા આપવાનું માંડી વાળવામાં આવ્યું, અને જેની વસતી વગરના તીર્થધામ ગંધારમાં દીક્ષા આપવાનું નક્કી થયું. મુનિ મંગળવિજ્યજીએ એ કાર્ય માટે હિંમત દર્શાવી. તેઓ તથા મુનિ નવિજયજી તથા મુનિ પ્રકાશવિજયજી કિશોર ત્રિભુ Jain Educationa International For Personal and Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ પૂ. શ્રી વિજયરામચન્દ્રસૂરિજી મહારાજ વનની સાથે ૧૯ માઈલને વિહાર કરી ગંધાર પહેંચ્યા. ગંધારમાં દીક્ષાના મુહૂર્તને સમય થઈ ગયું હતું અને મુંડન માટે ગામમાંથી હજામને આવતાં વાર લાગી તે ત્યાં મુનિ મંગળવિજયજીએ પિતે કેશલેચ શરૂ કરી દીધું હતું. હજામ આવી પહોંચતાં મુંડન થયું. આ રીતે પાંચ-સાત જણની વચ્ચે ત્રિભુવનને દીક્ષાવિધિ ગુપ્ત રીતે થઈ ગયે. એમનું નામ મુનિ રામવિજય રાખવામાં આવ્યું. દીક્ષા પછી મુનિ મંગળવિજયજી નવદીક્ષિત સાધુ સાથે વિહાર કરીને ભરૂચ પહોંચી ગયા. આ બાજુ એમની દીક્ષા ના સમાચાર પાદરામાં પહોંચતાં ત્યાં બહુ ખળભળાટ મચી ગયે. સગાંસંબંધીઓમાં આ અંગે તુરત કાયદેસર પગલાં લેવાની વાતે થઈ. બીજી બાજુ દીક્ષિત ત્રિભુવનને બળજબરીથી ઉઠાવીને ઘરે લઈ આવવાની વાતે પણ વિચારાઈ. અલબત્ત દીક્ષાના સમાચાર સાંભળ્યા પછી દાદીમા રતનબાનું હૈયું કંઈક ઢીલું પડયું. ત્રિભુવનને પાછો લઈ આવવા માટે જનારાં સગાંઓને આ બાબતમાં કંઈક ઉગ્ર બોલાચાલી કે ઝપાઝપી ન થાય એ રીતે વર્તવા તેમણે વિનંતી કરી. સગાંઓ ભરૂચ પહોંચ્યાં, પણ નવદીક્ષિત રામવિજયજી મહારાજ તે પિતાના નિર્ણયમાં મક્કમ હતા. એટલે સગાંઓનું બહુ ચાલ્યું નહિ. તેઓ નિરાશ થઈને પાદરા પાછાં ફર્યા અને દાદીમા રતનબાને બધી વાત કરી. બનેલી પરિસ્થિતિ સાથે હવે મનથી સમાધાન કરવા સિવાય તેમને માટે બીજો કોઈ રસ્તે રહ્યો ન હતે. દીક્ષા પછી રામવિજયજી મહારાજે સં. ૧૯૬૯નું પ્રથમ Jain Educationa International For Personal and Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ તિવિહેણ વંદામિ. ચાતુર્માસ સિનેર ગામમાં કર્યું. એ વખતે વ્યાખ્યાનની જવાબદારી શ્રી દાનવિજયજી મહારાજની હતી. પરંતુ એક દિવસ દાનવિજયજી મહારાજની તબિયત સારી ન હતી. ત્યારે એમના ગુરુ ભગવંત વડીલ પંજાબી મહારાજ ઉપા ધ્યાય શ્રી વીરવિજયજીએ નૂતન સાધુ પૂ. રામવિજયજીને વ્યાખ્યાન આપવા માટે ફરમાવ્યું, કારણ કે રામવિજયજીમાં એ શક્તિ એમણે નિહાળી હતી. પાટ ઉપર બિરાજી વ્યાખ્યાન આપવાને રામવિજયજી માટે આ પહેલે જ પ્રસંગ હતા. પોતે ના પાડી છતાં ગુરુભગવંતની આજ્ઞા થતાં એ જવાબદારી એમણે સ્વીકારવી જ પડી. કયા વિષય ઉપર વ્યાખ્યાન આપવું એને એમણે વિચાર કરી લીધું. સમક્તિના સડસઠ બેલની સજઝાય પિતાને જે કંઠસ્થ હતી એના વિવેચનરૂપે એમણે સરસ વ્યાખ્યાન આપ્યું. ઉપાધ્યાય શ્રી વીરવિજયજીએ એ વ્યાખ્યાન સાંભળીને તે વખતે આગાહી. કરી હતી કે રામવિજ્યજી ભવિષ્યમાં એક સમર્થ વ્યાખ્યાતા થશે અને પિતાના વિષયને તર્કબદ્ધ રીતે શ્રોતાઓ સમક્ષ રજૂ કરી શકશે. | મુનિ શ્રી રામવિજ્યજીને દીક્ષાના પહેલા વર્ષે જ શરીરમાં થયેલા પિત્તપ્રકોપને કારણે દાહની અસહ્ય વેદના થઈ હતી. પરંતુ તે વખતે એમણે ચિત્તની પૂરી સમાધિ જાળવી હતી. ત્યારપછી પણ પિત્તને કારણે જ્યારે જ્યારે એમને દાહ ઊપડતું હતું ત્યારે ત્યારે તેઓ પૂરી સ્વસ્થતા ધારણ કરતા. શ્રી રામવિજયજી મહારાજે વિ. સં. ૧૯૭૦ તથા Jain Educationa International For Personal and Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ પૂ. શ્રી વિજયરામચન્દ્રસૂરિજી મહારાજ ૧૯૭૧નાં ચાતુર્માસ ગુરુમહારાજ સાથે ભાવનગરમાં કર્યા. તે દરમિયાન કમ્મપયડીને અભ્યાસ ગુરુભગવંત પાસે એમણે કર્યો હતો. ત્યારપછી પોતાના ગુરુભગવંતે સાથે જ તેઓ વિહાર કરતા રહ્યા હતા. એમના વિદ્યાભ્યાસ માટે પ્રત્યેક ચાતુર્માસમાં પંડિતેની વ્યવસ્થા કરવામાં આવતી. એને પરિણામે એમને શાસ્ત્રીય અભ્યાસ ઘણે ઊંડે થે હતે. એમની બુદ્ધિશક્તિ ઘણુ બધી ખીલી હતી. દિક્ષાના સાતમા વર્ષથી તેઓ સરસ વ્યાખ્યાન આપતા થઈ ગયા હતા. એટલી યુવાનવયે પણ એમના વ્યાખ્યાનને પ્રભાવ શ્રોતાઓ ઉપર જબરદસ્ત પડતે, જે એમના જીવનના અંત પર્યન્ત રહ્યો હતે. પૂજ્ય શ્રી રામવિજયજી મહારાજની વાણીને પ્રભાવ. શ્રેતાઓ ઉપર એટલે બધે પડતે કે તે સાંભળીને કેટલાકના હૃદયમાં ત્યાગ-વૈરાગ્યને ભાવ ઊભરાઈ આવતા. કેટલાકને દીક્ષા લેવાનું મન થતું. પૂ. શ્રી રામવિજયજીના અંગત સંપર્કમાં આવતી વ્યક્તિ ઉપર જાણે કે કોઈ પવિત્ર જાદુઈ અસર થતી અને એમની પાસે દીક્ષા લેવાનું મન થતું. પૂ. રામવિજયજી મહારાજનું પિતાનું ચારિત્ર એટલું ઊંચી કેટિનું હતું. એમને શાસ્ત્રાભ્યાસ ઘણે ઊંડે હતે. એમની તર્કશક્તિ અને બીજાને સમજાવવાની શૈલી એવી અદ્ભુત હતી અને એમને વાત્સલ્યભાવ એટલે છલકાઈ રહે કે એમની પાસે દીક્ષા લેવાને ઉમંગ એમના ગાઢ પરિચયમાં આવનારને થઈ આવતે. યુવાન વયે જ અમદાવાદના કેટયાધિપતિ શેઠ શ્રી જેસિંગલાલે તેમની પાસે દીક્ષા લીધી હતી. Jain Educationa International For Personal and Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ ૨ તિવિહેણ દામિ એ ઘટનાએ અનેક લેાકાને આશ્ચર્યચકિત કરી દીધા હતા. આવા તે બીજા અનેક પ્રસંગે છે. પોતાના સ્વજન ઘર છોડીને દીક્ષા લે એ ઘટના કોઈ પણ કુટુ'બને વ્યવહારુ દૃષ્ટિએ ન ગમે એ દેખીતી વાત છે. પૂજ્ય શ્રી રામવિજયજી પાસે દીક્ષા લેનારાઓની સંખ્યા વધતી જતી હતી. એ સંજોગામાં દીક્ષાવિરાધી વાતાવરણ પ્રસરે એ સ્વાભાવિક હતું. પેાતાના પતિએ પૂ. રામવિજયજી પાસે દીક્ષા લીધી હતી એના વિરાધમાં રતનબાઈ નામની એક મહિલાએ એક જાહેરસભામાં જઈને ‘મારેા પતિ મને પાછે આપે એમ કહીને રામવિજયજીનાં કપડાં ખેંચવાના પ્રયત્ન કર્યાં હતા. આ અધડા કોર્ટ સુધી ગયે હતેા અને કોરે રામવિજયજીને નિર્દેષ જાહેર કર્યો હતા. . શ્રી રામવિજયજી મહારાજ ઉપર આવાં જુદાં જુદાં કારણેાસર જુદે જુદે સ્થળે મળીને લગભગ ત્રીસેક જેટલી વાર કોર્ટમાં જુબાની આપવા જવાનું થયું હુશે, પરંતુ તે દરેકમાં કાટે' પૂ. મહારાજશ્રીને નિર્દોષ જાહેર કર્યાં હતા. સં. ૧૯૭૬નું ચાતુર્માસ એમણે અમદાવાદમાં વિદ્યાશાળામાં કર્યું હતું. આઝાદી પૂર્વેના એ દિવસે હતા, ચાનું -વ્યસન લેાકામાં વધતું જતું હતું. એ વખતે ચાના વિધ પશુ સખત થત હતા. એ જમાનામાં અમદાવાદમાં રીચી રાડ (ગાંધી માર્ગ) પર આવેલી બે જાણીતી હોટલેામાં આખા દિવસ ચા પીનારાને ધસારા રહેતે. એમાં જૈનોની સંખ્યા ઘણી મેટી હતા. સાથે અસભ્ય પણ ખાવાનું. હોટેલમાં રાજનું સત્તર મણુ દૂધ વપરાતું. એ વખતે રામવિજયજી Jain Educationa International For Personal and Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ પૂ. શ્રી વિજયરામચન્દ્રસૂરિજી મહારાજ મહારાજે એની સામે ઝુ ંબેશ ઉપાડી હતી. ઠેર ઠેર પ્રવચના કર્યા હતાં અને એ પ્રવચનાના પ્રભાવ લાકા ઉપર એટલે અધા પડયો હતા કે હાટેલની ઘરાકી એકદમ ઘટી ગઈ અને રાજના સત્તર મળુ દૂધને બદલે માત્ર બે-ત્રણ મણ જેટલું દૂધ વપરાવા લાગ્યું હતું. આજે તે ચાના વ્યસનને કોઈ વિધ રહ્યો નથી. પણ એ જમાનામાં રામવિજયજી મહારાજની વાણીને પ્રભાવ કેટલા બધા હતા તે આ ઘટના સૂચવે છે. એ જ વર્ષમાં પ્રાણીહિંસાની મીજી વિચિત્ર ઘટના પણુ અમદાવાદમાં બની હતી. અમદાવાદમાં તે સમયે કૂતરાંએના ત્રાસ વધતા જતા હતા. એ ત્રાસમાંથી બચવું હોય તા કૂતરાંઓને મારી નાખવાં જોઇએ એવા એક વિચાર વહેતા થયા હતા. આવા વિચારને જૈન સમાજ સ્વીકારે જ નહિ, બલકે એનેા સખત વિરોધ કરે એ દેખીતુ છે. પરંતુ શરમજનક ઘટના તા એવી બની કે પાશ્ચાત્ય કેળવણી લીધેલા એક સુધારાવાદી નાસ્તિક શ્રીમ'ત જૈન ઉદ્યોગપતિએ લેાકોની લાગણીને વધુ દુભવવા માટે જાણી-જોઇને સંવ સરીના પવિત્ર પર્વના દિવસે જ પાતાના મંગલાના કમ્પાઉન્ડમાં સાઠ જેટલાં કૂતરાંને મરાવી નાખ્યાં હતાં. આ ઘટનાના ત્યારે જબરદસ્ત વિરાધ થયા હતા. કૂતરાં મારવાની હિમાયત કરનારા સામે પૂ. રામવિજયજી મહારાજે પ્રખર આંદેલન ઉપાડ્યું હતું. પરિણામે કૂતરાંઓને મારી નાખવાની હિમાયત કરતી પ્રવૃત્તિ તરત અધ થઈ ગઈ હતી. ૨૯ વિ. સં. ૧૯૭૬ નું વર્ષ અમદાવાદમાં મહત્ત્વનું બની ગયું હતું. અમદાવાદમાં નવરાત્રીના દિવસે દરમિયાન માતાજીને Jain Educationa International For Personal and Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ તિવિહેણ વંદામિ ઉત્સવ થતે અને દશેરાના દિવસે ભદ્રકાળી માતાના મંદિરમાં બલિ તરીકે એક બકરાને વધ કરવાને રિવાજ ચાલે આવતું હતું. અમદાવાદ જેવી ધર્મનગરીમાં ધર્મના નામે એક મોટા પંચેન્દ્રિય જીવને વધ કરવામાં આવે એ રિવાજ અસહ્ય થઈ પડ્યો હતે. એ બંધ કરાવવા માટે પૂ. રામવિજયજી મહારાજે અમદાવાદમાં ઉગ્ર આંદોલન ચાલુ કર્યું. પળે પળે જઈને એમણે પિતાના પ્રવચનમાં આ જ વિષય પર ભાર મૂક્યો અને આ હિંસક પ્રવૃત્તિ બંધ કરવા માટેના બધા જ ઉપાય અજમાવી દેવા ઉબેધન કર્યું હતું. આ આંદોલનને પરિણામે અમદાવાદમાં ઠેર ઠેર આજ ચર્ચાને વિષય બની ગયે. એમાં અહિંસાપ્રેમી હિન્દુઓ પણ જોડાયા. અમદાવાદમાં માણેકચેકમાં પચાસ હજારની મેદની સમક્ષ પૂ. રામવિજયજી મહારાજે જોરદાર ઉધન કર્યું. એથી અમદાવાદમાં એક મોટું આંદોલન સર્જાયું. બીજી બાજુ સંઘે તરફથી કોઈને આશ્રય લેવામાં આવ્યું અને કાનૂની કાર્ય વાહી પણ કરાવાઈ. પરિણામે ભદ્રકાળી માતાના મંદિરના પૂજારીઓ ગભરાઈ ગયા. વિજયાદશમીને દિવસે ભદ્રકાળી માતાના મંદિર આગળ આ હિંસક પ્રથા અટકાવવા હજારે માણસ એકત્ર થઈ ગયા. આવા પ્રચંડ વિરોધની સામે પૂજારીએને નમતું જોખવું પડયું અને બકરાને વધ થઈ શક્યો નહિ. લેકેએ હર્ષના પિકારે કર્યા. ત્યારથી ભદ્રકાળીના મંદિરમાં બકરાના વધની પ્રથા કાયમ માટે કાયદેસર બંધ થઈ ગઈ. એ દિવસમાં જૈન શાસનમાં એક વિચિત્ર ઘટના બનવા પામી હતી. લાલન નામના એક પંડિત ઘણુ વિદ્વાન Jain Educationa International For Personal and Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ પૂ. શ્રી વિજયરામચન્દ્રસૂરિજી મહારાજ હતા. એમનાં પ્રવચનેને પ્રભાવ લેકે ઉપર બહુ સારે પડ્યો હતે. એમને એક જુદી કેટિને અનુયાયી વગ ઊભે થવા લાગ્યું હતું. એમના શિષ્યમાં શિવજીભાઈ નામના એક શિષ્ય મુખ્ય હતા. લાલન જ્યાં જતા ત્યાં “લાલન મહારાજ કી જય'ના જયનાદ એમના ભક્તજને પિકારતા. એમના અનુયાયી વર્ગને પંડિત લાલન પ્રત્યેની ભક્તિને અતિરેક એટલી હદ સુધી થઈ ગયું કે તેઓ તેમને તીર્થકર તરીકે માનતા. એક દિવસ લાલન મહારાજની એમના ભક્તોએ સિદ્ધગિરિ – શત્રુંજયની તળેટીમાં પચીસમા તીર્થંકર તરીકે આરતી ઉતારી. આ ઘટનાએ જૈન સમાજમાં ઘણે ખળભળાટ મચાવી દીધો. તે સમયે આગમ દ્વારક શ્રી સાગરા નંદજી મહારાજે આ ઘટનાને સખત વિરોધ કર્યો હતે. પૂ. રામવિજયજી મહારાજે પણ આ ઘટના સામે આંદોલન જગાવ્યું હતું. એમણે પૂ. સાગરજી મહારાજ સાથે વિચારવિનિમય કરીને આ બાબતમાં કંઈક કરવું જોઈએ તે નિર્ણય કર્યો હતે. એ સમયે સાગરાનંદજી મહારાજના ભક્તોએ લાલન-શિવજી સામે આ બાબત અંગે અદાલતમાં કેસ દાખલ કર્યો હતે. અદાલતમાં જુબાની આપવા માટે છાણીથી ઉગ્ર વિહાર કરીને પૂ. સાગરજી મહારાજ સુરત આવી પહોંચ્યા હતા. શાસ્ત્રોના આધારે એમણે આપેલી સમર્થ જુબાનીને કારણે અદાલતને ચુકાદ લાલન-શિવજીની વિરુદ્ધ આવ્યું હતે. એમ કહેવાય છે કે પંડિત લાલનને પોતાને તીર્થકર તરીકે ઓળખાવવાની કઈ ઈચ્છા નહોતી, પરંતુ ભક્તોના Jain Educationa International For Personal and Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ આધારે સાલની દષ્ટિથી જયજી મહારાજારા, તિવિહેણુ વંદામિ આગ્રહને તેઓ વશ થઈ ગયા હતા. એ માટે એમને પશ્ચાત્તાપ થયું હતું. ત્યારપછી તે પંડિત લાલન અમદાવાદમાં પૂ. રામવિજયજી મહારાજના વ્યાખ્યાનમાં આવતા અને એ. સાંભળીને તેમણે પોતાની ભૂલ માટે પિતાને પશ્ચાત્તાપ વ્યક્ત કર્યો હતો અને તેમના હૃદયનું પરિવર્તન થયું હતું. દેવદ્રવ્ય, બાળદીક્ષા, વ્યવહારુ કેળવણી, સમાજ સુધારે, તિથિચર્ચા વગેરે વિષયમાં પૂ. રામવિજયજી મહારાજ પિતાના વિચારો મોક્ષના લક્ષ્યની દૃષ્ટિથી તત્વદર્શન અને શાસ્ત્રના આધારે સચોટ રીતે રજૂ કરતા, પરંતુ ફકત વર્તમાન વ્યવહારુ ઉપયોગી દષ્ટિથી જ વિચારતા લેકે સાથે આવા વિષમાં વૈચારિક સંઘર્ષ થાય અને તેને આઘાત-પ્રત્યાઘાત પડે એ સ્વાભાવિક છે. પોતાના જીવનકાળ દરમિયાન પૂ. રામચંદ્ર. સૂરિજી મહારાજે આવા ઘણું ઝંઝાવાતે જોયા હતા અને તે દરેક પ્રસંગે તેઓ જરાપણ ચલાયમાન થયા નહોતા. પિતાના વિચારે અને પિતાના નિર્ણયમાં તેઓ હંમેશાં અડગ રહ્યા હતા. એમની આવી નીડરતાને કારણે એમને કેટલીક વાર સહન પણ કરવું પડતું પરંતુ તે બધું તેઓ નિર્ભયતાથી સહન કરતા. એમના ઉપર ખૂન કરવાની ધમકીના પગે પણ ક્યારેક આવતા અને એથી એમના ગુરુ મહારાજ શ્રી પ્રેમવિજ્યજી રાત્રે ઉપાશ્રયમાં રામવિજયજીના સંથારાનું સ્થાન બદલાવી નાખતા. એમની વહેરવા માટેની ગોચરમાં ઝેર ભેળવી દેવાશે એવી અફવાઓ પણ ઊડતી. એટલા માટે એમના એક શિષ્ય ચારિત્રવિજયજી ભક્તિભાવપૂર્વક સ્વેચ્છાએ પહેલાં પિતે ચરી વાપરી પછી જ એમને વાપરવા આપતા. રામવિજયજી Jain Educationa International For Personal and Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ પૂ. શ્રી વિજયરામચન્દ્રસૂરિજી મહારાજ મહારાજની યુવાન વયે આવી કેટલીક કનડગત થે સમય ચાલેલી. પૂ. રામચન્દ્રસૂરિ મહારાજે ગુજરાત અને રાજસ્થાન ઉપરાંત દિલહી, ઉત્તરપ્રદેશ, બિહાર, બંગાળ, કલકત્તા, સમેતશિખર, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક જેવા વિસ્તારોમાં સ્થળે સ્થળે વિહાર કરી પિતાની પ્રભાવક વાણીને લાભ અનેક લેકેને આપ્યું હતું. અમદાવાદના પ્રેમાભાઈ હોલમાં “રામા. યણમાં સંસ્કૃતિને આદર્શ ઉપરનાં તેમનાં વ્યાખ્યાને, પાવાપુરીમાં ભગવાન મહાવીર સ્વામીના જીવનચરિત્ર પરનાં વ્યાખ્યાને, રાજગૃહીમાં આગમસૂત્ર ઉપરની વાચના અને વ્યાખ્યાન વગેરે અનેક લેકેને આકર્ષિત કર્યા હતા. એમના વ્યાખ્યાન દરમિયાન કેઈ પણ વ્યક્તિને કઈ પણ વિષય ઉપર પ્રશ્ન પૂછવાની છૂટ રહેતી અને કેટલીય વાર તે આખું વ્યાખ્યાન પ્રશ્નોત્તરરૂપ બની જતું. તેઓ વ્યાખ્યાનમાં ક્યારેય માઈક વાપરતા નહિ. યુવાન વયે એમને અવાજ બુલંદ હતું અને હજારોની મેદની તેમનું વ્યાખ્યાન શાંતિપૂર્વક સાંભળતી. વૃદ્ધાવસ્થામાં જીવનના અંત સુધી એમણે ક્યારેય વ્યાખ્યાન આપવાની બાબતમાં પ્રમાદ સે નથી. અશક્તિ હોય, નાદુરસ્ત તબિયત હેય તે પણ તેઓ પાટ ઉપર બિરાજમાન થઈ અચૂક વ્યાખ્યાન આપતા. છેલ્લાં વર્ષોમાં તે એમને અવાજ બધા શ્રેતાઓ સુધી પહોંચતે નહિ, તે પણ શ્રોતાઓ સંપૂર્ણ શાંતિ જાળવીને એમના શબ્દોને પકડવા પ્રયત્ન કરતા. કેટલાય લોકોને એમના પ્રત્યે શ્રદ્ધાપૂર્વકને Jain Educationa International For Personal and Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ તિવિહેણ દામિ એવા દૃઢ ભક્તિભાવ રહેતા કે પોતાને વ્યાખ્યાનમાં કશું સ્પષ્ટ સાંભળવા ન મળે તે પણ એમના પવિત્ર મુખારવિંદનાં દર્શન કરીને પણ તેઓ અનેરા ઉત્સાહ અને સ'તેાષ અનુભવતા. પ પૂ. આચાર્ય ભગવ"ત જયાં જયાં વિચર્યોં ત્યાં ત્યાં એમના પગલે પગલે અંજનશલાકા, પ્રતિષ્ઠા, દીક્ષા, વડી દીક્ષા, પદવીપ્રશ્નાન, ઉપધાન, જિનમદિરની વ`ગાંઠ, રથયાત્રા, તીર્થકર પરમાત્માના કલ્યાણકોની તથા અન્ય પર્વોની ઊજવણી, ઇત્યાદિ પ્રકારના ઉત્સવા સતત યજાતા રહ્યા હતા. એમને પગલે પગલે ઉત્સવ થતા હતા. એમની પ્રેરણાથી સ'ધ અને શાસનનાં ઘણાં મહત્ત્વનાં કાર્યાં સ્થળે સ્થળે થયાં છે. પોતાના સુદીર્ઘ જીવનકાળ દરમિયાન એમના હાથે અંજનશલાકા, પ્રતિષ્ઠા કે દ્વીક્ષાના પ્રસંગે વતમાન સમયમાં જેટલા થયા છે એટલા અન્ય કાઇથી થયાનું જાણ્યું નથી, ખંભાતમાં એક સાથે ૨૪ અને અમલનેરમાં એક સાથે ૨૬ વ્યક્તિઓએ એમની પાસે દીક્ષા લીધી હતી. એમના પેાતાના ૧૧૭ જેટલા શિષ્યા હતા. પ્રશિષ્યા મળીને એમને હાથે ૨૫૦ થી વધુ મુનિઓને અને ૫૦૦ થી વધુ સાધ્વીને દીક્ષા અપાઈ છે. એ ઘટના જૈન શાસનના ઇતિહાસમાં ઘણી માટી ગણાશે. શતાધિક શિષ્ય-શિષ્યાઓ સાથે વિચરતા આચાય ભગવત તરીકે એમનું પુણ્ય લેાક નામ સુદી કાળ સુધી ગુંજતું રહેશે. પૂ. આચાર્ય ભગવ ́ત પેાતાના સાધુસમુદાયમાં આચારપાલન માટે બહુ જ ચુસ્ત રહ્યા હતા. જરા સરખી શિથિલ તાને પણ તેએ ચલાવી લેતા નહિ. પરંતુ પેાતાના દીક્ષિત Jain Educationa International For Personal and Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ પૂ. શ્રી વિજયરામચન્દ્રસૂરિજી મહારાજ સાધુઓને તેઓ પોતાની પ્રેરક વાણીથી અને વાત્સલ્યભાવથી એવા તે આત્માભિમુખ બનાવી દેતા કે જેથી એમના સાધુએ સાંસારિક પ્રલેાલના કે લેાકેષણાથી ચલિત થતા નહિ. એક’દરે ફોટા પાડવા–પડાવવાનું પણ એમના સમુદાયમાં નિષિદ્ધ રહ્યું છે. (અજાણતાં કોઈ પાડી લે તે જુદી વાત છે.) વિવિધ ચેાજના માટે ટ્રસ્ટો કરાવી, ધન એકત્રિત કરાવવાનું લક્ષ્ય પણુ એમના સમુદાયમાં રખાયુ' નથી. પૂ. આચાર્ય ભગવંત શાસનનાં કાર્યો માટે કે અનુકપા જેવા વિષય માટે પેાતાની પ્રેરક વાણી વહાવતા, પરંતુ દાન આપવા માટે સીધી અપીલ કે વ્યક્તિગત દબાણ તે કયારેય કરતા કે કરાવતા નહિ. પરંતુ એમના વક્તવ્યની અસર જ એવી થતી કે લોકો સામેથી દાન આપવા માટે હુંમેશાં તત્પર રહેતા. એને પરિણામે એમની કોઈ પણ વાત ઉપર ધનની રેલમછેલ થઈ જતી. એમની આ એક વિશિષ્ટ લબ્ધિ હતી. એમના કાળધમ પ્રસગે એક કરોડ કરતાં અધિક રકમ ઉછામણીમાં એલાઈ તે એમના પ્રભાવક પુણ્યની પ્રતીતિ કરાવે છે. સંસાર ભૂંડા, દુ:ખમય અને છેડવા જેવા છે, લેવા જેવા સંયમ છે અને મેળવવા જેવા મેક્ષ છે એ વાતનું નિરંતર લક્ષ રાખનાર અને રખાવનાર પરમ ગીતા પૂજ્ય પાદ સ્વ. શ્રી રામચન્દ્રસૂરીશ્વરજીને કેટિ કોટિ ભાવભરી વંદ્મના ! Jain Educationa International ૩૧. For Personal and Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ પૂ. શ્રી વિજયધર્મસૂરિજી મહારાજ - - યુગદિવાકર તરીકે જેમને બિરદાવવામાં આવ્યા હતા તે મહાન જૈન આચાર્ય પરમ પૂજ્ય શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ શનિવાર તા. ૬ઠ્ઠી માર્ચ, ૧૯૮રના રોજ સવારે મુંબઈમાં મઝગાંવના ઉપાશ્રયમાં ૭૮ વર્ષની ઉંમરે નવકારમંત્રનું રટણ કરતાં કરતાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. ફાગણ સુદ તેરસને એ પવિત્ર દિવસ હતું, જે દિવસ શત્રુ.. જય મહાતીર્થની છ ગાવની પ્રદક્ષિણા કરવાને મહિમા છે. પૂ. વિજયધર્મસૂરીશ્વરજી વિદેહ થતાં જૈન સમાજને એક મહાન આચાર્યની ખેટ પડી છે. સવર્ગસ્થ આચાર્ય મહારાજની પાલખી ગેડીજીના ઉપાશ્રયેથી બીજે દિવસે સવારે નીકળવાની જાહેરાત થઈ ગઈ. હતી. એમના કાળધર્મના સમાચાર મુંબઈ અને બહારગામમાં વાયુવેગે પ્રસરી ગયા અને એમના પાર્થિવ દેહના અંતિમ દર્શન માટે સવારથી જ સેકડે માણસની લાઈન લાગી ગઈ હતી. હું અને મારાં પત્ની એમનાં દર્શન કરવા ગયાં ત્યારે અડધા કલાકે વારો આવ્યા. અંતિમ દર્શન માટે વ્યવસ્થા પણ સારી રખાઈ હતી. લાખ માણુએ એમનાં અંતિમ દર્શન કર્યા. ચેમ્બર સુધીની બાવીસ કિલોમીટર જેટલી લાંબી અંતિમ યાત્રામાં લાખ માણસોએ ભાગ લીધે અને એમને માટેની ગુણાનુવાદ સભા પણ અજોડ અને યાદગાર બની. પૂજ્ય આચાર્ય મહારાજને પાંચેક વર્ષ પહેલાં પાલી Jain Educationa International For Personal and Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ પૂ. શ્રી વિજયધર્મસૂરિજી મહારાજ તાણામાં લકવાનો ગંભીર હમલે થયું હતું અને તેઓ બેશુદ્ધ બની ગયા હતા, પરંતુ એ ગંભીર હાલતમાંથી તેઓ બેઠા થયા અને પિતાના આત્મબળ વડે તેમણે કેટલાંક અધૂરાં રહેલાં પિતાનાં મહત્વનાં કાર્યો પાર પાડ્યાં. પૂજ્ય આચાર્ય મહારાજને અમારા કુટુંબ ઉપર અનહદ ઉપકાર હતે. હું છેલ્લાં પંદરેક વર્ષથી તેમના ગાઢ સંપર્કમાં આવ્યું હતું. તેમના વિશેષ નિકટના સંપર્કમાં આવવાની તક મને અપાવી મારા મિત્ર શ્રી બાબુભાઈ (વ્રજલાલ) કપુરચંદ મહેતાએ. તેઓ દર અઠવાડિયે એક કે બે દિવસ રાનને વખતે પૂ. મહારાજસાહેબ જ્યાં હોય ત્યાં તેમની પાસે જતા. આઠદસ મિત્રે એકઠા થતા. પૂ. મહારાજજી કેઈ એક શાસ્ત્રગ્રંથનું અધ્યયન કરાવતા. આ રાત્રિવર્ગમાં બાબુભાઈ પિતાની ગાડીમાં મને નિયમિત લઈ જતા. અમારા આ ત્રિવર્ગમાં અડધે–પણે કલાક મહારાજસાહેબ સમજાવે અને પછી પ્રશ્નોત્તરી થાય, આવી રીતે ચારેક વર્ષ, ખાસ કરીને ચાતુર્માસ દરમિયાન, પૂજ્ય આચાર્ય મહારાજ પાસે નિયમિત જવાનું બન્યું. આ રાત્રિવર્ગને કારણે પૂજ્ય મહારાજસાહેબ સાથે મારે આત્મીયતા થઈ. ચિત્ત ઉપર એક છાપ દઢપણે અંકિત થઈ કે પૂજ્ય આચાર્ય મહારાજે આપણા શાસ્ત્રગ્રંથનું ઘણું ઊંડું અધ્યયન કર્યું છે. પ્રત્યેક વિષયને તેમની પાસે તરત શાસ્ત્રીય ઉત્તર હાજર હેય. શાની સેંકડે પંક્તિઓ તેમને કંઠસ્થ હતી. અમારા બધા પ્રશ્નોની તેઓ વિવિધ દષ્ટિકોણથી સવિગત છણાવટ કરતા, જેથી અમને પૂર સંતેષ થાય. વળી તેમની દષ્ટિ હંમેશાં વ્યવહારનાથ Jain Educationa International For Personal and Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ તિવિહેણ વાિ અને નિશ્ચયનયના સમન્વયની રહેતી. તેમનું હૃદય હુમેશાં કરુણાથી છલકાતું. કેટલાક વિવાદાસ્પદ પ્રશ્નોની છણાવટમાં પણ તેમના વક્તવ્યમાં અભિનિવેશ કે જુદા મત ધરાવનાર પ્રત્યે અસદ્ભાવ જોવા મળતા નહિ. અમારા આ રાત્રિવર્ગમાં એક વખત એક નાજુક, ગંભીર ચર્ચા ચાલી. વાત એમ હતી કે ઇ. સ. ૧૯૭૨ માં શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી એક દરખાસ્ત મારી પાસે આવી. જૈન યુવક સંઘ તરફથી પ્રતિવષ યેાજાતી પર્યુષણ વ્યાખ્યાનમાળામાં પ્રમુખસ્થાને બિરાજતા પ્રા. ગૌરીપ્રસાદ ઝાલાનું અવસાન થયું. સંધની સમિતિએ એ સ્થાન માટે મારી પસંદગી કરી, હું સંઘની સમિતિમાં હતા. મેં નિશ્ચય કર્યાં કે પૂજ્ય મહારાજશ્રી એ માટે સ*મતિ આપે તે જ મારે એ સ્થાન સ્વીકારવું. એક દરે સાધુ ભગવંતા ઉપાશ્રયની મહાર ચાલતી આવા પ્રકારની પર્યુષણ વ્યાખ્યાનમાળા માટે પોતાના અણગમા વ્યક્ત કરતા. એટલે મહારાજશ્રી મને સ'મતિ આપશે કે નહિં તેનેા મને સંશય હતા. રાત્રિવર્ગના બધા જ મિત્રએ અભિપ્રાય આપ્યા કે ઉપાશ્રયની બહાર એક’ડિશન્ડ હોલમાં ચાલતી એવી નાસ્તિક વ્યાખ્યાનમાળામાં રમણભાઇથી પ્રમુખ તરીકે જવાય જ નહિ.’મહારાજશ્રી શે ઉત્તર આપે છે તે જાણવા હું ઉત્સુક હતા. ચેડી વાર વિચાર કરી મહારાજશ્રીએ કહ્યું, રમણભાઇએ એ વ્યાખ્યાનમાળાનું પ્રમુખસ્થાન સ્વીકારવું જ જોઇએ, આ તક જતી ન કરાય.’ મહારાજશ્રીના જવાખથી બધા આશ્ચય ચકિત થઈ ગયા. આ પ્રશ્નની જુદા જુદા દૃષ્ટિકોણથી છણાવટ કરીને મહારાજશ્રીએ ૩૮ Jain Educationa International For Personal and Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ પૂ. શ્રી વિજયધર્મસુરિજી મહારાજ કહ્યું, “હું જે રીતે રમણભાઈને જાણું છું તે જોતાં રમણભાઈના ત્યાં જવાથી તેઓ નાસ્તિક નહિ થાય, પણ વ્યાખ્યાનમાળા આસ્તિક થઈ જશે.” મહારાજશ્રીની સંમતિથી હું સાનંદાશ્ચર્યમાં ગરકાવ થઈ ગયે. પૂજ્ય આચાર્ય મહારાજ પાપે વંદન અર્થે આવેલાં લેઓની હંમેશાં ભીડ રહેતી. તેનું કારણ નાનાંમોટાં સહુની સાથે તેઓ આત્મીયતા દાખવતા. એને લીધે કેઈને એમની પાસે જતાં સંકેચ થતું નહિ. આચાર્ય મહારાજ પોતે દરેકની વાતમાં રસ લઈ તેને યોગ્ય માર્ગદર્શન આપતા. સેંકડે નહિ બલકે હજારે માણસને તેઓ નામથી ઓળખતા. એમની પાસે કઈ જાય કે તરત તેઓ નામ દઈને બેલાવતા. તેઓ ઉંમરમાં મોટા હતા એટલે કેટલાંયને એકવચનમાં સંબોધતા. પરંતુ એથી તેમનામાં રહેલું પિતાતુલ્ય વાત્સલ્ય પ્રતીત થતું અને તેને લીધે તે વિશેષ ગમતું. - પૂ. વિજયધર્મસૂરિ મહારાજનું સમગ્ર જીવન તેજસ્વી હતું. તેમનું ગૃહસ્થ જીવન શૈડાં વર્ષોનુ પણ ધર્મપરાયણ હતું. તેમને જન્મ વિ. સં. ૧૯૬૦ માં વઢવાણમાં થયે હતું. તેમનું જન્મનામ ભાઈચંદ હતું. તેમના પિતાશ્રીનું નામ હીરાચંદભાઈ અને માતાનું નામ છબલબહેન હતું. તેમણે છ વર્ષની ઉંમરે પિતાના પિતા ગુમાવ્યા હતા. એમનાં ધર્મ પરાયણ માતાએ ભાઈચંદને પ્રાથમિક શાળાના અભ્યાસની સાથે સાથે પાઠશાળામાં પંચપ્રતિક્રમણ સૂત્રને અભ્યાસ કરાવ્યું. બાળક ભાઈચંદની સ્મૃતિ અને ગ્રહણશક્તિ ઘણી સતેજ હતી. નવ વર્ષની ઉંમરે તે તેઓ આસપાસનાં Jain Educationa International For Personal and Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ તિવિહેણુ વંદામિ ગામના લેકેને પ્રતિક્રમણ કરાવવા જતા. વધુ અભ્યાસને માટે ભાઈચંદને અમદાવાદની સુપ્રસિદ્ધ શાળા ચીમનલાલ નગીનદાસ છાત્રાલય(સી. એન. વિદ્યાવિહાર)માં દાખલ કરવામાં આવ્યા હતા. એમને વિદ્યાભ્યાસ અમદાવાદમાં ઘણે સરસ ચાલતું હતું. બીજી બાજુ છબલબહેને પાઠશાળામાં શિક્ષિકા તરીકે કામ ચાલુ કર્યું હતું. ધર્મ પ્રત્યે તેમની રૂચિ ઉત્તરોત્તર વધતી જતી હતી. પિતાના ત્રણ પુત્રમાંથી વચલા પુત્ર ભાઈચંદને પણ તેઓ એ જ માર્ગે વાળવા ઈચ્છતાં હતાં. નાની ઉંમરમાં જ માતા પિતાના આ પુત્રને દીક્ષા લેવા માટે પ્રેરણું કરી હતી. ભાઈચંદને જોઈને પૂ. વિજયમેહનસૂરિએ પણ છબલબહેનને એ જ ભલામણ કરી હતી. ૧૬ વર્ષની ઉંમરે ભાઈચંદ શાળાને અભ્યાસ છોડી દઈને વઢવાણ પાછા આવ્યા. વિ. સં. ૧૯૭૬ માં મહેસાણા પાસે સાંગણ પુરમાં પૂ. વિજયમહનસૂરિ પાસે દીક્ષા લીધી. એમનું નામ મુનિ ધર્મવિજય રાખવામાં આવ્યું. મુનિ પ્રતાપવિજયના શિષ્ય તરીકે તેઓને જાહેર કરવામાં આવ્યા. ચારેક વર્ષ પછી એમનાં માતુશ્રી છબલબહેને પણ દીક્ષા લીધી અને તેમનું નામ સાધ્વી શ્રી કુશળશ્રીજી રાખવામાં આવ્યું. દીક્ષા લીધા પછી મુનિ ધર્મવિજયે પૂ. મેહનસૂરિ પાસે ઉમંગભેર શાસ્ત્રાભ્યાસ ચાલુ કર્યો. તદુપરાંત વખત મળતાં તેમણે તે સમયના મહાન જૈન આચાર્ય પૂ. વિજયનેમિસૂરિ, પૂ. આનંદસાગરસૂરિ, પૂ. ઉદયસૂરિ વગેરે પાસે પણ વખતેવખત શાસ્ત્રાભ્યાસ કર્યો. ભગવતીસૂત્ર, કર્મગ્રંથ, કર્મ પ્રકૃતિ, પચસંગ્રહ, બૃહત્કલ્પભાગ્ય, વિશેષાવશ્યક મહાભાષ્ય, તત્વાર્થ Jain Educationa International For Personal and Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ પૂ. શ્રી વિજયધર્મસૂરિજી મહારાજ સૂત્ર વગેરે શાસ્ત્ર ઉપરાંત કાવ્ય, નાટક, કેષ, વ્યાકરણ, ન્યાય ઇત્યાદિ વિષયોમાં પણ તેઓ પારંગત થયા. સમય જતાં તેમને કમેક્રમે પ્રવર્તક, ગણિ, પંન્યાસ, ઉપાધ્યાય વગેરે પદવીઓ અપાઈ અને વિ. સં. ૨૦૦૭ માં મુંબઈમાં આચાર્યની પદવી આપવામાં આવી. શ્રી વિજયધર્મસૂરિજી પ્રકાંડ પંડિત હતા. તેમણે સંખ્યાબંધ ગ્રંથ લખ્યા છે. સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતી ભાષા પર તેઓ અસાધારણ પ્રભુત્વ ધરાવતા હતા. તેમણે નવતત્વ પ્રકરણ ઉપર સંસ્કૃતમાં છ હજાર કપ્રમાણ સુમંગલા નામની ટીકા લખી છે. તદુપરાંત “ભગવતીસૂત્રનાં પ્રવચને’, ‘લઘુક્ષેત્રસમાસ', “પ્રશ્નોત્તર મોહનમાળા”, “શ્રવણ ભગવાન મહાવીર (પૂર્વભવ) વગેરે સંખ્યાબંધ ગ્રંથ લખ્યા છે. આચાર્ય થયા પછી શ્રી વિજ્યધર્મસૂરિજીની જાહેર ધાર્મિક પ્રવૃત્તિઓ વધુ વેગથી ચાલવા લાગી. નૂતન જિના લયનું નિર્માણ, જિનાલયને જીર્ણોદ્ધાર, અંજનશલાકા કે પ્રતિષ્ઠા, ઉપધાન અને માળારોપણ, મંદિરની સાલગિરિ અને ઉજમણુ ઉપરાંત ધાર્મિક શિક્ષણ અને જૈન સાહિત્ય તથા કલાના પ્રચાર માટે તેમણે ઘણું મેટામેટાં કાર્યો કર્યા છે. તેમના હસ્તે શતાધિક મંદિરોને જીર્ણોદ્ધાર થયું છે. તેમની નિશ્રામાં પચીસેક વાર ઉપધાન તપની આરાધના થઈ છે. મુંબઈમાં ચેંબુરમાં અષભદેવ ભગવાનના અને ઘાટકેપરમાં મુનિ સુવ્રતસ્વામીના દેરાસરનું નિર્માણ એમની પ્રેરણાથી થયું હતું. તદુપરાંત ધર્મશાળા, ભોજનશાળા, હોસ્પિટલ, ઉપાશ્રય, Jain Educationa International For Personal and Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ તિવિહેણ વક્રાિ દુષ્કાળ–રાહત, રેલરાહત વગેરે સામાજિક કાર્યો માટે પણ એમણે ઘણી પ્રેરણા આપી છે. એમના ઉપદેશથી છેલ્લા ત્રણ દાયકામાં વિવિધ પ્રવૃત્તિઓમાં પચાવન કરેાડથી વધુ રૂપિયાની રકમ ખર્ચાઈ છે. એ ઉપરથી પણ તેમની સુવાસ, શક્તિ અને ષ્ટિને પરિચય મળી રહે છે. વિ. સ’. ૨૦૩૫માં વઢવાણમાં જ્યારે એમના અમૃત મહાત્સવ ઊજવવા માટે ઘણું મોઢુ. ફંડ એકત્રિત થયું તે વખતે મારખીમાં રેલ આવતાં એ તમામ રકમ મારખીના રાહતકાય માટે વાપરવાની એમણે સૂચના આપી હતી, જે એમની સમયજ્ઞતા દર્શાવે છે. શ્રી વિજયધર્મસૂરિજીના પ્રભાવ એવા માટો હતા કે કેટલાયે માણસા યથાશક્તિ જાહેર કા માટે પોતે જે રકમ દાન તરીકે વાપરવા ઈચ્છતા હેાય તેની જાણ મહારાજશ્રીને કરી જતા. કેટલીક વાર મહારાજશ્રીની સૂચના અનુસાર એ રકમ વાપરવાને માટે કેટલાક દાતાઓને એક-બે વર્ષ કે વધુ સમય રાહ જોવી પડતી. મહારાજશ્રીને કોઈ પણ નવું. કાર્ય ઉપાડતાં તે પાર પડશે કે કેમ તે વિશે સંશય રહેતે નહિ, કારણ કે દાતાઓ પાસેથી લાખા રૂપિયાનાં વચને અગાઉથી તેમને મળેલાં રહેતાં. કેઈ પણ કાર્ય માટે મહારાજશ્રી ટહેલ નાખતા કે તરત તે માટે જોઈએ તે કરતાં વધુ નાણાં એકઠાં થઈ જતાં. ૪૨ પૂજ્ય આચાર્ય મહારાજને પગલે પગલે ઉત્સવ થત. તેઓ જ્યાં જ્યાં વિચરતા ત્યાં ત્યાં ઉત્સવનું વાતાવરણ. આપોઆપ સાઈ જતું. કેટલેક સ્થળે સ્થાનિક માણુસે વચ્ચે સુમેળ ન હોય તે સુમેળ સ્થપાઇ જતા. સુમેળ સ્થાપવા For Personal and Private Use Only Jain Educationa International Page #56 -------------------------------------------------------------------------- ________________ પૂ. શ્રી વિજયધર્મસૂરિજી મહારાજ તરફ તેમનું લક્ષ પણ રહેતું. એક પ્રસંગ યાદ છે. દહાણું પાસે બેરડી અને ગોલવડ નામનાં બે ગામ છે. ત્યાં જૈનેના ઠીકઠીક વસ્તી છે. બેરડીમાં પ્રતિષ્ઠા મહોત્સવ હતું. હું અને મારી પત્ની ત્યાં ગયાં હતાં. પ્રતિષ્ઠાના મહત્સવ દર મિયાન પૂજ્ય મહારાજ સાહેબને એ વહેમ પડતું હતું કે આ મહત્સવમાં ગેલવડના આગેવાને ઉત્સાહભેર ભાગ લેતા નથી અને કંઈક નારાજ રહ્યા કરે છે. આચાર્ય મહારાજે તેમાંના કેટલાકને બેલાવીને તેમની વાત જાણી. બંને ગામના લેકે વચ્ચે સુમેળ કરાવવા માટે એમણે જાહેર કર્યું કે પ્રતિષ્ઠાને બીજે દિવસે સવારે દેરાસરના દ્વારનું ઉદ્ઘાટન કરવાને લાભ ગેલવડના સંધને જ મળવું જોઈએ. એ માટે ગોલવડના સંઘે વહેલી સવારમાં ગોલવડથી વાજતેગાજતે બેરડી આવવું પડે. સાથે આચાર્ય મહારાજ હોય તે જ એ શેભે. પરંતુ આચાર્ય મહારાજને હૃદયરોગની બીમારી હતી. એ શ્રમ લેવાનું કેમ કહી શકાય? પરંતુ આચાર્ય મહારાજે સામેથી પિતાની તત્પરતા બતાવી. વહેલી સવારમાં પિતે બેરડીથી વિહાર કરી ગેલવડ ગયા અને ગોલવડના સંઘ સાથે પાછા તરત જ વિહાર કરીને બેરડી પધાર્યા. પિતાની નાદુરસ્ત તબિયત છતાં બંને ગામના સંઘે વચ્ચે સુમેળ કરાવવાને માટે તેમણે વિહારનું આટલું બધું કષ્ટ ઉઠાવ્યું. મહારાજશ્રી મુંબઈથી વિહાર કરી ગુજરાત તરફ વિચર્યા હતા ત્યારે ભરુચ પાસે દહેજ બંદરમાં એમની પ્રેરણાથી અને સહાયથી ત્યાંના જિનમંદિરને જીર્ણોદ્ધાર; Jain Educationa International For Personal and Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ ૫૪ તિવિહેણ વંદમ રથ હતો અને ત્યાં પ્રતિષ્ઠાને પ્રસંગ ભવ્ય રીતે એમની નિશ્રામાં જાય હતે. એ પ્રસંગે એમના ઉમળકાભર્યા આગ્રહને વશ થઈ અમે સહકુટુંબ ત્યાં ગયાં હતાં એથી એમણે બહુ જ પ્રસન્નતા અનુભવી હતી અને અમને પણ એ મહત્સવમાં ઉપસ્થિત રહેવાને ઘણે આનંદ થયે હતે. ઈ. સ. ૧૯૭૪માં ભગવાન મહાવીરના ૨૫૦૦ મા નિર્વાણ મહત્સવ પ્રસંગે પૂર્વ આફ્રિકામાં વ્યાખ્યાન આપવા માટે મને અને મારાં પત્નીને જ્યારે નિમંત્રણ મળ્યું ત્યારે એમની પાસે આશીર્વાદ લેવા ગયેલાં. એ વખતે કેવા કેવા વિષયે પર વ્યાખ્યાને આપવાં વગેરે ઘણી બાબતે વિશે એમણે સરસ માર્ગદર્શન આપ્યું હતું. એ વખતે આ મહેત્સવ નિમિત્તે મેં ભગવાન મહાવીર અને જૈન ધર્મ વિશે લખેલી અંગ્રેજી પુસ્તિકા માટે એમણે આશીર્વચન લખી આપ્યાં હતાં. એમના જ હસ્તાક્ષરને બ્લેક બનાવી પુસ્તિકામાં મેં એક લેક એક સંભારણારૂપે છાપ્ય હતે. મહારાજશ્રીની નિશ્રામાં મુંબઈથી શત્રુંજય મહાતીર્થને - છ'રી પાલિત સંઘ નીકળે ત્યારે અમે એક દિવસ માટે મુંબઈના હાઈવે પર શિરસાડથી મનેર ગામ સુધી પગે - ચાલીને જોડાયા હતા. તદુપરાંત સંઘ અમારા વતન પાદરામાં પહોંચે ત્યારે પણ એક દિવસ માટે અમે ફરીથી જોડાયા હતાં. પાદરામાં મારાં દાદીમા અમથીબહેન અમૃતલાલના નામથી બંધાયેલા ઉપાશ્રયમાં મુખ્ય પ્રેરણુ મહારાજશ્રીની જ હતી એટલે ઉપાશ્રયના ઉદ્ઘટનને કાર્ય કમ મહારાજશ્રીની નિશ્રામાં આ સંઘપ્રવેશ વખતે યાજાયે હશે. આ યાત્રા સંઘ Jain Educationa International For Personal and Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ પૂ. શ્રી વિજયધર્મસૂરિજી મહારાજ જે જે ગામે મુકામ કર્યો ત્યાં ત્યાં જીવદયા, સાધર્મિક ભક્તિ વગેરે પ્રકારનાં ઘણું સરસ કાર્યો થયાં. વળી એક મહત્વની યાદગાર ઘટના તે એવી બની હતી કે મુંબઈ છોડતાં એક કૂતર સંઘ સાથે જોડાઈ ગયે હતે. પિતે પણ યાત્રિક હોય તેમ સંઘ સાથે તે વિહાર કરતે, વ્યાખ્યાનમાં બેસતે, નવકારશી અને વિહાર કરતે. સંઘ સાથે શત્રુંજય પર્વત પર ચડી આદીશ્વર દાદાનાં એણે દર્શન કર્યા. પાછાં ફરતાં આ પવિત્ર કુતરાને કેણ પિતાને ઘરે રાખે એ માટે મહારાજશ્રીની નિશ્રામાં ઉછામણું લાવવામાં આવી હતી. પૂજ્ય આચાર્ય મહારાજનું મનોબળ અને આત્મબળ કેવું હતું તેને એક પ્રસંગ યાદ આવે છે. લકવાને લીધે તેમનાં જમણું અંગે બરાબર કામ નહતાં કરતાં. લાંબે સમય બેસી શકાતું નહિ, પરંતુ પૂજ્ય યશોવિજયજી મહારાજ અને જયાનંદવિજયજી મહારાજને આચાર્યની પદવી આપવાને પ્રસંગ પાલીતાણામાં હતું. તે વખતના વડા પ્રધાન માનનીય મોરારજીભાઈ દેસાઈ આ પ્રસંગે આવવાના હતા. બપોર પછી સમય હતે. જે મંચ તૈયાર કરવામાં આવ્યું હતે ત્યાં આચાર્ય મહારાજને બેસવાનું હતું. તેમની તબિથત ઘણી નાદુરસ્ત હતી. તડકો પણ સખત હતું. તે પણ એ પ્રસંગે પૂજ્ય આચાર્ય મહારાજ પૂરી સ્વસ્થતા સાથે આખા કાર્યક્રમ દરમિયાન મંચ ઉપર બેઠા હતા. અપૂર્વ આત્મબળ સિવાય આવું કષ્ટ ઉઠાવી શકાય નહિ. પૂજ્ય આચાર્ય મહારાજને અમારા પ્રત્યે સદૂભાવ Jain Educationa International For Personal and Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ - ૬ તિવિહેણ વદામિ ઘણે બધે હતે. ગમે તેટલા તેઓ કાયેલા હોય તે પણ અમે જઈએ કે તરત અમને સમય આપતા અને શુભાશિષ દર્શાવતા. વિ. સં. ૨૦૩૫માં પૂજ્ય આચાર્ય મહારાજ વઢ-વાણમાં ચાતુર્માસ કરતા હતા ત્યારે હું અને મારાં પત્ની તેમને વંદન કરવા ગયાં હતાં. અમે ઉપાશ્રયે પહોંચ્યાં કે તરત ચંદ્રસેનવિજય મહારાજે કહ્યું, “મહારાજજી તમને બહુ યાદ કરતા હતા. મહારાજજીને છ ઇંચની ધાતુની બે પ્રતિમાજી કઈક આપી ગયું છે. એક મહાવીર સ્વામીની અને બીજી ગૌતમ સ્વામીની છે. મહારાજજી કહે આ બંને પ્રતિમાજી રમણભાઈ અને તારાબહેન આવે ત્યારે એમને મારે ભેટ આપવી છે. ચંદ્રસેન મહારાજની વાત સાંભળી અમને ઘણે - હર્ષ થયે. અમે મહારાજજી પાસે ગયાં. તે દિવસે ખાસ કંઈ ભીડ નહોતી. મહારાજજી હવે ધીમે ધીમે પણ સ્પષ્ટ બેલી શકતા હતા. વાતચીત કરવામાં બહુ શ્રમ પડતો નહોતે. એ દિવસે અમારી સાથે એમણે નિરાંતે ધર્મની ઘણું વાત કરી. અમને ખૂબ આનંદ થયે. તેઓ એ દિવસે બહુ જ પ્રસન્ન હતા. મહારાજ સાહેબે બંને પ્રતિમા મંગાવી મંત્ર ભાણીને તેના ઉપર વાસક્ષેપ નાખે અને એ બે પ્રતિમાજી અમને આપી. અમારા જીવનને આ એક અત્યંત પવિત્ર, મંગલમય, અવિસ્મરણીય પ્રસંગ હતે. પૂજ્ય આચાર્ય ભગ વંત પાસે કેટલાંક વર્ષ પૂર્વે અમે આજીવન ચતુર્થવ્રતની - બ્રહ્મચર્યની બાધા લીધી હતી ત્યારથી એમને અમારા પ્રત્યે અપાર વાત્સલ્યભાવ રહ્યો હતો. પૂજ્ય મહારાજશ્રી પાસે કેટલીક લબ્ધિસિદ્ધિ હતી. Jain Educationa International For Personal and Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ પૂ. શ્રી વિજયધર્મસૂરિજી મહારાજ એમનું વચન મિથ્યા થતું નહિ એમના વાસક્ષેપથી પિતાને લાભ થયો હોય એવી વાત ઘણા પાસેથી સાંભળી છે. એમના વાસક્ષેપથી એક ભાઈ પરદેશમાં અકસ્માતથી બચી ગયાની વાત પણ હું જાણું છું. આ શ્રદ્ધાને વિષય છે. અનેક લેકેને આવા નિઃસ્વાર્થ કરુણાસભર મહાત્મા પ્રત્યે શ્રદ્ધા હોય એ સ્વાભાવિક છે. શ્રી વિજયધર્મસૂરિ મહારાજને શિષ્યસમુદાય વિશાળ છે, જેમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવનાર સાહિત્ય-કલારતનશ્રી વિજ્યયદેવસૂરિ, શતાવધાની શ્રી વિજયજયાનંદસૂરિ, પ્રખર વ્યાખ્યાતા વિજયકનકરત્નસૂરિ વગેરેથી જૈન સમાજ સુપરિચિત છે. તેમના શિષ્યોએ ગુરુભક્તિનું અપ્રતિમ કાર્ય કર્યું છે. લકવા થયા પછી પૂ. આચાર્ય મહારાજને બીજાની સહાયની આ દિવસ જરૂર પડતી. એમના બધા જ શિષ્યએ વૈયાવચ્ચનું ઉત્તમ કાર્ય કર્યું છે, પરંતુ તેમાં સવિશેષ ઉલ્લેખનીય છે પૂ. ચંદ્રસેનવિજયજી મહારાજ. એમણે સતત પાંચ વર્ષ સુધી રાત અને દિવસ તેમની પૂરી સંભાળ લીધી. ઊઠવા-બેસવામાં ટેકે આપ, શૌચાદિ ક્રિયા કરાવવી, મુખમાંથી ઝરતી લાળ સાફ કરવી, સમયે સમયે દવાઓ આપવી, આહારપાણીની સંભાળ રાખવી ઈત્યાદિ કાર્યો ઉપરાંત સતત જામતી ભક્તોની ભીડની મહારાજશ્રીને શ્રમ ન પડે એ રીતે વ્યવસ્થિત રાખવી – એ બધું અત્યંત પરિશ્રમભરેલું કાર્ય પૂરી નિષ્ઠાપૂર્વકની ગુરુભક્તિથી પ્રસન્નતાપૂર્વક કર્યું છે જે બદલ તેઓ ધન્યવાદને પાત્ર છે. Jain Educationa International For Personal and Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ તિવિહેણ વંદામિ પરમ પૂજ્ય વિજયધર્મસૂરીશ્વરજી મહારાજને સમાજ ઉપર અસીમ ઉપકાર છે. તેઓ દિવંગત થયા, પરંતુ તેમની પ્રસન્ન અને પ્રભાવક સ્મૃતિ અનેક લોકેના હૃદયમાં ચિરકાળ સુધી અંકિત રહેશે. આવા ધુરંધર મહાત્માને આપણું કટિશ વંદન હે. Jain Educationa International For Personal and Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ પૂ. શ્રી કૈલાસસાગરસૂરિજી મહારાજ પ. પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ કૈલાસસાગરસૂરિજી મહારાજ અમદાવાદમાં વિ. સં. ૨૦૪૧ના જેઠ સુદ ૨ ને બુધવાર, ૨૨મી મે, ૧૯૮૫ના રોજ તેતેર વર્ષની ઉંમરે કાળધર્મ પામ્યા. બીજે દિવસે અમદાવાદની અંકુર રોસાયટીથી નીકળેલી એમની પાલખી અઢાર કિલોમીટર દૂર કેબામાં મહાવીર જૈન આરાધના કેન્દ્રમાં લઈ જવામાં આવી અને ત્યાં એમના પાર્થિવ દેહને અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા. આટલી લાંબી અંતિમ યાત્રા ઉપરથી એમના પ્રત્યે લેકેને ભક્તિભાવ કેટલે બધે હતું તેની પ્રતીતિ થાય છે. એમના સ્વર્ગવાસથી જૈન સમાજે એક ધ્યાનમગ્ન, આતમરત, પ્રશાંત મૂર્તિમહાત્મા ગુમાવ્યા છે. - સ્વ. પૂ. કૈલાસસાગરસૂરિ ગિનિઝ મહાન જૈનાચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિના પ્રશિષ્ય હતા. સ્વ. પૂ. બુદ્ધિસાગરસૂરિજીની પ્રેરણાથી શ્રી અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળની સ્થાપના સિત્તેર વર્ષ પહેલાં માણસા મુકામે થયેલી. એ મંડળના વર્તમાન પ્રમુખ તરીકે મારે પૂકૈલાસસાગરસૂરિજીને કેટલીક વાર મળવાનું થયું હતું. પ્રથમ મુલાકાતથી જ એ પ્રશાન્ત સાધક, નિસ્પૃહ મહાત્માની એક વિશિષ્ટ મુદ્રા મારા ચિત્તમાં અંકિત થઈ ગઈ હતી. એમને જન્મ પંજાબના લુધિયાણા જિલ્લાના જગાંવ Jain Educationa International For Personal and Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ તિવિહેણ થ'દ્વાત્રિ નામનાં ગામમાં તા. ૧૯-૧૨-૧૯૧૩ના રાજ થયા હતા. તેમના માતાનું નામ રામરખીબાઈ અને પિતાનું નામ રામકૃષ્ણદાસ હતું. તેમનું સાંસારિક નામ કાશીરામ હતું. તેએ લાહેારની સનાતન ધર્મ કોલેજમાંથી બી. એ. થયા હતા એટલે કે તેઓ એ વખતના સ્નાતક હતા. તે હિંદી ભાષા ખેલતા પણ ઉર્દૂ લિપિમાં લખતા કારણ કે એ પ્રદેશમાં ત્યારે શાળા-કૉલેજમાં ઉર્દૂ લિપિના પ્રચાર હતા. કોલેજમાં એમણે અંગ્રેજી સાહિત્યના વિષય લીધા હતા ક્રિશાર કાશીરામને નાની વયથી ધર્મના સૌંસ્કાર મળ્યા હતા. તે સ્થાનકવાસી કુટુબના હતા. તે સ્થાનકવાસી છેટાલાલજી મહારાજના ગાઢ સપર્કમાં આવ્યા હતા. એથી એમની તત્ત્વજિજ્ઞાસા વધી હતી. તે એમની પાસેથી તથા ગામમાં રહેતા પડિત જગન્નાથજી શાસ્રીજી પાસેથી પુસ્તકો લાવીને વાંચતા. એમણે કોલેજકાળ દરમિયાન ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત ‘અધ્યાત્મસાર' નામના ગ્ર'થ પચાસેક વખત વાંચ્ચેા હતેા. કાશીરામનાં લગ્ન શાંતાદેવી નામની રૂપવતી કન્યા સાથે થયાં હતાં, પરંતુ સાંસારિક જીવનમાંથી એમના રસ ઘટી ગયા હતા. દીક્ષા લઈ સાધુ થઈ આત્મસાધના કરવાની મને લગની લાગી હતી. યેવૃદ્ધ છેટાલાલજી મહારાજે પોતાની વૃદ્ધવસ્થાને કારણે, તથા કાશીરામની તત્ત્વજિજ્ઞાસા જોતાં એમને દીક્ષા આપવાની ના પાડી હતી અને ગુજરાતમાં જઈ મૂર્તિપૂજક સમુદાયમાં દીક્ષા લેવાની સલાહ આપી હતી. આથી એક દિવસ કાશીરામ ઘરેથી કૈાઈને કહ્યા વગર ચાલી નીકળ્યા. આબુ, મુબઈ, પાલિતાણા, Jain Educationa International For Personal and Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ પૂ. શ્રી કૈલાસસાગરસૂરિજી મહારાજ મહેસાણા વગેરે સ્થળે ફર્યા, પરંતુ પંજાબથી આવેલા, સ્થાનક વાસી સંપ્રદાયના અને એમાં પણ પરિણીત એવા અજાણ્યા યુવાનને કોઈ દીક્ષા આપે તૈયાર નહોતું, કારણ કે રખેને એ કેઈ આઝાદીની લડતના ક્રાંતિકારી હોય અને ધરપકડના વેરંટને કારણે સાધુને વેશ લઈ સંતાવા આવ્યા હોય. છેવટે મહેસાણામાં બુદ્ધિસાગરના પ્રશિષ્ય શ્રી જિતેન્દ્રસાગર મહારાજ એમને દીક્ષા આપવા તૈયાર થયા અને તારંગા જઈ એકાન્તમાં એમને દીક્ષા આપી અને એમનું નામ રાખ્યું મુનિ આનંદસાગર. દીક્ષા પછી વિહાર કરતાં કરતાં મુનિ આનંદસાગર પિતાના ગુરુમહારાજ સાથે ચાતુર્માસ માટે પેથાપુર પધાર્યા. અહીં બુદ્ધિસાગરજી મહારાજકૃત “જૈનસૂત્રમાં મૂર્તિપૂજા નામને ગ્રંથ એમને વાંચવામાં આવ્યું અને મૂર્તિપૂજામાં એમની શ્રદ્ધા વધુ દઢ થઈ. પેથાપુરમાં પર્યુષણ પર્વની આરાધના ઘણી સારી રીતે કરીને મુનિ આનંદસાગરે પોતાનાં માતાપિતા, પત્ની, ભાઈ વગેરેને ખમાવવા માટે પત્ર લખે. પરંતુ એથી તે પિતે ક્યાં છે તે જાહેર થઈ ગયું અને તરત જ કુટુંબીજને પેથાપુર આવી પહોંચ્યાં અને આગ્રહપૂર્વક ગુરુમહારાજ તથા સંઘને સમજાવીને આનંદસાગર પાસે કાચી દીક્ષા છોડાવીને એમને જગાંવ પાછા લઈ ગયા. ઘરે પરાણે પાછા જવું પડ્યું, પરંતુ ઘરે ગયા પછી કાશીરામે સાધુ જેવું જ જીવન જીવવાનું ચાલુ રાખ્યું. તેઓ રોજ એકાસણું કરતા અને બેત્રણ વાનગી જ લેતા. તેઓ ઉકાળેલું પાણી પીતા, ચેવિહાર કરતા, આખો દિવસ સામાયિક Jain Educationa International For Personal and Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ ૫૨ તિવિહેણ વંદામિ કરતા, મૌન ધારણ કરતા અને ભૂમિ ઉપર શયન કરતા. આથી છેવટે એમના પિતાશ્રીએ એમને દીક્ષા લેવાની સંમતિ આપી પણ તે સ્થાનકવાસી સાધુ પૂ. ફૂલચંદજી સ્વામી પાસે. પરંતુ કાશીરામે તે સ્વ. પૂ. બુદ્ધિસાગરજીના સમુદાયમાં જ દીક્ષા લેવાને આગ્રહ રાખે. એમ કરવામાં પિતાજીને પ્રતિષ્ઠાનો પ્રશ્ન નડતે હતે. અંતરમાં તેઓ એવું ઈચ્છતા હતા કે કાશીરામ પિતાની મેળે ઘર છોડીને ચાલ્યા જાય અને જેમ કરવું હોય તેમ ભલે કરે, જેથી સમાજમાં પિતાની કઈ વધુ ટીકા ન કરે. ઘરમાં ચારેક મહિના એ રીતે રહીને કાશીરામ અનુકૂળ વાતાવરણ જણાતાં ફરી વાર ચૂપચાપ ઘરમાંથી નીકળીને ગુજરાતમાં પહોંચ્યા. ત્યાં અમદાવાદમાં પૂ. શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિના બીજા એક પ્રશિષ્ય પૂ. શ્રી અદ્ધિસાગરસૂરિજી પાસે એકાંતમાં દિક્ષા લઈ એમણે સાધુજીવનમાં ફરીથી પ્રવેશ કર્યો. એમનું નામ હવે મુનિ કૈલાસસાગર રાખવામાં આવ્યું. દીક્ષા પછી એમણે પિતાશ્રીને જણાવી દીધું કે તે હવે ઘરે પાછા નહિ ફરે, માટે પ્રયત્ન ન કરવો. પિતાશ્રી અને કુટુંબીજનેએ પણ આ વાસ્તવિકતાને સ્વીકાર કરી લીધે. આમ સંજોગવશાત્ , દીક્ષા છોડી દેવી પડી હોય અને ફરી પાછા દીક્ષિત થયા હોય એવા મહામાઓનાં દષ્ટાંતે વિરલ છે. દીક્ષા લીધા પછી કૈલાસસાગરજીએ સાણંદમાં વિદ્યાભ્યાસ ચાલુ કર્યો. સાણંદના સંઘે તેમને પંડિતની તથા ગ્રંથની સરસ અનુકૂળતા કરી આપી. એમની સ્વાધ્યાય માટેની લગની એટલી વધી હની કે એમને સમય ન બગડે Jain Educationa International For Personal and Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ ૫૩ પૂ શ્રી કૈલાસસાગરસૂરિજી મહારાજ તે માટે એમના ગુરુમહારાજ પિતે ગોચરી વહેરી લાવતા. કૈલાસસાગરજી ચાતુર્માસ અન્યત્ર કરે, પણ શેષકાળમાં સાણંદમાં આવીને પંડિતજી પાસે અભ્યાસ કરે. રજની પચાસ જેટલી ગાથાઓ તેઓ કંઠસ્થ કરતા. ત્યારપછી એમણે પૂ. નેમિસૂરિ, પૂ ઉદયસૂરિ, પૂ. લાવણ્યસૂરિ, પૂ. નંદનસૂરિ, પૂ. ધર્મધુરંધરસૂરિ, પૂ. ભદ્રકરસૂરિ, પંડિત પુખરાજજી, પંડિત પ્રભુદાસ બેચરદાસ વગેરે પાસે આગમગ્રંથે તથા અન્ય શાસ્ત્રગ્રંથોને ઊંડે અભ્યાસ કર્યો. એમણે હેમચંદ્રાચાર્યના સિદ્ધહૈમ' વ્યાકરણ ઉપરાંત આગમગ્રંથો તથા વાચક ઉમા સ્વાતિ, હરિભદ્રસૂરિ, હેમચન્દ્રાચાર્ય, યશોવિજયજી વગેરેના ગ્રંથને અભ્યાસ, હજારો ગાથાઓ કંઠસ્થ રાખવા સાથે કર્યો હતે. એમની યાદશક્તિ પણ ઘણું જ તીવ્ર હતી. પૂકૈલાસસાગરજી મહારાજને વિસં. ૨૦૪૪માં પૂનામાં ગણિપદ, વિ. સં. ૨૦૦૫ માં મુંબઈમાં પંન્યાસપદ અને વિ. સં. ૨૦૧૧માં સાણંદમાં ઉપાધ્યાયપદ આપવામાં આવ્યું હતું. ત્યારપછી તેમણે ગુજરાત બહાર વિહાર કર્યો. તેમણે રાજસ્થાન, કલકત્તા, મુંબઈ વગેરે સ્થળે કેટલાંક ચાતુર્માસ કર્યા. વિ. સં. ૨૦૨૨માં એમને સાણંદમાં આચાર્યની પદવી અને વિ. સં. ૨૦૩માં મહુડીમાં ગચ્છાધિપતિની પદવી આપવામાં આવી હતી. - પિતાના શિષ્ય પૂ. કલ્યાણસાગરજીના સહકાર અને તેમની દેખરેખથી સ્વ. કૈલાસસાગરસૂરિજીએ મહેસાણામાં સીમંધરસ્વામીનું ભવ્ય અને અદ્વિતીય જિનાલય કરવાની સંઘને પ્રેરણા કરી એ એમનું એક મહાન કાર્ય છે. એમને વર્તમાનકાળે Jain Educationa International For Personal and Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ ૫૪ તિવિહેણ વદ મિ મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા શ્રી સીમંધરસ્વામીમાં અનન્ય શ્રદ્ધા હતી. એમને દઢ આંતરપ્રતીતિ હતી કે પિતે ભવાન્તરમાં મહાવિદેહક્ષેત્રમાં શ્રી સીમંધરસ્વામી પાસે દીક્ષા લેશે. તેઓ કહેતા કે – મને જીવવાને મેહ નથી, અને મરવાને ડર નથી; જીવીશું તે સેહે સેહં કરીશું, ને મરીશુ તે મહાવિદેહ જઈશું.” સ્વ. કૈલાસસાગરસૂરિજીની પ્રતિભા અનેખી હતી. તેઓ બહુ ઓછું બેલતા. તેમની એક લાક્ષણિકતા એ હતી. કે તેઓ ઉપાશ્રયમાં હોય ત્યારે, રસ્તામાં જતા-આવતા હેય. ત્યારે અથવા કોઈની પણ સાથે વાત કરતા હોય ત્યારે તેઓ નીચી દષ્ટિ રાખીને જ બોલતા. વાત કરનાર વ્યક્તિ સામે તેઓ બહુ જ ઓછું જતા અને નજર તે ભાગ્યે જ મેળવતા. વ્યાખ્યાન આપતી વખતે પણ તેઓ નીચી દષ્ટિ રાખીને જ બેલતા. તેઓ કહેતા કે આંખનું મુખ્ય કામ તો ભગવાનનાં દર્શન કરવાનું છે, તદુપરાંત તેનું કામ સ્વાધ્યાય કરવા. માટેનું છે, વળી હાલતાચાલતાં જયણા રાખવા માટે દષ્ટિને ઉપગ જરૂરી છે. સાંસારિક બાબતે અને વિષયે માટે દષ્ટિ વેડફી નાખવાની નથી. સ્ત્રી સમુદાય તરફ એમની નજર જતી નહિ. સંયમ અને બ્રહ્મચર્યના તેઓ અખંડ આરાધક હતા. તેમની વાણીમાં પણ સંયમ જણાતું. તેઓ ઓછું અને મૃદુતાથી બેલતા. તેઓ પંજાબના હતા, પરંતુ ગુજરાતી ભાષા એમની જીભે મધુરતાથી વસી ગઈ હતી. Jain Educationa International For Personal and Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ ૫૫ પૂ. શ્રી કૈલાસસાગરસૂરિજી મહારાજ તેઓ સાધુ તરીકે પિતાની દિનચર્યામાં ચુસ્ત હતા. જ્યારે પણ એકાત મળે ત્યારે તેઓ ધ્યાનમાં લીન બની જતા. પિતાના દાદાગુરુ બુદ્ધિસાગરસૂરિના ગ્રંથમાંથી એમને ગસમાધિ માટેની પ્રેરણા મળી હતી. ધ્યાન ધરવા માટે તેઓ દાદાગુરૂની જેમ જ ક્યારેક આસપાસના જંગલમાં, વગડામાં, ખેતરમાં કે કોતરોમાં એકાન્ત સ્થળમાં ચાલ્યા જતા. - સ્વ. કૈલાસસાગરસૂરિજીને મળવાનું મારે પ્રમાણમાં ઓછું થયું છે. પાલિતાણા, જામનગર, મહેસાણા, મહુડી, અમદાવાદ, ભાવનગર વગેરે સ્થળે હું એમને જ્યારે વંદન કરવા ગયે હતા, ત્યારે બહુધા સ્વ. બુદ્ધિસાગરસૂરિના જીવનકાર્ય અને સાહિત્ય વિષે વાતે નીકળતી. સ્વ. કૈલાસસાગરસૂરિજી જ્યારે ભાવનગરમાં હતા ત્યારે એક કામ અંગે મળવા માટે તેમને પત્ર આવેલે. હું અને મારાં પત્ની તેમને મળવા ભાવનગર ગયાં ત્યારે દાદાવાડીના ઉપાશ્રયમાં તેઓ હતા. ઉપાશ્રયમાં અમે ગયાં ત્યારે શિષ્યએ કહ્યું કે તેઓ મકાનની અગાશીમાં બેઠા છે. અમે અગાશીમાં ગયાં ત્યાં તેઓ એકલા બેઠા હતા. લેકની અવરજવર ઓછી રહે અને એકાંતમાં ધ્યાન ધરવાની અનુકૂળતા રહે માટે જ્યારે સમય મળે ત્યારે તેઓ અગાશીમાં બેસવાનું વધુ પસંદ કરે છે એમ તેમણે કહ્યું. રાત્રે પણ તેઓ ત્યાં જ સૂવાના હતા. શિયાળાની કડકડતી ઠંડીના દિવસે હતા. સૂવા માટે તેમને પાતળે સંથારે હતે. અમે પૂછયું, ઠંડીમાં આ સંથારે એક નહિ પડે?” એના જવાબમાં એમણે કહ્યું કે, અમારે સાધુઓને વળી ઠંડી શું અને ગરમી શું? એ Jain Educationa International For Personal and Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ તિવિહેણ વદ મિ સાંભળી અમારે એમને માટે પૂજ્યભાવ વધી ગયે. અમને થયું કે જેમનાં વચન ઉપર ભક્તો લાખ રૂપિયા ખર્ચવા તૈયાર હોય એવા આ મહાત્માને પોતાને માટે તે કશું જ જોઈતું નથી.' પૂ. કૈલાસસાગરસૂરિનાં ત્યાગરાગ્ય સાચાં હતાં. એમની આધ્યાત્મિક સિદ્ધિ ઉચી કેટિની હતી. તેમની પાસે કેઈની ટીકાનિંદા સાંભળવા ન મળે. એમની વાણીમાં મધુરતા, મૃદુતા અને નમ્રતા જણાયા વગર રહે નહિ. તેઓ પિતાને મળવા આવેલા સાધુઓ કે ગૃહસ્થને ક્યારેય ઊભા થવાનું કહેતા નહિ. એથી કેટલીયે વાર એમને ગેચરીનું મોડું થઈ જતું. તેઓ ક્યારેય છાપું વાંચતા નહિ, પિતાના કોઈ કાર્યક્રમની છાપામાં જાહેરખબર ન આવે એ માટે સૂચના આપતા, તેમ છતાં અજાણતાં કેઈએ જાહેરખબર આપી દીધી હોય અને એમનું નામ છાપામાં છપાયું હોય તે તે જોવાની ઉત્સુકતા ધરાવતા નહિ. પૂ. કૈલાસસાગરસૂરિ પિતે સવારના સાડાત્રણ વાગે ઊઠી ધ્યાનમાં બેસી જતા, જપ કરતા. નવકારમંત્રનું રટણ તે આખો દિવસ એમનું ચાલતું જ હોય. તેઓ શિષ્યને જાતે જ બરાબર સ્વાધ્યાય કરાવતા. એમાં તેઓ પ્રમાદ કરતા નહિ અને કરવા દેતા નહિ. તેમનામાં પિતાના શિષ્ય માટે અપાર વાત્સલ્ય હતું. નાનામાં નાના સાધુ સાથે વાત કરતી વખતે પણ તેઓ “જી કહીને વાત કરતા. તેઓ શિષ્યોને સંયમજીવનમાં પ્રેત્સાહિત કરતા. પૂ. કૈલાસસાગરસૂરિ વચનસિદ્ધ પુરુષ હતા. એમના Jain Educationa International For Personal and Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ પૂ. શ્રી કૈલાસસાગરસૂરિજી મહારાજ આશીર્વચનથી કે અકસ્માતમાંથી ઊગરી ગયા હોય, કેઈની જીવલેણ બીમારી દૂર થઈ હોય, કોઈની ધંધાની આપત્તિનું કે કૌટુમ્બિક સમસ્યાનું નિરાકરણ થઈ ગયું હોય એવી ઘટનાઓ બની છે છતાં તેને ઉલ્લેખ તેમના મુખેથી ક્યારેય સાંભળવા મળતું નહિ, એટલું જ નહિ કોઈ ઉલ્લેખ કરે તે તેની વાત તેઓ ટાળતા. પૂ. કૈલાસસાગરસૂરિજીની તબિયત પાલીના છેલા ચાતુર્માસના વખતથી લથડવા લાગી હતી. તેમને બ્લડપ્રેશર અને શ્વાસની તકલીફ દિવસે દિવસે વધતી રહી હતી. તેમ છતાં તેઓ ત્યાંથી વિહાર કરી અમદાવાદ પધાર્યા. તેઓ જોતિષના અને ગવિદ્યાના જાણકાર હતા. પિતાને અંતકાળ તેમને જણાઈ ગયે હતે. તેઓ તે પ્રમાણે વાતચીતમાં અણસાર પણ આપતા. પિતાની ડાયરીમાં પણ એક પ્રમાણે નોંધ કરી હતી. અમદાવાદમાં અંકુર સોસાયટીમાં પધાર્યા પછી વિ.સં. ૨૦૪૧ના જેઠ સુદ બીજના દિવસે સવારે પડિલેહણ પછી ઈરિયાવણને કાઉસગ્ગ કરતાં “અપાયું સિરામિ બેલી લેગસ્સના કાઉસગ દરમિયાન તેમણે પ-૪૭ કલાકે ધ્યાનસ્થ અવસ્થામાં દેહ છોડ્યો. મૃત્યુને તેઓ અતિક્રમી ગયા. કાળધર્મ પછી બીજે દિવસે નીકળેલી એમની પાલખીની અંતિમ યાત્રા અમદાવાદમાં એક યાદગાર ઘટના બની ગઈ. પૂ. કૈલાસસાગરસૂરિનું પવિત્ર જીવન અનેકને માટે પ્રેરણારૂપ બની રહે એવું છે. Jain Educationa International For Personal and Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ પૂ. શ્રી ગુણસાગરસૂરિજી મહારાજ અચલગચ્છાધિપતિ પ.પૂ આચાય.. ભગવંત શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મહારાજ ૭૭ વર્ષોંની વયે મુંબઇમાં સં ૨૦૪૪ના ભાદરવા વદ અમાસને સેામવાર તા. ૧૦મી. આકટોબરે રાત્રે ૧૨-૩૯ કલાકે નવકારમંત્રનું રટણ કરતાં કરતાં કાળધર્મ પામ્યા હતા. એમના સ્વર્ગવાસથી જૈન સમાજને એક મહાન તપસ્વી અને પ્રભાવક આચાર્યની ખોટ પડી છે. જીવનના છેલ્લા એક દાયકામાં પૂ. ગુણસાગરસૂરિજીનું નામ એમની અનેકવિધ શાસનપ્રવૃત્તિઓથી જૈન સમાજમાં સુપ્રસિદ્ધ બની ગયું હતું. પેાતે દીક્ષા ન લે ત્યાં સુધી રાજ એકાસણાં કરવાની પ્રતિજ્ઞા લેનાર અને દીક્ષા લીધા પછી પશુ જીવનના 'ત સુધી, એમ પાંચ દાયકાથી વધુ સમય સળંગ એકાસણાં કરનાર અને રાજ સવારના ઊઠીને ૧૦૮ વાર ખમાસમણાં દેનાર એવા ઉગ્ર તપસ્વી અને વિહાર કરવાની બાબતમાં પણ. ઉગ્ર વિહારી તરીકે સુપ્રસિદ્ધ એવા ગુણુસાગરસૂરિજી મહારાજે અચલગચ્છનું નામ છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભારતભરમાં ગુંજતું કરી દીધું હતું. ગુણસાગરજી મહારાજના જન્મ વિ. સ. ૧૯૬૯ના મહા સુદ ૨ ને શુક્રવારના રાજ કચ્છમાં ગામ દેઢિયામાં થયેા હતા. એમના પિતાશ્રીનું નામ લાલજી દેવશી અને માતુશ્રીનું નામ ધનખાઈ હતું. ગુણસાગરજી મહારાજનું સંસારી નામ ગાંગજીભાઈ હતું. Jain Educationa International For Personal and Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ પૂ. શ્રી ગુણસાગરસૂરિજી મહારાજ પિતાશ્રી લાલજીભાઈએ મુંબઈમાં આવીને શીવરીમાં દુકાન કરી હતી. બાર વરસના ગાંગજીભાઈ પિતાશ્રી સાથે દુકાનમાં જોડાયા હતા એથી તેઓ શાળામાં વ્યાવહારિક શિક્ષણ ચાર ઘેરણ સુધીનું જ લઈ શક્યા હતા. તેર વર્ષની ઉંમરે ગાંગજીભાઈને શીતળાને રોગ થયે હતું અને તેઓ એવી બેભાન સ્થિતિમાં હતા કે પિતાજીએ માનેલું કે તેઓ અવસાન પામ્યા છે, એટલે સ્મશાને લઈ જવાની તૈયારી કરવા વિચારેલું. પરંતુ શરીરમાં જરાક હલનચલન જણાતાં આશા જન્મી અને છ મહિનાની માંદગી પછી ગાંગજીભાઈ સ્વસ્થ થયા હતા. પિતાનાં માતુશ્રીને સામાયિક, પ્રતિક્રમણ વગેરેની વિધિ. પુસ્તક વાંચીને કરાવતાં કરાવતાં અને માતુશ્રીની સાથે તપશ્ચર્યા કરતાં કરતાં કિશોર ગાંગજીભાઈને ધર્મને રંગ લાગ્યું હતે તે એટલે દઢ બન્યું કે એક વખત માતુશ્રી રસોઈ કરતાં હતાં ત્યારે ધગધગતું તેલ ગાંગજીભાઈના શરીર ઉપર પડયું તે પણ પિતાની તપશ્ચર્યા તેડી નહિ અને દવા લીધી. નહિ. યુવાન વયે તેમણે કચ્છનાં તીર્થોની યાત્રા કરી અને ત્યારપછી સમેતશિખર અને આસપાસનાં તીર્થોની યાત્રા કરી. તેઓ ધાર્મિક ઉત્સવમાં ભાગ લેવા લાગ્યા હતા અને મુંબઈમાં કરછી મહાજનવાડીમાં સામાયિક, પૌષધ વગેરે કરવા લાગ્યા હતા. યુવાન વયે તેઓ જામનગરમાં તે સમયના ગરછાધિ. પતિ પૂ. ગૌતમસાગરસૂરિ અને તેમના શિષ્ય નીતિસાગરજના. Jain Educationa International For Personal and Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ તિવિહેણ વંદમ સંપર્કમાં આવ્યા. દીક્ષા લેવાની પિતાની ભાવના વ્યકત કરી અને એ પ્રમાણે વિ. સં. ૧૯૩માં તેમને ચાવીસ વર્ષની વયે કચ્છમાં પિતાને ગામ દેઢિયામાં દીક્ષા આપવામાં આવી. નીતિસાગરજીના તેઓ શિષ્ય બન્યા અને તેમનું નામ મુનિ ગુણસાગરજી રાખવામાં આવ્યું. કચ્છ માંડવીમાં, જામનગરમાં, ભુજમાં, કચ્છ ગોધરામાં, મેટા આસંબિયામાં એમ એક પછી એક એમનાં ચાતુર્માસ થતાં રહ્યાં. એમની અસાધારણ તેજસ્વિતા પારખીને ગુરુમહારાજે પંડિતે રાખીને એમને સંસ્કૃત અને પ્રાકૃત ભાષાને અભ્યાસ કરાવ્યા. સમય જતાં એમને ઉપાધ્યાયની પદવી આપવામાં આવી અને સં. ૨૦૦૩માં ગૌતમસાગરસૂરિજીએ તેમને ગચ્છની જવાબદારી પણ સેંપી. | વિ. સં. ૨૦૧૨માં મુંબઈમાં તેમને આચાર્યની પદવી આપવામાં આવી અને તેઓ ગચ્છાધિપતિ આચાર્ય ગુણસાગરસૂરિ થયા. ગચ્છાધિપતિ આચાર્ય ભગવંતે ત્યારપછી કચ્છ, રાજસ્થાન અને મુંબઈમાં અનેક સ્થળે વિહાર કરી અનેક શ્રેષ્ઠીઓને પ્રતિબંધ આપીને અનેક મહત્વનાં કાર્યો કરાવ્યાં. એમણે શ્રી આર્ય રક્ષિત જૈન તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠની કચ્છમાં મેરાઉમાં સ્થાપના કરાવી; ભુજપુરથી ભદ્રેશ્વર તીર્થને સંધ કાઢોશ્રાવિકા વિદ્યાપીઠની મેરાઉમાં સ્થાપના કરાવી; ક૭થી શત્રુંજયની તીર્થયાત્રાને સંઘ કઢાવ્યું. એ ઉપરાંત જિન મંદિર, ઉપાશ્રય, જ્ઞાનમંદિર, ધર્મશાળા, ગ્રંથા- લય, પ્રતિષ્ઠા, જીર્ણોદ્ધાર, દીક્ષા, પદવી વગેરે વિવિધ પ્રકારનાં ઘણું કાર્યો વર્ષોવર્ષ એમણે મહત્સવ પૂર્વક કરાવ્યાં. એમણે Jain Educationa International For Personal and Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ પૂ. શ્રી ગુણસાગરસૂરિજી મહારાજ પોતાનાં માતુશ્રીને દીક્ષા આપી એમનું નામ સાધ્વી શ્રી ધર્મશ્રી આપ્યું હતું. છેલ્લા દાયકામાં એમણે મુંબઈથી સમેતશિખરના સંઘ કઢાવ્યા હતા. ત્યારપછી સમેતશિખરથી શત્રુંજયના સંધ કઢાવ્યેા હતેા. આ એમની જેવીતેવી સિદ્ધિ નહેાતી, કારણ કે એમાં લાખો રૂપિયાના ખર્ચની અને વહીવટી વ્યવસ્થાની જવાબદારી સઘપતિઓએ ઉઠાવવાની હતી. એમણે સમેત શિખરમાં વીસ જિનાલયનું નિર્માણુ ધર્મશાળા સહિત કરાવ્યું અને કચ્છમાં તેર જિનાલયનું કાર્ય ઉપાશ્રય, ધર્મશાળા વગેરે સહિત ચાલુ કરાવ્યું હતું. એમની પ્રેરણાથી વિવિધ પ્રકારનાં અધિવેશને અને સ'મેલના ચે।જાયાં હતાં. એમને જુદે જુદે સમયે વિવિધ પદવીથી સંધ અને સમાજે અલંકૃત કર્યાં હતા. એમની પ્રેરણા અને સદુપદેશથી જુદે જુદે સ્થળે અને જુદે જુદે સમયે કેટલાક યુવકોએ અને યુવતીએએ દીક્ષા લીધી. એ રીતે એમના હસ્તે ૧૧૫થી વધુ સાધ્વીજીએએ દીક્ષા લીધી અને પચાસેક સાધુઓએ દીક્ષા લીધી જેમાં એમના શિષ્યા ગુણાદયસાગર અને કલાપ્રભસાગરને આચાર્યની પદ્મવી પણ અપાઇ હતી. આમ એમના પ્રભાવક ચરિત્રથી અચલગચ્છને સાધુ-સાધ્વીઓના વિશાળ સમુદાય સાંપડયો. પૂ.ગુણસાગરસૂરિજીએ જૈન શાસનનાં જે વિવિધ કાર્યો કર્યાં. એમાં તેમના સાહિત્યક્ષેત્રે કરેલા સમૃદ્ધ પ્રદાનનું પણ વિસ્મરણ ન થવું જોઇએ. તે શ્રુતશાહિત્યના અભ્યાસી હતા. તેઓ સંસ્કૃત-પ્રાકૃત વગેરે ભાષાના પ્રખર પ`ડિત Jain Educationa International For Personal and Private Use Only ૬૧. Page #75 -------------------------------------------------------------------------- ________________ તિવિહેણ વ'દામિ હતા. વળી કવિ પણ હતા. ગુજરાતી તેમજ સૌંસ્કૃત ભાષામાં તેમણે ઘણી રચનાઓ કરી છે. એમણે આય રક્ષિતસૂરિ, કલ્યાણસાગરસૂરિ અને ગૌતમસાગરસૂરિનાં ચરિત્રો સ`સ્કૃત ભાષામાં રચેલ છે. આ ઉપરાંત ‘પર્વકથાસ’ગ્રહ', ‘શ્રીપાળચરિત્ર’, ‘પાર્શ્વનાથચરિત્ર' વગેરે ગ્રંથ લખેલા છે. એમણે અનેક સ્તવના, મોટી પૂજા, ચાઢાળિયાં. સ્તુતિએ, દુહાઓ પ્રાર્થનાઓ વગેરેની રચના કરી છે. સ ંસ્કૃત અને ગુજરાતીમાં ગદ્યમાં અને પદ્યમાં એમના હાથે વિપુલ સાહિત્ય લખાયુ. છે; એ એમની જેવીતેવી સિદ્ધિ નથી. એમનાં કેટલાંય સ્તવને “રાજની ધાર્મિક વિધિમાં અનેક લોકોના મુખે આજે પશુ ગવાતાં રહ્યાં છે. ૨ પૂ. ગુણસાગરજી મહારાજ પાતાના ચારિત્રપાલનમાં અત્યંત ચુસ્ત રહેતા, વૃદ્ધાવસ્થામાં પણ તેઓ શિષ્યાની સેવા આછી લેતા અને અપ્રમત્ત ભાવમાં રહેતા. ગૃહસ્થાએ વહેારાવેલાં નવાં વસ્ત્રો પણ તેઓ કરચલી પાડી પછી જ વાપરતા, તેએ સાચે જ કહેતા અને શિષ્યાને સલાહ આપતા કે સાધુને નવાં વસ્ત્રો શેલે નહિ. એક વખત એમને હાથની આંગળીએ ગુમડુ થયું અને એક શિષ્ય પાટો બાંધવા નવું કપડુ' લઈ આવ્યા તે તે તેમણે સ્વીકારેલું નહિ અને જૂના કપડાના પાટો બાંધ્યા હતા. તેઓ કદી ભીંતે અઢેલીને બેસતા નહિ. શિષ્યાને અધ્યયન કરાવવામાં કે વાચના આપવામાં તે આળસ કરતા નહિ. પુ. ગુણુસાગરજી મહારાજના પ્રથમ સપ`મારે સ ૨૦૩૨માં રાજસ્થાનમાં બાડમેરમાં થયા હતા. એમના વિદ્વાન Jain Educationa International For Personal and Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ પૂ. શ્રી ગુણુસાગરસૂરિજી મહારાજ શિષ્યરત્ન કલાપ્રભસાગરજીનેા પત્રવ્યવહારથી મારે પરિચય થયા હતા; પરંતુ એમને રૂબરૂ મળવાનું થયું નહેતું. એ વર્ષ જેસલમેરની યાત્રાએ અમે ગયા હતા. ત્યાં જાણવા મળ્યું કે પૂ. કલાપ્રભસાગરજી અને એમના ગુરુમહારાજ શ્રી ગુણસાગરસૂરિજી બાડમેરમાં પધાર્યાં છે. એટલે અમારા કાર્યક્રમ બદલી જેસલમેરથી એમે સીધા બાડમેર ગયા હતા. ત્યાં પૂજ્ય આચાર્ય ભગવંત ગુણસાગરસૂરિજીનાં પહેલી વાર દઈન કર્યાં. બીજે દિવસે ત્યાં દીક્ષાના એક પ્રસંગ હતા પરંતુ સંજોગવશાત્ અમારાથી ત્યાં રાકાવાય તેમ ન હતું. ત્યારપછી પૂ. ગુણસાગરજીની મુંબઈમાં પધરામણી થઈ અને એમને વારવાર મળવા જવાનું થયું. સમેતશિખરમાં પૂ. ગુણુસાગરસૂરિજી અને પૂ. કલાપ્રભસાગરજીની પ્રેરણા અને આશીર્વાદથીયાજાયેલા વિદ્વદ્ સ'મેલનમાં ભાગ લેવા માટે જવાનું થયું. ત્યારે એમનાં સાધુ-સાધ્વીએમાંથી ગ્રેજ્યુએટ થયેલા કોઈકને મારે પીએચ.ડી.ને અભ્યાસ કરાવવા એવી વાત થઈ. મારા મિત્ર શ્રી વસનજીભાઈ લખમ શીના પણ તે માટે આગ્રહ હતા અને બધી જ સુવિધા માટેની જવાબદારી તેમણે સ્વીકારી હતી. એટલે સમેતશિખરથી જ્યારે સ`ઘ શત્રુંજયની યાત્રાએ પ્રયાણ કરતા હતા તે દિવસે સવારે પુ સાધ્વીશ્રી પુણ્યાદયાશ્રીજીનાં શિષ્યા પૂ. મેક્ષગુણાશ્રીજીને પદરમા શતકના કવિ ‘જયશેખરસૂરિના જીવનકવન’ વિશે પીએચ.ડી.ના અભ્યાસ મારે કરાવવા એવુ’ જાહેર કરવામાં આવ્યું અને એ માટે પૂ. આચાર્યાં ભગવંતના વાસક્ષેપ સહિત આશીર્વાદ સાંપડયા. Jain Educationa International For Personal and Private Use Only 3 Page #77 -------------------------------------------------------------------------- ________________ તિવિહેણ વંદ*િ સમેતશિખરથી સંઘ જ્યારે પાલિતાણા પહોંચે ત્યારે પણ શ્રી વસનજીભાઈ સાથે મારે ત્યાં જવાનું થયું અને જૈન સાહિત્ય સંશોધનના ક્ષેત્રે શી શી જનાઓ કરવી તેની પણ આચાર્ય ભગવંત અને પૂ. કલાપ્રભસાગરજી સાથે વિચારણા થઈ. આમ પૂ. ગચ્છાધિપતિ ઉપરાંત પૂ. કલાપ્રભસાગરસૂરિજી તથા પૂ. મેક્ષગુણાશ્રીજીને નિમિત્તે અચલગચ્છનાં સાધુ-સાધ્વીઓના વિશાળ સમુદાયના સંપર્કમાં આવવાનું સદ્ભાગ્ય મને સાંપડયું છે અને તેઓના ઉત્તમ ચરિત્રપાલનથી હું ઘણે પ્રભાવિત થયો છું. પ. પૂ. ગુણસાગરજી મહારાજ અત્યંત સરળ હૃદયના અને વત્સલ સ્વભાવના હતા. પિતાના શિષ્યને પિતાતુલ્ય કે અધિક વાત્સલ્યથી તેઓ સંભાળતા અને તે દરેકની પ્રગતિ થાય તેની સતત દેખરેખ રાખતા હતા. વયેવૃદ્ધ અવસ્થાને કારણે તેઓ વિહાર કરી શકતા નહતા. પરંતુ તેમના શિષ્ય ઉત્સાહ અને ઉમંગથી તેમની ખુરશી કે ડળી પિતાના ખભે ઊંચકી લેતા અને ચાલતાં ચાલતાં જયનાદ કરતા કે— ગુરુજી અમારે અંતરનાદ, અમને આપે આશીર્વાદ.” પૂ. ગુણસાગરજી મહારાજ ઉગ્રવિહારી હતા. તેઓ ભારતમાં ઘણા પ્રદેશમાં વિચર્યા હતા. છેલ્લે છેલ્લે મુંબઈ થી વિહાર કરી તેઓ કચ્છ પધાર્યા. ત્યાં ચાતુર્માસ કરી રાજસ્થાન પધાર્યા. હવે એક ચાતુર્માસ મુંબઈમાં કરી તેઓ Jain Educationa International For Personal and Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ ૬૫ પૂ. શ્રી ગુણસાગરસૂરિજી મહારાજ કચ્છમાં તેર જિનાલયમાં પ્રતિષ્ઠા કરાવવા પાછા ફરવા ઇરછતા હતા, પરંતુ રાજસ્થાનમાં દંતાણમાં હતા ત્યારે જ એમની તબિયત લથડવા લાગી હતી. તેઓ મુંબઈ ચાતુર્માસ માટે પધાર્યા, પણ કેન્સરની વ્યાધિને લીધે તેમની તબિયત ઉત્તરત્તર બગડતી ગઈ. હું એમને તિરુપતિના ઉપાશ્રયે તથા બેખે હસ્પિટલમાં વંદન કરવા જતા, પરંતુ તેમના ચહેરા ઉપર કયારેય અસ્વસ્થતા જોવા મળતી નહિ. સાધ્વી શ્રી મેક્ષગુણાશ્રીજીનું પીએચ.ડી.નું કાર્ય મેં પૂરું કરાવ્યું છે એ સમાચાર મેં એમને આપ્યા ત્યારે એમણે બહુ જ હર્ષ વ્યક્ત કર્યો હતો. છેલ્લે હોસ્પિટલમાં જ એમણે દેહ છોડ્યો. એમના કાળધર્મના સમાચાર સાંભળી અનેક લેકેની આંખમાં આંસુ આવ્યાં. અર્ધ શતાબ્દીથી વધુ જેટલા દીક્ષા પર્યાયનાં વર્ષોમાં જૈન શાસનની અનેકવિધ સેવા બજાવનાર તથા અનેક કૃતિઓના રચયિતા આ મહાન ગચ્છાધિપતિ સ્વ. ગુણસાગરસૂરીશ્વરજીનું નામ અચલગચ્છના ઈતિહાસમાં સુવર્ણાક્ષરે લખાશે. એમના ભવ્યાત્માને કેટિ કોટિ પ્રણામ ! Jain Educationa International For Personal and Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ પૂ. શ્રી તત્ત્વાન વિજયજી મહારાજ પરમ પૂજ્ય મુનિ શ્રી તત્ત્વાનંદવિજયજી મહારાજસાહેબ રવિવાર, તા. ૩૧મી મે, ૧૯૮૧ના રોજ સવારે મુંબઈમાં દાદરના જ્ઞાનમંદિરના ઉપાશ્રયમાં કાળધમ પામ્યા. છેલ્લા લગભગ એક મહિનાથી તેમની તખિયત અસ્વસ્થ રહેતી હતી, તેમને અવારનવાર તાવ આવતા હતા. એને લીધે તેમનાથી ખારાક લેવાતા નહાતા. છેલ્લે તેમના તાવ અચાનક એકદમ વધી ગયા. દાક્તરી નિદાન થાય તે પહેલાં અને તેમને હોસ્પિટલમાં લઈ જવાય તે પહેલાં એમણે દેહ છેડયો. સમાધિપૂર્વક તેઓ કાળધર્મ પામ્યા. છેલ્લા મહિનામાં હું તેમને વંદન કરવા માટે એ વાર ગયા હતા. લગભગ મહિના પહેલાં પહેલી વાર ગયા હતા ત્યારે એક કલાક તેમની સાથે વાતચીત કરી હતી. પેાતાને તાવ આવે છે તેના ઉલ્લેખ તેમણે કર્યાં હતા. તેમના ચહેરા ઉપર જોઇએ તેટલી પ્રસન્નતા જણાતી નહેાતી. તેઓ કાળધર્મ પામ્યા તેના દસેક દિવસ પહેલાં બીજી વાર ગયે। ત્યારે તેઓ ખૂબ પ્રસન્ન હતા. તેમણે કહ્યું, ‘તમે આજે આવ્યા તે સારું કર્યુ. ગઈ કાલે આવ્યા હેત તે બહુ બેસી શકત નહિ. ગઈ કાલ સુધી મને તાવ હતા. આજે સવારથી તાવ નથી. ખારાક લેવાયા છે અને પ્રસન્નતા અનુભવાય છે. તે દિવસે તેમની સાથે લગભગ બે કલાક જ્ઞાનગેષ્ઠિ ચાલી. તીર્થ'કર પરમાત્માના મહિમા વિશે સમજાવતાં તેમણે Jain Educationa International For Personal and Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ પૂ. શ્રી તવાનંદવિજયજી મહારાજ કહ્યું કે તીર્થંકરો જ્યારે સમવસરણમાં પધારે ત્યારે દેશના આપતાં પહેલાં ચતુર્વિધ સંઘને વંદન કરે, કારણ કે સંઘ એ તીર્થરૂપ છે. તેઓ “નમે સંઘમ્સ, નમે તીથ્થસ્સ” એમ કહ્યા પછી દેશના શરૂ કરે છે. એવી જ રીતે તીર્થકરે નિર્વાણ પામે ત્યારે એમના મુખમાંથી છેલ્લા શબ્દો નીકળે તમે સંઘસ્ય, નમે તીથ્થસ.” પૂજ્ય મહારાજસાહેબ સાથે તે દિવસે અરિહંત ભગવંત, સિદ્ધ ભગવંત, કેવળી ભગવંત, ચૌદ પૂર્વધર સાધુઓ વગેરે વિશે ઘણું વાત નીકળી. તેઓ ખૂબ ઉત્સાહમાં ને ઉલાસમાં હતા. તેમણે કહ્યું કે પિતે અંદરથી ખૂબ પ્રસન્નતા અનુભવે છે અને અંદરનો પ્રકાશ જાણે વધતે જતે હોય તેવું અનુભવાય છે. તે દિવસે તેમની તબિયત એટલી સારી હતી કે તેઓ આટલા જલદી કાળધર્મ પામશે એમ માની ન શકાય. તેમની ઉંમર પણ એવી મોટી નહોતી. તેમને હજ સાઠ વર્ષ પણ પૂરાં થયાં ન હતાં. પરંતુ તેઓ સમાધિ લઈ જીવન પૂરું કરશે એ અણસાર મને આવતે હતે. પૂ. તરવાનંદવિજયજી મહારાજ કચ્છના સહેરા ગામના વતની હતા. એમના પિતાનું નામ જેઠાભાઈ અને માતાનું નામ સેનાબાઈ હતું. એમને જન્મ કારંજામાં થયેલ હતું અને એમનું નામ તેજપાર રાખવામાં આવ્યું હતું. તેમણે કચ્છ, મુંબઈ અને મહારાષ્ટ્રમાં શાળા-કોલેજમાં અભ્યાસ કર્યો હતું. કોલેજમાં ઈન્ટર સુધીનો અભ્યાસ પછી તેમણે બે વર્ષ નેકરી કરી હતી. દરમિયાન તેઓ પૂ. શ્રી લક્ષમણુસૂરિજીના સંપર્કમાં આવ્યા અને એમને દીક્ષા લેવાની ભાવના થઈ. પચીસ Jain Educationa International For Personal and Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ તિવિહેણુ વ દામિ વર્ષોંની વયે એમણે દીક્ષા લીધી અને પૂ. લક્ષમણુસૂરિના શિષ્ય પૂ. કીતિચ ંદ્રસૂરિના શિષ્ય થયા. એમનું નામ મુનિ તત્ત્વાન વિજયજી રાખવામાં આવ્યું. દીક્ષા પછી એમણે પૂ. લક્ષ્મણુસૂરિ પાસે સંસ્કૃત, પ્રાકૃત, અર્ધમાગધી વગેરે ભાષાઓના તથા શાસ્ત્રથાના ઊંડા અભ્યાસ કર્યાં હતા. એક વખત પૂ લક્ષ્મણુસૂરિના શિષ્યામાંથી કોણ કેટલી ભાષામાં વ્યાખ્યાન આપી શકે એ વિશે સ્પર્ધા યાજવામાં આવી હતી. તે વખતે ગુજરાતી, મરાઠી, હિન્દી, અંગ્રેજી, કચ્છી, સિંધી, સંસ્કૃત અને પ્રાકૃત એમ આઠ ભાષામાં વ્યાખ્યાન આપવાની શક્તિની પૂ. તત્ત્વાનવિજયજીએ પ્રતીતિ કરાવી સર્વાંમાં પ્રથમ નબર મેળન્યા હતા. સ્વ. પૂ. તત્ત્વાન વિજયજી મહારાજનું નામ પહેલવહેલું મેં સાંભળ્યું જ્યારે ‘નમસ્કાર સ્વાધ્યાય' નામના ગ્ર'થ જૈન સાહિત્ય વિકાસ મંડળ તરફથી પ્રગટ થયા ત્યારે. નવકારમંત્ર વિશે પ્રાકૃત ભાષાનાં લખાણનાં સંશોધન-સંપાદનરૂપે એ ગ્રંથ થયા ત્યારે એના સંપાદક પૂ. શ્રી તત્ત્વાન વિજયજીની વિદ્વત્તાના પરિચય થયે. ત્યારપછી ‘નમસ્કાર સ્વધ્યાય'ના ખીજો ભાગ નવકારમંત્ર વિશેનાં પૂર્વાચાર્યાંના સંસ્કૃત લખાણેાનાં સંશોધનસંપાદનરૂપે પ્રગટ થયા હતા. ત્યારપછી નમસ્કાર સ્વાધ્યાય’ના ત્રીજો ભાગ નવકારમંત્ર વિશેનાં જૂની ગુજરાતી ભાષાનાં લખાણ વિશેના સંશેાધન-સંપાદન તરીકે પ્રગટ થયા હતા. પ. પૂ. શ્રી વિજયધર્મસૂરીશ્વરજીની નિશ્રામાં સુ'બઇમાં સાન્તાક્રુઝમાં એ ગ્રંથના પ્રકાશનના સમારેાહ યેાજાયા હતા. તે પ્રસંગે મને પ્રાસંગિક વક્તવ્ય રજૂ કરવા માટે પૂ. તત્ત્વાનંદ્ર Jain Educationa International For Personal and Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ પૂ. શ્રી તવાદવિજયજી મહારાજ વિજયજી મહારાજે ખાસ કહ્યું હતું. એ દિવસે એમને ખૂબ ‘ઉલ્લાસ હતું, કે નમસ્કાર સ્વાધ્યાય વિશે તેમણે ઉપાડેલું સંશોધનકાર્ય વર્ષોની જહેમત પછી પૂરું થયું હતું. - પૂ. તવાનંદવિજયજીના સંશોધનને તેમજ આરાધનાને મહવને એક વિષય તે નવકારમંત્ર હતે. સંસ્કૃત, અર્ધમાગધી અને જૂની ગુજરાતી ભાષામાં એ વિશે લખાયેલા એવા -તમામ ઉપલબ્ધ સાહિત્યને ઊંડો અભ્યાસ તેમણે કર્યો હતા. એમનું રાત-દિવસ ચિંતનમનન પણ નવકારમંત્ર વિશે રહેતું. એક સ્થળે ચાતુર્માસમાં દૈનિક વ્યાખ્યાન માટે પણ એમણે નવકારમંત્રને વિષય રાખ્યું હતું. ચાર મહિના આ એક જ વિષય ઉપર વ્યાખ્યાન આપવાનું તેમના જેવા વિદ્વાન મુનિ મહારાજથી જ બની શકે, કારણ કે એમણે એ વિષયનું તલસ્પર્શી અવગાહન કર્યું હતું. નવકારમંત્રમાં પ્રથમ પદ અરિહંત ભગવંતનું. અરિહંત ભગવંતના સ્વરૂપ વિશે પણ પૂતત્વાનંદવિજ્યજીએ ઘણે જ ઊંડો અભ્યાસ કર્યો હતે. એમણે દેવાધિદેવ “ભગ -વાન મહાવીરના જીવનચરિત્ર ઉપરાંત અરિહંત ભગવંતના સ્વરૂપનાં વિવિધ પાસાંઓને શાસ્ત્રીય દષ્ટિથી અને શાસ્ત્રગ્રંથોમાંથી અનેક અવતરણો આપીને પરિચય કરાવે છે. પૂ. મહારાજશ્રીએ નમસ્કાર સ્વાધ્યાયનાં ત્રણ ગ્રંથ અને દેવાધિદેવ ભગવાન મહાવીરના ગ્રંથમાં એટલું શાસ્ત્રીય વિદ્વત્તાપૂર્ણ અને વૈજ્ઞાનિક પદ્ધતિથી સંશોધનકાર્ય કર્યું છે કે કોઈ પણ યુનિવર્સિટી એમને ડિ. લિની પદવી જરૂર આપી શકે. વિદેશના કેટલાયે વિદ્વાને એ એમના આ ગ્રંથની Jain Educationa International For Personal and Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ તિવિહેણ 'દામિ કદર કરી છે. વર્તમાન સમયના જૈન વિદ્વાન સાધુએમાં પૂ. તત્ત્વાનંદવિજયજીની આપણે જરૂર ગૌરવપૂર્વક ગણુના કરી શકીએ. ७० પૂ. તત્ત્વાન'વિજયજી કચ્છના વતની હતા, પરંતુ તેમના પિતાશ્રી વર્ષો પહેલાં મહારાષ્ટ્રમાં આવીને વસ્યા હતા. એટલે તવાન વિજયજીના ઉછેર મહારાષ્ટ્રમાં થયા હતા. એને લીધે તેએ મરાઠી ભાષા પણ સારી રીતે જાણતા હતા. એમણે આરભમાં કેટલાય ગ્રંથા મરાઠી ભાષામાં વાંચ્યા હતા. પૂ. તત્ત્વાન વિજયજીના પ્રત્યક્ષ પરિચય મને ઈ. સ. ૧૯૭૪માં થયા. ત્યારે તે મુબઇમાં ચોપાટીના ઉપાશ્રયે ચાતુર્માસ માટે બિરાજમાન હતા. અમારા મકાનમાં પહેલે માળે આ ઉપાશ્રય હતા. એટલે પૂ. મહારાજ પાસે રાજ સવારસાંજ જવાનું હતું તથા વ્યાખ્યાન પણ સાંભળવા મળતું. જૈન વિષયમાં મારી કેટલીયે શ'કાએનું સમાધાન એમની પાસે થતું અને સરસ માર્ગદર્શન મળતું. મહારાજશ્રી અમારે ઘરે ઘણી વાર વહેારવા પધારતા. તેઓ દૂધ વહેારતા. એક વખત એમની સાથે વાત નીકળી ત્યારે જાણવા મળ્યું કે એમને પિત્તની તકલીફ છે એટલે દૂધ વધારે માફક આવે છે. એક વખત એમણે કહેલું કે અમને સાધુઓને વૃદ્ધાવસ્થામાં પ્રકૃતિને અનુકૂળ ગોચરી ન મળે તે આખા દિવસ બગડી જાય અને તબિયત પણ બગડે, એમની પિત્તની તકલીફને કારણે મરચાં વગરની ગોચરી અનુકૂળ રહેતી, છતાં કાઇક વાર કોઇક ઘરેથી અજાણુતાં મરચાંવાળી વાનગી આવી જતી, એની અસર એમની તખિયત ઉપર થતી. યાવિદ્યાના Jain Educationa International For Personal and Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ પૂ. શ્રી તવાદવિજયજી મહારાજ પણ તેઓ ઊંડા જાણકાર અને અભ્યાસી હતા. તેમને કેટલીક સ્વયંસકુરણ થતી. તેમની કુંડલિની જાગ્રત રહેતી. એથી જ પૂ. તરવાનંદવિજયજીને વિશાળ સાધુ-સમુદાયમાં વિચરવું ગમતું નહિ. વ્યવહારના નિયમને ખાતર પિતાની સાથે એકાદ સાધુને રાખવા પડતા, પણ મનથી તેમને તે પણ બહુ ગમતું નહિ. વળી દર વખતે ગુરુમહારાજ નવા નવા દીક્ષિત એવા પ્રૌઢ સાધુઓ આપતા કે જેમની સાથે પ્રકૃતિમેળ થે અઘરે રહે, તેઓ જ્યારે મુંબઈ ખાતે મુલુન્ડમાં બિરાજમાન હતા ત્યારે અમે કોઈ કોઈ વાર એમને વંદન કરવા જતાં. મારાં સાસુ પણ અમારી સાથે આવતાં, કારણ કે એમને પણ પૂજ્ય મહારાજશ્રી પ્રત્યે ખૂબ ભક્તિભાવ હતા. એક વખત અમે વંદન કરવા ગયાં ત્યારે મારાં સાસુ અમેરિકાના પ્રવાસે જવાનાં છે એ વાત નીકળી. એ વખતે એમણે થોડી વાર ધ્યાનમગ્ન થયા પછી મારાં સાસુને કહ્યું, “તમે અમેરિકા ભલે જાવ, પણ છ અઠવાડિયાંથી એક દિવસ પણ વધુ ન રોકાતાં.” એમણે આપેલી તારીખ પ્રમાણે મારાં સાસુ અમેરિકાથી પાછાં આવી ગયાં. વધુ રોકાય તે ત્યાં એમને કે અશુભ ગ નડે એમ હતું એમ એમણે પાછળથી સૂચન કર્યું હતું. છેલ્લા કેટલાક સમયથી તેઓ કોઈ કઈ વખત એકલા વિચરતા અને ઘણુંખરું પરાઓમાં રહેતા. ધ્યાન માટે એકલતા અને એકાંત એમને વધુ પ્રિય અને અનુકૂળ રહેતાં. મુંબઈ બાજુ પધારવા માટે મેં તેમને વિનંતી કરેલી, પરંતુ એમણે કહેલું કે ધ્યાનમાં અને જાપ માટે પરાંઓમાં જેવું એકાંત Jain Educationa International For Personal and Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ તિવિહેણ વંદાધિ મળે છે તેવું મુંબઈ બાજુ મળતું નથી. માટે મુંબઈ બાજુ આવવાને ભાવ ખાસ થતું નથી. છેલ્લા કેટલાક સમયથી તેઓ દાદરમાં જ્ઞાનમંદિરના ઉપાશ્રયમાં હતા. અમે એક વખત એમને વંદન કરવા ગયાં ત્યારે પાટીનું અમારું નાનું ઘર બદલીને વાલકેશ્વરમાં મેટું ઘર લેવાની વાટાઘાટ ચાલતી હતી એની વાત કરી, પણ એ માટે જરૂરી એટલાં નાણાંની અમારી પાસે સગવડ થાય એમ નથી એમ જણાવ્યું. એમણે કહ્યું, “રમણભાઈ, હું કહું છું કે તમારે એ ઘર લઈ લેવાનું છે. રોજ ભક્તામર સ્તોત્ર બેલજે. એક વર્ષમાં તમારે નાણાંને પ્રશ્ન અચૂક ઘણી સારી રીતે પાર પડી જશે. જાણે એમની વાણી ફળી હોય તેમ એમણે કહેલી સમયમર્યાદામાં આ પ્રશ્ન સાનંદાશ્ચર્ય ઊકલી ગયે. જાણે તેઓ આશીર્વાદ વરસાવતા રહ્યા હોય એવો અનુભવ થયું. તેમનું ચાતુર્માસ ગોરેગામમાં જવાહરનગરમાં નકી થયું હતું. થોડા દિવસ પછી તેઓ એ તરફ વિહાર કરવાના હતા, પરંતુ એ પહેલાં તે તેઓ કાળધર્મ પામ્યા. પૂ. તત્વાનંદવિજયજી મહારાજના સ્વર્ગવાસથી અંગત રીતે અમારા કુટુંબને ઘણું મટી એટ પડી છે. એમના કેટલાયે શબ્દોનું સ્મરણ અનેક વાર થયા કર્યું છે. એમના જવાથી જૈન સમાજને પણ એક વિદ્વાન સંશોધક અને આરાધક સાધુ ભગવંતની મેટી ખોટ પડી છે. એમના આત્માને કોટિ કોટિ વંદન છે! Jain Educationa International For Personal and Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ પૂ. શ્રી મૃગાવતીશ્રીજી મહારાજ પરમ પૂજ્ય જૈન ભારતી, મહત્તરા સાથ્વીરત્ન શ્રી મૃગાવતીજી શુકવાર તા. ૧૮મી જુલાઈ, ૧૯૮૬ના રોજ દિલ્હીમાં વલ્લભ સ્મારકના સ્થાનમાં સવારે આઠ વાગે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યાં. આગલા દિવસથી જ એમને પિતાની અંતિમ ઘડીને અણસાર આવી ગયું હતું. એ સમયે ત્યાં ઉપસ્થિત રહેલા લેકેની, અને કેટલાકને વ્યક્તિગત નામ દઈને, એમણે ક્ષમાપના કરી લીધી અને પછી આત્મસમાધિમાં લીન થઈ ગયાં. બીજે દિવસે, ૨૧ વર્ષની ઉંમરે તેઓ કાળધર્મ પામ્યાં. તેર વર્ષની ઉંમરે દિક્ષા લઈ અડતાલીસ વર્ષના દીક્ષાપર્યાય દરમ્યાન એમણે શાસનેતિનાં ઘણું કાર્યો કર્યા. એમના કાળધર્મથી એક તેજસ્વી સાથ્વીરત્નની આપણને ખાટ પડી છે. તેમના કાળધર્મના સમાચાર દિલ્હીમાં અને ભારત ભરમાં રેડિયો, ટી.વી. અને તાર દ્વારા પ્રસરી ગયા. એમની અંતિમ યાત્રા માટે ગામેગામથી અનેક લેકે આવી પહોંચ્યાં. એમના પાર્થિવ દેહને દિલ્હીમાં વલ્લભ સ્મારક ખાતે જ અગ્નિસંસ્કાર કરવામાં આવ્યું. એક મહાન તિ સ્થૂળ રૂપે ભૂતકાળમાં વિલીન થઈ ગઈ; સૂક્ષમ રૂપે એ તિ અનેકનાં હૈયાંમાં ચિરકાળ પર્યંત પ્રકાશતી રહેશે ! પૂજ્ય શ્રી મૃગાવતી શ્રીજી એટલે વર્તમાન સમયના Jain Educationa International For Personal and Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ ૦૪ તિવિહેણ વંદામિ સાધ્વીગણમાં એક પરમ તેજસ્વી પ્રતિભા સૈકાઓમાં ક્યારેક જોવા મળે એવી એમની અનેખી વિરલ પ્રતિભા હતી. અંગત સંપર્કમાં આવ્યા હોઈએ તે એની સવિશેષ પ્રતીતિ થાય. એક સાધ્વીજી મહારાજ પિતાના એકસઠ વર્ષ જેટલા જીવનકાળ દરમ્યાન, આટલાં બધાં મોટાં મોટાં કાર્યો કરી – કરાવી શકે એ જેવીતેવી સિદ્ધિ નથી. પરિશુદ્ધ ચારિત્રપાલન, અનન્ય પ્રભુભક્તિ, દઢ આત્મવિશ્વાસ, વિશદ વિચારશક્તિ, અડગ શ્રદ્ધા, પરમ ગુરુભક્તિ, બીજાના હૃદયને જીતવાની સહજસાધ્ય ધર્મકળા, અપાર વાત્સલ્ય, નિરંતર પ્રસન્નતા, ઊંડી સમજશક્તિ, અનેખી દીર્ધદષ્ટિ, તાજગીભરી સ્મૃતિશક્તિ, આવશ્યક વ્યવહારદક્ષતા, પાત્રાનુસાર સદુપદેશ વગેરે જોતાં એમનામાં વ્યાવહારિક અને આધ્યાત્મિક એવા અનેક ઉચ્ચ. સગુણને સુભગ સમન્વય થયે હતા. એને લીધે જ એમના કાળધર્મથી અનેક લોકેએ એક માતાતુલ્ય સ્વજન ગુમાવ્યા જેવી લાગણી અનુભવી છે. માતા ગુરુ પૂજ્ય શીલવતીજી વિનમ્રતા અને વાત્સત્યનાં મૂર્તિસમાં હતાં. પિતાની પુત્રી સાધ્વી-શિષ્યા મૃગાવતીશ્રીજીને જ્ઞાન અને ચારિત્રની આરાધનામાં સુસજજ કરીને આત્મસાધનાના ઉજજવળ પંથ તરફ દોરી જવાની એમની ભાવના હતી. એ માટે એમણે સતત લક્ષ આપ્યું હતું. પિતાની માતા પૂજ્ય શીલવતીશ્રીજીના સાંસ્કારિક અને આધ્યાત્મિક વારસાને પૂજ્ય મૃગાવતીશ્રીજીએ સવા સમૃદ્ધ કરીને દીપાવ્યું. પૂજ્ય મૃગાવતીશ્રીજી જ્યારે યુવાન વયનાં હતાં ત્યારે Jain Educationa International For Personal and Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ પૂ. શ્રી મૃગાવતીશ્રીજી મહારાજ વિચક્ષણતા, વિદગ્ધતા, તેજસ્વિતા અને બુદ્ધિગ્રાહાતા જોઈને, એમના જેવી સાધ્વીને માટે જ્ઞાન સંપન્ન કરવાની વ્યવસ્થા કરવાનું પૂજ્ય વલભસૂરિજી, પૂજ્ય સમુદ્રસૂરિજી, પૂજ્ય શીલવતીશ્રીજી અને સંઘના શ્રેષ્ઠિઓએ વિચાર્યું. એ માટે અનુકૂળ સ્થળ અમદાવાદ જણાયું. પૂજ્ય મૃગાવતીજીએ અમદાવાદમાં ત્રણ વર્ષ રહી પૂજ્ય પુણ્યવિજયજી મહારાજ, પંડિત સુખલાલજી, પંડિત બેચરદાસજી, પંડિત છેટેલાલ શાસ્ત્રી, પંડિત દલસુખભાઈ માલવણિયા વગેરે પાસે ભાષા, વ્યાકરણ, કેષ, આગમ ગ્રંથે અને પૂર્વાચાર્યોના અનન્ય મહાન. ગ્રંથના પરિશીલન ઉપરાંત અન્ય ધર્મોના મહત્વના ગ્રથનું પણ અધ્યયન કર્યું. આ અધ્યયનને પરિણામે મૃગાવતીજીની વિદ્યાપ્રતિભા ઘણી વિકાસ પામી. એમની એ પ્રકારની પારંગતતા જોઈને કલકત્તામાં ચાતુર્માસ દરમ્યાન પૂજ્ય વલ્લભસૂરિજીએ એમને વ્યાખ્યાન આપવાની અનુમતિ આપી. એથી મૃગાવતીજીની વ્યાખ્યાનશક્તિ ખીલી ઊઠી. ગુજરાત બહાર, વિશેષતઃ પંજાબમાં વિચરવાનું થતાં, વ્યાખ્યાન માટે ગુજરાતી. અને હિન્દી એમ બન્ને ભાષા ઉપર એમણે પ્રભુત્વ મેળવી. લીધું. તેમનાં વ્યાખ્યાનની શ્રેતાઓ ઉપર ઊંડી અસર થતી, કારણ કે, એમની શાસ્ત્રસંગત વાણી હૃદયના ઊંડાણમાંથી પ્રગટ થતી. લગભગ બે દાયકા પહેલાં પૂજ્ય શીલવતી શ્રીજી અને પૂજ્ય મૃગાવતીશ્રીજી જ્યારે મુંબઈમાં હતાં ત્યારે શ્રી મહાવીર જૈન વિદ્યાલયના ડાયરેકટર મુરબ્બી શ્રી કાન્તિલાલ કેરાએ. મને તેમને પરિચય કરાવ્યું હતું. ત્યારપછી મુંબઈમાં. Jain Educationa International For Personal and Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ - ૬ તિવિહેણુ વંદામિ કેટલીક વાર મારે એમને મળવાનું થયું હતું. શીલવતીશ્રીજી અપાર વાત્સલ્યથી સભર હતાં એવું એમને મળતાં જ પ્રતીત થતું. એક વખત હું એમને વંદન કરવા ગયા. પછી ફરતે હતું ત્યારે તેઓ એટલું જ બોલ્યા, “ભાઈ, દાદરમાં અંધારું છે. જરા સાચવીને જજે.” એ વાક્યમાં વાત્સલ્યને એ અભૂતપૂર્વ રણકે મને સંભળાય કે આજ દિવસ સુધી એ વાક્ય હજુ કાનમાં ગૂંજ્યા કરે છે. શીલવતીજી સંવત ૨૦૨૪માં મુંબઈમાં કાળધર્મ પામ્યાં. એમણે પિતાનાં પુત્રીશિષ્યા મૃગાવતીજીને એવાં તૈયાર કર્યા હતાં કે એમનામાં એમની માતાગુરુથી પૂજ્ય શીલવતીશ્રીજીનાં દર્શન થતાં. પૂજ્ય મૃગાવતીજીએ પિતાનાં માતાગુરુણી શીલવતીજી સાથે સંવત ૨૦૨૪ સુધી એટલે કે લગભગ ત્રણ દાયકા સુધી ગુજરાત, રાજસ્થાન અને પંજાબમાં વિહાર કર્યો. ત્યાર પછી છેલલાં અઢાર વર્ષમાં તેમણે પિતાની શિષ્યાઓ સાથે ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, બિહાર, બંગાળ, ઉત્તરપ્રદેશ, દિલ્હી, પંજાબ, હિમાચલપ્રદેશ વગેરે સ્થળોએ લગભગ સાઠ હજાર માઈલ જેટલે પાદવિહાર કરીને સ્થળે સ્થળે ધર્મની પ્રભાવના કરી હતી. તેમણે સંવત ૨૦૭માં કલકત્તા-શાંતિનિકેતનમાં સર્વ ધર્મ પરિષદમાં જૈન ધર્મના પ્રતિનિધિ તરીકે ભાગ લીધે હતે. સંવત ૨૦૧૦માં પાવાપુરીમાં ભારત સેવક સમાજ તરફથી યે જાયેલી શિબિરમાં તેમણે મહત્ત્વનું કાર્ય કર્યું હતું. સંવત ૨૦૧૬માં લુધિયાણામાં જૈન શ્વેતામ્બર કોન્ફરન્સનું ૨૧મું અધિવેશન પૂજય વિજયસમુદ્રસૂરિજી ની નિશ્રામાં જોયું ત્યારે મૃગાવતીજીનાં પ્રવચનેથી પ્રેરાઈને Jain Educationa International For Personal and Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ પૂ. શ્રી મૃગાવતી શ્રીજી મહારાજ વિજયવલલભ હાઈસ્કૂલ માટે અનેક બહેનેએ પિતાનાં ઘરેણું ઉતારી આપ્યાં હતાં. આશરે ૩૭૦૦ વિદ્યાર્થીઓ ધરાવતી લુધિયાણાની આ હાઈસ્કૂલ એ મૃગાવતીજીની પ્રેરણાનું પરિણામ છે. એમની પ્રેરણાથી સંવત ૨૦૧૦માં અંબાલામાં “વલભવિહાર નામના સમાધિ મંદિરનું નિર્માણ થયું હતું. એમના ઉપદેશથી પંજાબમાં જરિયા, લહેરા વગેરે સ્થળોએ જિનાલય ઉપાશ્રય, ગુરુમંદિર, કીર્તિસ્તંભ, હોસ્પિટલ, હાઈસ્કૂલ વગેરે. થયાં છે. એમની પ્રેરણાથી દિલ્હીમાં વલ્લભ સ્મારકનું નિર્માણ થયું. વળી એ સ્મારકમાં “ભેગીલાલ લહેરચંદ જૈન એકેડમી ઓફ ઇન્ડોલોજિકલ સ્ટડીઝની સ્થાપના કરવામાં આવી. મૃગાવતીજી પૂજ્ય આત્મારામજી મહારાજ અને પૂજ્ય વિજયવલ્લભસૂરિ મહારાજના સમુદાયનાં હતાં, પરંતુ તેમનામાં સાંપ્રદાયિક સંકુચિતતા નહોતી. ઉદાર દષ્ટિથી જીવનમાં અને કાન્તને ચરિતાર્થ કરનારાં તેઓ હતાં. દક્ષિણ ભારતના વિહાર દરમ્યાન દિગમ્બર તીર્થ મૂળબિદ્રીની યાત્રાએ તેઓ ગયાં હતાં. એ તીર્થના જીર્ણોદ્ધાર માટે તેમણે અનેક લેકેને ઉપદેશ આપે હતે. મૂર્તિપૂજક ફિરકાના હોવા છતાં, સ્થાનક વાસી કે તેરાપંથી સ્થાનકમાં તેઓના કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહેતાં અને તે તે સમુદાયનાં સાધુ-સાધ્વીઓને ઉદારતાથી સામેથી મળવા જતાં. ચંદીગઢમાં હતાં ત્યારે તેમણે દિગમ્બર ઉપાશ્રયમાં રહી ચાતુર્માસ કર્યું હતું. ત્યાં દિગમ્બરને પણ એમની વિધિ અનુસાર એમના પર્યુષણ. પર્વની (દશલક્ષણી પર્વની આરાધના કરાવી હતી. પિતે તપગચ્છનાં હેવા છતાં ખરતરગચ્છ, અંચલગચ્છના ધાર્મિક Jain Educationa International For Personal and Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ તિવિહેણ વંદામિ પ્રસંગે, શિબિરમાં હાજરી આપતાં. આવા તે અનેક પ્રસંગે એમના જીવનમાં જોવા મળે છે. એમના અનુયાયીઓમાં પંજાબના કેટલાય હિન્દુઓ પણ હતા. એમની પ્રેરણાથી એવા કેટલાય પંજાબી હિન્દુઓએ રહેણીકરણીમાં માંસમદિરા છોડી જૈન ધર્મના આચાર અપનાવ્યા હતા. પંજાબમાં દહેજ વગેરેના કુરિવાજોને તિલાંજલિ આપવા માટે એમણે અનેક લેકેને - ઉપદેશ આપ્યું હતું. પૂજ્ય મૃગાવતીજી પોતે ગુજરાત-સૌરાષ્ટ્રનાં વતની હતાં, પરંતુ ભારતીય પરંપરામાં સાધુ-સાધ્વીઓના હૃદયમાં પ્રદેશભેદ હેતું નથી. પ્રદેશ, ભાષા, જાતિ ઈત્યાદિના ભેદને તેઓ સહજ રીતે અતિક્રમી જાય છે. પૂજ્ય આત્મારામજી મહારાજ પંજાબના વતની હતા. છતાં જ્યારે તેઓ ગુજરાતમાં વિચર્યા ત્યારે ગુજરાતના થઈ ગયા. પૂજ્ય વલભસૂરિ મહારાજ વડેદરાના વતની, પરંતુ તેઓ વિશેષપણે પંજાબમાં વિચર્યા. પંજાબીઓ સાથે એમની આત્મીયતા સધાઈ ગઈ હતી. પિતાના ગુરુવર્યને અનુસરીને મૃગાવતીજીએ પણ પંજાબ અને દિલ્હીને પિતાનાં કાર્યક્ષેત્ર બનાવી દીધાં હતાં. એમનાં એક શિષ્યા સુજયેષ્ઠાશ્રીજી ગુજરાતી હતાં, જે થોડા સમય પહેલાં કાળધર્મ પામ્યાં, એમનાં બીજાં શિષ્યા સુત્રતાશ્રીજી પંજાબનાં, ત્રીજા શિષ્યા સુયશાશ્રીજી કચ્છનાં અને ચેથા શિષ્યા સુપ્રજ્ઞાશ્રીજી પંજાબનાં. આ ચારેય શિષ્યાઓ સાથે મૃગાવતીજીને નિહાળીએ ત્યારે ભાષા કે પ્રદેશના બધા જ ભેદ વિચલિત થઈ ગયા હોય એવી સરસ આદર્શરૂપ એકતા, એકરૂપતા એ બધાંમાં જોવા મળે. જૈન ધર્મની હજારે Jain Educationa International For Personal and Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ પૂ. શ્રી મૃગાવતીશ્રીજી મહારાજ વર્ષથી ચાલતી આવેલી આ એક વિશિષ્ટ લાક્ષણિકતા છે. અન્ય આચાર્ય ભગવંતના સમુદાયમાં અને અન્ય ધર્મોમાં પણ આવી લાક્ષણિકતા જોવા મળશે. આધ્યાત્મિક માર્ગે ગયેલે માણસ નિગ્ન કક્ષાના ભેદ-પ્રભેદથી કેટલે અલિપ્ત અને ઉચ્ચ રહી શકે છે અને થઈ શકે છે તેનું આ એક અનુપમ ઉદાત્ત નિદર્શન છે. પૂ. મૃગાવતી શ્રીજીના કાળધમ પછી એક વાર પૂ. સાધ્વીશ્રી સુવ્રતાશ્રીજી સાથે વાત થઈ ત્યારે ગળગળાં થઈ એમણે મને પિતાને અનુભવ કહ્યો હતો. એમણે કહ્યું કે પિતે જ્યારે મૃગાવતીશ્રીજી પાસે દીક્ષા લેવાની વાત કુટુંબમાં કરી ત્યારે સગાંસંબંધીઓએ તેને વિરોધ કરતાં કહ્યું કે તું ગુજરાતી સાધ્વી પાસે શા માટે દીક્ષા લે છે? તેઓ ગુજરાતી–પંજાબીને ભેદભાવ કરશે અને ગુજરાત બાજુ વિહાર કરી જશે તે તેને ફરી પંજાબ જેવા નહિ મળે. પરંતુ હું મારા નિર્ણયમાં મક્કમ હતી. કારણ કે મને મૃગાવતીશ્રી મહારાજના પરિચયમાં એવું ક્યારેય લાગ્યું નહોતું. મેં એમની પાસે દીક્ષા લીધી ત્યારથી તેઓ કાળધર્મ પામ્યાં ત્યાં સુધી એક દિવસ તે શું, એક ક્ષણ પણ મને એ અનુભવ થવા દીધું નથી કે પિતે ગુજરાતી છે અને હું પંજાબી છું, એમને આત્મા એ મહાન ઊંચી દશાને હતે. એમની પાસે દીક્ષા લઈને હું તે ધન્ય થઈ ગઈ છું અને જે સગાંસંબંધીઓએ ત્યારે વિરોધ કર્યો હતો તેઓ પણ પછીથી તે પૂ. મૃગાવતીશ્રીજી પાસે મેં દીક્ષા લીધી એથી બહુ રાજી થઈ ગયાં હતાં.” Jain Educationa International For Personal and Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ તિવિહેણ વંદાિ છેલ્લાં કેટલાંક વર્ષોથી પૂજ્ય મૃગાવતીજીના વિહાર પંજાખમાં રહ્યો હતા. પુજ્ય આત્મારામજી મહારાજ અને પૂજ્ય વલ્લભસૂરિજી મહારાજનું મુખ્ય કાર્ય ક્ષેત્ર પજાબ રહ્યું. હતું. એથી એમના સમુદાયનાં એક મુખ્ય સાધ્વી પૂ મૃગાવતીજીનું કા ક્ષેત્ર પણ વિશેષપણે પજાબ રહે એ સ્વાભાવિક છે. લુધિયાણા, જલાધર, અબાલા, હેાશિયારપુર, ચંદીગઢ, લહેરા, માલેરકાટલા જેવાં મુખ્ય નગરા ઉપરાંત માનાં બીજા નાનાં ગામોમાં પણ અનેક જૈન કુટુ સાથે પુજ્ય મૃગાવતીજીના સંપર્ક અત્યત ગાઢ રહ્યો હતા. તે પુજ્ય મૃગાવતીજીની એક વિશિષ્ટતા એ હતી કે તેઓ નાનાં-મોટાં સૌને માનથી એળખે, એક વખત મળે એટલે એમના સ્મૃતિપટ પર એ વ્યક્તિનું નામ અંકિત થઈ જાય. કેટલાંક કુટુ માં બાર-૫'દર સભ્ય હોય તે તે બધાંને મૃગાવતીજી નામથી ઓળખે અને એમાંની એકાદ વ્યક્તિ કયારેક એમને વદન કરવા જાય તે આખા કુ’બનાં બધાં સભ્યાનાં નામ દઈને બધાંની ખબરઅંતર પૂછે અને અધાંને થલાલ કહેવડાવે. એમાં યાવૃદ્ધ વડીલેાનાં નામ પણ હાય અને એ ચાર વર્ષોંનાં નાનાં બાળકોનાં નામ પણ હોય. આથી જ પંજાબમાં કેટલાંય કુટુ'ના સભ્યાને પૂજ્ય મૃગાવતીજી પાસે વાર વાર દોડી જવાનું મન થાય. મળીને વદન કરે ત્યારે એટલી જ આત્મીયતા અનુભવાય. પૂજ્ય મૃગાવતીજીને જાહેર કાર્યમાં પોતાને ધાર્યો કરતાં ઘણી વધારે સફળતા મળતી, તેનું કારણ અનેકાનેક વ્યક્તિ સાથેની આ તેમની નિઃસ્વાર્થ પ્રેમપરાયણ આત્મીયતા હતી. Jain Educationa International For Personal and Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ પૂ. શ્રી મૃગાવતી શ્રીજી મહારાજ હિમાચલ પ્રદેશમાં કાંગડા તીર્થમાં ચાતુર્માસ હતાં ત્યારે હું મારાં પત્ની અને દીકરી ચિ. શૈલજા સાથે ત્યાં ગયે હતે. અમારી દીકરીને એમને પહેલી વાર પરિચય થયે, છતાં ત્યારપછી જ્યારે જ્યારે મળે છું ત્યારે ચિ. શૈલજાને એનું નામ દઈને તેઓ અચૂક યાદ કરે. અમારો પુત્ર ચિ. અમિતાભ અમેરિકામાં અભ્યાસ કરે છે અને એમને ક્યારેય મળે નથી. છતાં દરેક વખતે એને પણ એના નામ સાથે યાદ કરે. પત્રમાં પણ નામને ઉલ્લેખ કરે. પિતાને મળી હેય કે ન મળી હોય એવી અનેક વ્યક્તિઓનાં નામ યાદ રાખવાની એમની ગજબની શક્તિ હતી. એમની સ્મૃતિ એવી હતી કે એમને લગભગ સાઠ હજાર જેટલી ગાથાઓ કંઠસ્થ હતી. - પૂજ્ય મૃગાવતીજીના પવિત્ર જીવનને એ પ્રભાવ હતું કે ઉપાધિવાળા કેટલાક લોકે એમના સાનિધ્યમાં શાંતિ અનુભવતા. કંઈક આપત્તિ આવી પડી હેય, કંઈક વ્યક્તિગત કે કૌટુમ્બિક પ્રશ્નો હોય અને એમની પાસે જઈને માણસ વાસક્ષેપ નંખાવે અને માંગલિક સાંભળી આવે તે પિતાના પ્રશ્નો ઊકલી ગયા હોય એવા અનુભવની વાતો ઘણા પાસેથી મને સાંભળવા મળી છે. ગુજરાનવાલા(પાકિસ્તાન)માં પૂજ્ય આત્મારામજી મહારાજ કાળધર્મ પામ્યા હતા અને જ્યાં સુંદર સમાધિ મંદિર બંધાવવામાં આવ્યું હતું ત્યાં હિન્દુસ્તાન-પાકિસ્તાનના વિભાજન પછી જૈને જઈ શકતા ન હતા. શીખેને પાકિસ્તાનમાં Jain Educationa International For Personal and Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ તિવિહેણ વંદામિ આવેલા તેમના ગુરુદ્વારામાં જવા માટે પાકિસ્તાનની સરકાર સમાંતર ધરણે જેમ છૂટ આપતી હતી તે જ રીતે જેને માટે પણ ગુજરાનવાલાની છૂટ ઉચ્ચ કક્ષાની સરકારી વ્યક્તિઓ સુધી પિતાની વાત પહોંચાડીને મૃગાવતીજીએ મેળવી આપવાનું કાર્ય કર્યું હતું. પાકિસ્તાનના ગુજરાનવાલામાં અને અન્યત્ર જૈન જ્ઞાનભંડારમાં કેટલીય હસ્તપ્રતે રહી ગઈ હતી. પાકિસ્તાનની સરકાર પાસેથી એમાંથી છ હજાર જેટલી જૈન હસ્તપ્રતે મૃગાવતીજીએ પાછી મેળવી લાવવા માટેનું પિતાના આચાર્ય ભગવંતેની પ્રેરણા અને સહકારથી ભગીરથ કાર્ય કર્યું. જેન-જૈનેતર શ્રેષ્ઠીએ, અમલદા, ધારાસભ્ય, સંસદસભ્ય, પ્રધાને તેમનું કાર્ય કરવા તત્પર રહેતા. | સ્વર્ગસ્થ પૂજ્ય ગુરુવર્ય વિજયવલ્લભસૂરિજી માટે ગ્ય સમારક કરવાની યોજના વિચારતી હતી, પરંતુ વર્ષો પસાર થવા છતાં તે સાકાર થતી નહોતી. વડોદરામાં પૂજ્ય વિજય સમુદ્રસૂરિજીએ આ કાર્યની જવાબદારી ઉપાડી લેવા માટે પૂજ્ય મૃગાવતીજીને આજ્ઞા કરી. આજ્ઞા થતાં મૃગાવતીજી ઉગ્ર વિહાર કરી દિલ્હી પહોંચ્યાં. દિલ્હી, અંબાલા, લુધિયાણા, જલધર, હેશિયારપુર વગેરે સ્થળેના શ્રેષ્ઠીઓ સાથે વિચારવિનિમય કરીને તે માટે તેમણે જરૂરી વિહાર કર્યો. તેઓ અંબાલાથી દિલ્હી વિહાર કરતાં હતાં ત્યારે વિસામે લેવા રસ્તા પરના એક ખેતરમાં એક વૃક્ષ નીચે બેઠાં હતાં એ વખતે એ સ્થળ અને એનું વાતાવરણ એમને એટલાં બધાં ગમી ગયાં અને જાણે કઈ દિવ્ય પ્રેરણા મળતી હોય Jain Educationa International For Personal and Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ પૂ. શ્રી મૃગાવતીશ્રીજી મહારાજ તેમ મનમાં ભાવના થઈ કે આ જ સ્થળે વલ્લભ સ્મારક કરવામાં આવે તે કેવું સારું ! જાણે વલભ સ્મારકને ત્યાં - સાકાર થતું મને મન તેને નિહાળી રહ્યા. દિલ્હી આવી સંઘના આગેવાનોને વાત કરી. દિલ્હીથી ૧૮-૨૦ કિલોમીટર દૂર એ નિર્જન સ્થળે કેણ જાય અને ત્યાં કેવી રીતે કામ થાય? વળી તેની ઉપગિતા કેટલી ? તેવા પ્રશ્નો કદાચ કેટલાકને ત્યારે થયા હશે. પરંતુ સમગ્ર રીતે જોતાં સંઘના આગેવાનેને લાગ્યું કે આજે ભલે એ સ્થળ દૂર હોય, પરંતુ હાઈવે પર આવેલી એ વિશાળ, રમણીય જગ્યા ભવ્ય સ્મારક માટે બધી જ રીતે અનુકૂળ છે. સમય જતાં દિલ્હી શહેર ને વિકાસ થશે ત્યારે એ સ્થળ દૂર નહિ લાગે. એ પ્રમાણે નિર્ણય લેવા અને એ જ સ્થળે ભવ્ય સ્મારક માટેની જના થઈ. મૃગાવતીજીની શુભ નિશ્રામાં હજારોની જનમેદની વચ્ચે મહત્સવ પૂર્વક લાલા મિરાતીલાલ જૈનના હાથે ત્યાં શિલાન્યાસને કાર્યક્રમ થશે. ત્યારપછી દાનને પ્રવાહ વધુ વેગથી વહેવા લાગ્યો. તબિયત અસ્વસ્થ છતાં પૂજ્ય મૃગાવતીજીની ઉપસ્થિતિમાં વિશેષતઃ સંક્રાંતિ દિનની ઉજવણી વખતે થેડાક જ મહિનાઓમાં લાખ રૂપિયાનાં વચને મળી ચૂક્યાં હતાં. પૂ. મૃગાવતીજીની આ એક વિશિષ્ટ લબ્ધિ હતી. પૂજ્ય મૃગાવતીજીને હંમેશાં ખાદી પહેરવાને નિયમ - હતું. આ નિયમને તેઓ ચુસ્તપણે પાળતાં હતાં. એમની બધી શિષ્યાઓ પણ ખાદી જ ધારણ કરે. વળી એમને એ પણ નિયમ હતો કે જે વ્યક્તિ જાતે ખાદી પહેરતી હોય તેની પાસેથી જ ખાદીનું કાપડ વહેરવું. ત્યાગ અને Jain Educationa International For Personal and Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ તિવિહેણ 'દામિ સાદાઇની એમની ભાવના કેટથી ઊંચી હતો તે આ નિયમ પરથી જોઈ શકાય છે. ૪ દિલ્હીના શ્રી રામલાલજી સાથે મૃગાવતીજી વિશે વાતા નીકળતાં તેમણે કહ્યું હતું કે મૃગાવતીજી પજામમાં જ્યારે વિચરતાં ત્યારે એક ગામથી ખીજે ગામ જવામાં એમને રસ્તા બતાવવા માટે તથા સાધ્વીજીએના રક્ષણ માટે કાઈ સાથીદાર-ચાકીદાર મેાકલવાનું સૂચન કરીએ તે તેએ તેને ઇન્કાર કરતાં. તેઓ કહેતાં કે અમે અમારી મેળે અમારે માર્ગ શેાધી લઈશું. અમને કોઇને ડર નથી. અમે નિ ય છીએ. વળી વિહારમાં અમારી સાથે કોઈ પુરુષ ચાલતે હાય એ અમને ગમતું નથી. અમારા ચારિત્રપાલનમાં અમે એટલા ચુસ્ત રહેવા ઇચ્છીએ છીએ.' પૂજય મૃગાવતીશ્રીજી પોતાના બ્રહ્મચર્યવ્રતમાં, સાધ્વી તરીકે પેાતાના ચારિત્રપાલન માં અત્યંત દેઢ હતાં. સાંજના પ્રતિક્રમણ કર્યા પછી તેએ કોઈ પુરુષનું મુખ જોતાં નહિં અને તે પ્રમાણે પોતાની શિષ્યા સાધ્વીઓને પણ સાચવતાં. . કેટલાંક વર્ષો પહેલાં મૃગાવતીજીને છાતીમાં કૅન્સર થયું ત્યારે એપરેશન વખતે એમણે જે ધૈર્ય અને દૃઢ ચારિત્ર પાલન કર્યું હતું તેની વાતેા પણ તેમના પ્રત્યે અત્યંત આદરભાવ પેદા કરે એવી છે. દિલ્હીમાં તેએ આપરેશન માટે એમ્બ્યુલન્સમાં નહિ પણ નવ કિલેમીટર જેટલું અંતર પગે ચાલીને હૅાસ્પિટલ ગયાં હતાં. ઘણી અશક્તિ હતી છતાં લિફ્ટના ઉપચેગ તેમણે નહાતા કર્યાં, પણ દાદર ચડીને ગયાં હતાં, હાસ્પિટલનાં બીજાનાં વાપરેલાં સાધના— Jain Educationa International For Personal and Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ પૂ. શ્રી મૃગાવતીશ્રીજી મહારાજ ચર્મોમીટર, ઇન્જેકશનની સીરીજ, બ્લડપ્રેશર માપવાનું યંત્ર વગેરે ન વાપરતાં પેાતાનાં અલગ રખાવ્યાં હતાં. પેાતાની પાટ જુદી રખાવી હતી. ઓપરેશન વખતે પેાતાને કોઈનું પણ લેાહી ચડાવવામાં ન આવે તે માટે ખાસ સૂચના આપી હતી આપરેશન પછી ડોકટરે કહ્યું હતું કે શરીરે પરસેવા ન થવા જોઈએ અને તે માટે પ'ખે વાપરવા પડશે. પરંતુ મૃગાવતીજીએ તેની પશુ ના પાડી હતી. હૅસ્પિટલમાં પેાતાની જગ્યા એવી પસંદ કરાવી હતી કે જ્યાંથી રાજ સવારના જિનમંદિરના શિખરનાં દશન થઈ શકે, હૅોસ્પિટલ ના કેટલાયે દાક્તરો, નર્યું, અન્ય દર્દીઓ વગેરે રાજ તેમની પાસે વાસક્ષેપ નખાવવા આવતાં. એપરેશન પછી હૅોસ્પિટલમાંથી જ્યારે તેમને રજા આપવામાં આવી ત્યારે પણ લિફ્ટ, સ્ટ્રેચર કે વાહનના ઉપયાગ તેમણે નહેાતા કર્યાં. રસ્તામાં ચાલતાં ચાલતાં તેઓ થાકી જાય તે શિષ્યાસાધ્વીજીના ટકા લઇ ઊભાં રહેતાં. એમ ધીમે ધીમે વિહાર કરી દિલ્હીમાં દરિયાગંજથી રૂપનગર પાંચ દિવસે તે પહોંચ્યાં હતાં. ૯૫ રવિવાર, તા. ૧૫મી જૂન ૧૯૮૬ના રાજ દિલ્હીમાં સંક્રાં(તના દિવસ નિમિત્તે તેમજ સ્વર્ગસ્થ પૂજ્ય આત્મારામજી મહારાજની પુણ્યતિથિ નિમિત્તે એક કાર્યક્રમ યેાજવામાં આવ્યા ન્હતા. તે પ્રસંગે મારા મિત્ર શ્રી શૈલેશભાઈ કાઠારી સાથે ત્યાં મારે ઉપસ્થિત રહેવાનું થયું હતું એ પ્રસંગે બે દિવસ પૂજ્ય મૃગાવતીજી પાસે બેસવાનું સદ્ભાગ્ય સાંપડ્યુ. પેતાને કૅન્સરના વ્યાધિ થયા છે અને દિવસે દિવસે આયુષ્ય ક્ષીણુ For Personal and Private Use Only Jain Educationa International Page #99 -------------------------------------------------------------------------- ________________ તિવિહેણ વદામિ થતું જાય છે એ વિશે પોતે સ્વસ્થતાપૂર્વક, સમતાપૂર્વક સભાન હતાં એ એમની વાતચીત પરથી સ્પષ્ટ થતું હતું. કેન્સરના વ્યાધિને કારણે તેમને શારીરિક પીડા અસહ્ય રહેતી. થાડુંક ખેલતાં હાંક ચડી જતા. પંદર-પચીસ મિનિટથી વધારે એસી શકાતું નહિ. તરત સૂઈ જવું પડતું. વળી પાછી સ્વસ્થતા આવે એટલે એઠાં થાય. વાતચીત કરે. કાને ઓછું સંભળાતું એટલે બીજાઓને માટેથી મેાલવાનું કહેતાં. એ પણ ખરાખર ન સમજાય એટલે એમની શિષ્યાએ એમના કાન પાસે માટેથી ફરીથી તે તે વાકયો લે અને મૃગાવતીજી તે પ્રમાણે પ્રસન્ન વદને ઉત્તર આપે. એમની શારીરિક અસ્વસ્થતા આટલી બધી હોવા છતાં એમનું આત્મિક ખળ ઘણું મોટું' હતું. આગલે દિવસે બહારગામથી પધારેલાં ઘણાંબધાંની સાથે સતત વાતચીત કરવાના પરિશ્રમ થયા હતા. સંક્રાંતિના દિવસે એમની નિશ્રામાં સ્મારક પરનાં જિન મંદિર માટેની જિન પ્રતિમાઓની એવી. ખેલવાના કાર્યક્રમ હતા. એટલે એ દિવસે સભામાં પાંચ-છ કલાક સતત બેસવું પડે એમ હતું. પૂજ્ય મૃગાવતીજીનું આત્મબળ એટલું માટું હતું કે સતત પાંચ-છ કલાક સુધી. તે સ્વસ્થતાપૂર્વક બેઠાં અને કાર્યક્રમ દરમ્યાન પ્રાસંગિક વક્તવ્ય પણ રજૂ કર્યુ. એ જ દિવસે બપોરે આત્માનંદ જૈન સભાના કાર્યકર્તાઓ અને પ્રતિનિધિઓની સભા હતી. તેમાં પણ લગભગ અઢી કલાક તેએ સ્વસ્થતાપૂર્વક બેઠાં હતાં અને દોરવણી આપતાં રહ્યાં હતાં. એ પ્રસંગે શરીરની અંદર અસહ્ય પીડા છતાં પ્રસન્ન અને સસ્મિત વને બધી કાર્યવાહીમાં એમણે ભાગ લેતાં અમે જોયાં ત્યારે એમની આ આત્મિક 13 ૬ Jain Educationa International For Personal and Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ પૂ. શ્રી મૃગાવતી શ્રીજી મહારાજ શક્તિની સવિશેષ પ્રતીતિ થઈ હતી. - પૂજ્ય મૃગાવતીજીના કાળધર્મના આગલા દિવસે ૧૭મી જુલાઈએ અત્યંત ગભીર બીમારીના, અંતિમ ઘડીના સમાચાર ઠેર ઠેર પ્રસરી ગયા. સેંકડે માણસે દિલ્હી પહોંચી ગયા. મારા મિત્ર શૈલેશભાઈ ઠારી પણ વિમાનમાં દિલ્હી પહોંચી ગયા. હું સંજોગવશાત્ ન જઈ શક્યો. મૃગાવતીજી તદ્દન અશક્ત થઈ ગયાં હતાં, પરંતુ વાતચીત કરી શકતાં હતાં. શલેવભાઈને જોતાં જ એમણે પ્રશ્ન કર્યો, “પ્રેફેસર રમણભાઈ નથી આવ્યા?” શૈલેશભાઈએ મુંબઈ પાછા આવીને જ્યારે આ વાત મને કરી ત્યારે પૂજ્ય મૃગાવતીજીએ અંતિમ ઘડીએ પણ મને યાદ કર્યો એથી ધન્યતા અનુભવી. પૂજ્ય મૃગાવતીજીના પાર્થિવ દેહને અગ્નિ સંસ્કાર વલભ સ્મારકમાં થયો એમાં પણ કેઈ દૈવી સંકેત હશે ! એ પ્રસંગે એમની સ્મૃતિ માટે લાખો રૂપિયાનું ફડ થોડા કલાકમાં જ થયું એ પણ જેવીતેવી વાત નહતી. પૂજ્ય મૃગાવતીજીના હૈયામાં સર્વ પ્રત્યે પ્રેમને, કલ્યાણને સ્રોત એટલે બધે વહેતે રહ્યો હતો કે અગ્નિસંસકાર વખતે સિત્તેર–એંશીની ઉંમરનાં માણસે પણ બેલતાં હતાં કે, “આજે અમે જાણે અમારી માતા ગુમાવ્યાનું દુઃખ અનુભવીએ છીએ.” પૂજ્ય મૃગાવતીજીને આથી વધુ સુંદર અંજલિ કયા શબ્દોમાં હેઈ શકે? Jain Educationa International For Personal and Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ પૂ. શ્રી લીલાવતીબાઈ મહાસતીજી પરમ પૂજ્ય મહાસતી શ્રી લીલાવતીબાઈ સ્વામી શનિવાર તા. ત્રીજી જુલાઈ ૧૯૮૩ના રોજ રાત્રે પોણાબાર વાગે સુરેન્દ્રનગરમાં કાળધર્મ પામતાં જૈન સમાજને એક પરમ તેજસ્વી, બાળબ્રહ્મચારી, વિદુષી સાધ્વીજી મહારાજની બેટ પડી છે. તેમના કાળધર્મના સમાચાર તરત સમગ્ર સૌરાષ્ટ્રમાં તથા અમદાવાદ, મુંબઈ, કલકત્તા વગેરે સ્થળોએ ઝડપથી પ્રસરી ગયા. અને રવિવારે અનેક ઠેકાણેથી જૈન સંઘના આગેવાને સુરેન્દ્રનગર આવી પહોંચ્યા. બપોરે ત્રણ વાગ્યે એમની પાલખી નીકળવાને સમય હતે, તે પહેલાં તે સ્થાનિક અને બહારગામના હજારે ભાવિકે સુરેન્દ્રનગરમાં તેમનાં અંતિમ દર્શન માટે ઉપાશ્રયે એકત્ર થયા હતા. એ દિવસે ધ્રાંગધ્રામાં સ્થાનકવાસી મોટા સંઘના ઉપાશ્રયના નવા મકાનના ઉદ્ઘાટન પ્રસંગ હતું. મુંબઈથી ઘણા માણસે એ પ્રસંગે ધ્રાંગધ્રા પહોંચ્યા હતા. ઉદ્દઘાટન પ્રસંગ સાદાઈથી પતાવી તેઓ સહુ સુરેન્દ્રનગર પહોંચી ગયા હતા. આ પ્રસંગે મારે પણ ધ્રાંગધ્રા અને સુરેન્દ્રનગરમાં ઉપસ્થિત રહે વાનું બન્યું હતું. હજારોની માનવમેદની વચ્ચે પૂ લીલાવતીબાઈના પાર્થિવ દેહની અંતિમ સંસ્કારવિધિ કરવામાં આવી હતી. સ્થાનકવાસી સંપ્રદાયમાં પૂ. લીલાવતીબાઈને પ્રભાવ Jain Educationa International For Personal and Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ પૂ. શ્રી લીલાવતીબાઈ મહાસતીજી. ઘણે મેટો રહ્યો હતે. લગભગ ૪૮ વર્ષના દીક્ષા પર્યાય દરમિયાન એમના હાથે ઘણું મેટાં મોટાં કાર્યો થયાં છે અને સંખ્યાબંધ શ્રાવિકાઓએ દીક્ષા લીધી છે. પ. પૂ. મંજુલાબાઈ મહાસતીજી તથા પ. પૂ. મુક્તાબાઈ મહાસતીજી સહિત એમની શિષ્યાઓની સંખ્યા ૭૩ની છે, જેમાં પાંચેક તે યુનિવર્સિટીની ગ્રેજ્યુએટ છે. (મારા વડીલ મિત્ર શ્રી વાડીલાલ જેઠાલાલ શાહની બે દીકરીઓ પૂ. મનીષાબાઈ તથા પૂ. પ્રિયદર્શનાબાઈ પણ એમની જ શિષ્યાઓ છે.) એક દીક્ષા તે પંદરેક દિવસ પછી આપવાનું ગોઠવવામાં આવ્યું હતું. પરંતુ તે પહેલાં લીલાવતીબાઈ કાળધર્મ પામ્યાં. શિષ્યાઓને આવડે મેટો સમુદાય બતાવે છે કે સમાજ ઉપર પૂ. -લીલાવતીબાઈને પ્રભાવ કેટલે બધે હતે. પૂ. લીલાવતીબાઈને જન્મ સં. ૧૯૭૫ના માગશર સુદ તેરસને રવિવારના રોજ બર્મામાં થયેલ હતું. નાનપણથી જ તેમનામાં વૈરાગ્યના સંસ્કાર પડેલા હતા અને ૧૮ વર્ષની ઉંમરે સં. ૧૯૯૨ના જેઠ સુદ અગિયારસને દિવસે તેમણે લીંબડી સંપ્રદાય(છ કેટિ)નાં પ. પૂ. દિવાળીબાઈ મહાસતી પાસે વાંકાનેર મુકામે ભાગવતી દીક્ષા ગ્રહણ કરી હતી. કડક ચારિત્ર્યપાલન, ઉત્તમ કોટિની જ્ઞાનની આરાધના, પ્રખર વ્યાખ્યાનશક્તિ વગેરે દ્વારા એમણે પિતાના સમુદાયમાં અગ્રગણ્ય સ્થાન મેળવ્યું હતું. એમણે સૌરાષ્ટ્ર, ગુજરાત અને મુંબઈ સુધીના વિહાર દરમિયાન પિતાનાં વ્યાખ્યાને વડે અનેક લેકેને પ્રભાવિત કર્યા હતા. તેમનાં વ્યાખ્યાનના કેટલાક સંગ્રહે પ્રગટ થયા છે. મુંબઈમાં એમણે કાંદાવાડી, Jain Educationa International For Personal and Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ તિવિહેણ દામિ માટુંગા, રીવલી, ઘાટકોપર, દાદર, પાલેમાં એમ છ ચાતુર્માંસ કર્યાં હતાં, તે મુંબઈમાં પધાર્યાં ત્યારે તેમની સાથે ૨૧ શિષ્યાઓ હતી અને તે મુબઇથી છેલ્લે વિહાર કરીને ગયાં ત્યારે ૪૨ શિષ્યાઓ હતી. આ બતાવે છે કે એમનું પેાતાનું જીવન મુમુક્ષુ આત્માઓને માટે કેટલું બધુ પ્રેરક હતું.! માતા જેવાં અપાર વાત્સલ્યના કારણે એમની શિષ્યાઓને પણ એમનું સાન્નિધ્ય છોડવું ગમતુ' નહિ. તેએ પોતે ચારિત્ર્યપાલનમાં અત્યંત કડક હતાં. મુંબઈ જેવા શહેરમાં ગેાચરી વગેરે બાબતમાં કયારેક થોડી શિથિલતા આવી જવાના સ‘ભવ રહે પરંતુ ત્યાં પણ તે પોતે કડક પાલનના ચુસ્ત આગ્રહી રહ્યાં હતાં, અને તે માટે પોતાની શિષ્યાઓને પ્રેરણા અને પ્રાત્સાહન આપતાં રહ્યાં હતાં. મુબઈમાં શ્રમણી વિદ્યાપીઠના પદવીદાન પ્રસગે મારે એમને પ્રથમ વાર મળવાનું થયું હતું ત્યારે એમની સાથેની વાતચીતની તથા એમના ઉચ્ચ વિચારની મારા ચિત્ત ઉપર ઊંડી છાપ પડી હતી. સ્વ. પૂ. લીલાવતીબાઈ મહાસતીજીના ભવ્યાત્માને શાંતિ હૈ। અને ભાવાદરપૂર્ણ વંદના હૈ। ! Jain Educationa International For Personal and Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ પૂ. શ્રી કુંદકુંદસૂરિજી મહારાજ પ. પૂ. શ્રીમદ્ વિજ્યકુંદકુંદસૂરીશ્વરજી મહારાજ વિ.સં. ૨૦૩૯ના ફાગણ સુદ ૪ ને ગુરુવાર, તા, ૧૭મી ફેબ્રુઆરી ૧૯૮૩ના દિને સવારે ૧૦-૦૩ કલાકે જામ-ખંભાળિયામાં ૬૪ વર્ષની વયે કાળધર્મ પામ્યા. એમના કાળધર્મના સમાચાર છાપામાં વાંચતાં મેં એમના પરમ ભક્ત શ્રી શશીકાન્તભાઈ મહેતાને રાજકોટ ફેનથી સંપર્ક કર્યો હતે. એમણે કહ્યું કે પિતે અંતિમ સમયે ત્યાં હાજર હતા અને એક જૈન, સાધુભગવંતનું સમાધિમરણ કેવું અપૂર્વ હોઈ શકે તે તેમને પ્રત્યક્ષ જોવા મળ્યું હતું. વર્તમાન જૈન શ્રમણ સમુદાયમાં જેમના પ્રત્યે આપણને અત્યંત પૂજ્યભાવ થાય એવા કેટલાક આચાર્યોમાં પૂ. શ્રી. કુંદકુંદસૂરીશ્વરજીને ગણાવી શકાય. તેઓ ગચ્છાધિપતિ પરમ શાસન પ્રભાવક પૂ. વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજના પ્રશિષ્ય અને પૂ. પં. વ. ભદ્રકવિજયજી ગણિવર્યના શિષ્ય. હતા. પૂ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજનાં શિષ્યરત્નમાં પંન્યાસજી મહારાજ તરીકે સુપ્રસિદ્ધ, નમસ્કાર મહામંત્રના. પરમ આરાધક અને વિવિધ શાસ્ત્રીય વિષયે ઉપર સ્વાનુભૂતિને આધારે મૌલિક પ્રકાશ પાડનાર એવા શ્રી ભદ્રંકરવિજયજી. મહારાજના નામથી ભાગ્યે જ કોઈ ધર્માનુરાગી નવકાર મહામંત્રને આરાધક જેને અપરિચિત હશે. પૂ. પંન્યાસજી મહારાજના કાળધર્મ પછી પટ્ટધર શિષ્ય શ્રી કુંદકુંદસૂરિજી મહારાજના Jain Educationa International For Personal and Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ તિવિહેણ વ દામિ શિરે એમના સમુદાયની જવાબદારી આવી હતી. તે પોતાના ગુરુમહારાજની પાછળ પાછળ આટલા જલદી આપણી વચ્ચેથી વિદાય લેશે એવી કલ્પના નહાતી. પોતાના ગુરુ ભગવંતની જેમ શ્રી કુ'દ''દસૂરિજીએ પણ નમસ્કાર મહામંત્રની અનેરી આરાધના કરી હતી. એમણે ‘નમસ્કાર ચિંતામણિ’ નામના જે દળદાર ગ્રંથ લખ્યા છે. તે પણ એ વિષયના માહિતીસભર પ્રમાણભૂત ગ્રંથ ગણાય છે. પૂ. કું કુ દસૂરિજીના જન્મ વિ. સં. ૧૯૭૫માં સૌરાષ્ટ્રના હાલારના મેટામાંઢા નામના ગામમાં થયા હતા. એમનું પૂર્વાશ્રમનું નામ કેશવજીભાઇ હતું. એમના પિતાનું નામ પુંજાભાઈ અને માતાનું નામ માંકાબહેન હતું. એમના તે પાંચમા પુત્ર હતા. પિતાના વ્યવસાય ઘી વેચવાને તથા ખેતીના હતા. એમની આર્થિક સ્થિતિ સાધારણ હતી. કિશેર કેશવજીભાઈને રમતગમતા કરતાં વાંચનમાં વધુ રસ હતા. એમના મોટા ભાઈએ મુબઇમાં નાકરી કરતા હતા. પ્રાથમિક શાળાના અભ્યાસ મેટામાંઢામાં કર્યો પછી કિશાર કેશવજીભાઈ મુંબઈ આવી, ભાઈ સાથે રહી કચ્છી વીસા એસવાળ હાઇસ્કૂલમાં અભ્યાસ કરવા લાગ્યા હતા. શાળામાં તે પેાતાના વર્ગમાં પ્રથમ નખરે રહેતા. ત્યારે ભારતની આઝાદીની ચળવળ ચાલતી હતી. કેશવજીભાઈ એનાથી 'ગાયા હતા અને ચુસ્ત ખાદીધારી બન્યા હતા. કેશવજીભાઈ મૅટ્રિક સુધીનેા અભ્યાસ પૂરા કરતાં પહેલાં પેાતાના કુટુબના ઘીના વ્યવસાયમાં જોડાયા, પરંતુ તેમનુ મન વેપાર કરતાં ધ'માં વધુ લાગ્યું હતું. તેએ આય'બિલની Jain Educationa International For Personal and Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ પૂ. શ્રી કુંદકુંદસૂરિજી મહારાજ ઓળી તથા બીજી તપશ્ચર્યા કરતા હતા. કેશવજીભાઈના મોટા ભાઈ માણેકલાલે ચાલીસ વર્ષની. વયે પૂ. પંન્યાસ શ્રી ભદ્રંકરવિજયજી પાસે દીક્ષા લીધી હતી.. તેમને વંદન કરવા જતાં તેઓ ભદ્રંકરવિજયજીના સંપર્કમાં આવ્યા હતા. પૂ. ભદ્રકવિજયજીનું એક જ વ્યાખ્યાન સાંભળીને કેશવજીભાઈને દીક્ષા લેવાનું મન થયું. પરંતુ તે માટે માતાપિતાની સંમતિ ન મળી. આથી દીક્ષા ન લેવાય ત્યાં સુધી રોટલે અને છાશ જેવી બેત્રણ વાનગી જ વાપરવાને અને આહાર ઉપર સંયમ ધારણ કરવાને એમણે નિર્ણય કર્યો. દરમિયાન મુંબઈમાં પૂ. શ્રી વિજયરામચંદ્રસૂરિએ ઉપધાન તપની આરાધના કરાવેલી. તેમાં જોડાવાની. કેશવજીભાઈને તક મળી. આથી એમની ત્યાગ–રાવ્યની. ભાવનાને પિષણ મળ્યું અને પૂ. શ્રી વિજ્યરામચંદ્રસૂરિની વાણુને લાભ મળે. એથી દીક્ષા લેવાને એમને સંકલ્પ વધુ દઢ થયે. ત્યારપછી કેશવજીભાઈને વેપાર અથે મહારાષ્ટ્રમાં થવતમલ નામના નગરમાં બે વરસ રહેવાનું થયું. એ વખતે પંન્યાસ શ્રી ભદ્રકવિજયજી પણ મહારાષ્ટ્રમાં વિચરતા. હતા. આથી તેમની વાણને લાભ કેશવજીભાઈને મળે. એમની પાસે દીક્ષા લેવાને એમણે નિર્ણય કર્યો. પરિવાર તરફથી સંમતિ મળતાં તેવીસ વર્ષની યુવાન વયે એમણે મહારાષ્ટ્રમાં નાસિક પાસે વણ નામના ગામમાં વિ. સં. ૧૯૯૮માં પંન્યાસ શ્રી ભદ્રંકરવિજયજી પાસે દીક્ષા લીધી. એમનું નામ મુનિ કુંદકુંદવિજયજી રાખવામાં આવ્યું, એ. Jain Educationa International For Personal and Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ તિવિહેણ વંદામિ જ દિવસે રાજસ્થાનના એક ગૃહસ્થ શ્રી પ્રેમચંદભાઈએ પણ પંન્યાસજી મહારાજ પાસે દીક્ષા લીધી અને એમનું નામ પ્રદ્યોતનવિજયજી રાખવામાં આવ્યું. - દીક્ષા પછીનાં પ્રથમ પાંચ વર્ષ સુધી મુનિ શ્રી કુંદકુંદવિજયજીએ બે જ દ્રવ્યથી એકાસણું કર્યા. પૂ. શ્રી વિજયપ્રેમસૂરિજી, પૂ. શ્રી વિજયરામચંદ્રસૂરિજી તથા પૂ. પં. શ્રી ભદ્રંકરવિજયજીના સાનિધ્યમાં એમના સંયમજીવનનું સરસ ઘડતર થયું હતું. પૂ. કુંદકુંદસૂરિની હાલારની એમની જ્ઞાતિના ઘણા લેકે પૂર્વ આફ્રિકામાં વસે છે, એના લીધે એમનાં પુસ્તકને પ્રચાર પૂર્વ આફ્રિકામાં ઘણે બધે રહ્યો છે. પરિણામે પૂર્વ આફ્રિકાના જૈનેના ધર્મજીવન પર એમને પ્રભાવ ઘણે બધે પડ્યો છે. પૂર્વ આફ્રિકામાં મેમ્બાસા, નાઈબી ઈત્યાદિ શહેરમાં ભગવાન મહાવીરના ૨૫૦૦ મા નિર્વાણ મહોત્સવ પ્રસંગે અમારે વ્યાખ્યાન આપવા માટે જવાનું થયું હતું ત્યારે શ્રી કેશવજીભાઈ રૂપશીભાઈ, શ્રી વાઘજીભાઈ ગુડકા વગેરે સંઘના આગેવાને સાથેની વાતચીત દ્વારા જાણવા મળ્યું હતું અને પ્રત્યક્ષ પણ જોવા મળ્યું હતું કે શ્રી કુંદકુંદવિજયજીનાં પુસ્તક, લેખે, પત્ર, ઈત્યાદિ ત્યાંના લેકેને માટે કેટલાં બધાં પ્રેરણારૂપ બની રહ્યાં હતાં. - પૂ. કુંદકુંદસૂરિજીને મારે પિંડવાડામાં અને પાલીતાણામાં, એમ બે વખત મળવાનું થયું હતું. પાલીતાણામાં હું એમને વંદન કરવા ગયા હતા ત્યારે બહુ નિરાંતે એમની સાથે ઘણા વિષય પર ઘણી વાત થઈ હતી. એ વખતે Jain Educationa International For Personal and Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ પૂ. શ્રી કુંદકુંદસૂરિજી મહારાજ એમણે મને પિતાનાં લખેલાં ઘણું પુસ્તકો વાંચવા માટે ભેટ આપ્યાં હતાં. પૂ. કુંદકુંદરિજીને મળીએ ત્યારે એમની આવ્યા હેત ૧ ૧ સરળતા અને પવિત્રતાની સુવાસ આપણને ઊંડી સ્પર્શી થી જાય. એક જ્ઞાની ભગવંત કેટલા બધા પવિત્ર અને સરળ હોઈ શકે તેના ઉદાહરણરૂપ એમનું જીવન હતું. પૂ. કુંદકુંદવિજયજી, પિતાના ગુરુભગવંત પંન્યાસજી મહારાજની જેમ પદવીથી વિમુખ હતા. આડત્રીસ વર્ષને દીક્ષા પર્યાય થયે છતાં તેઓ મુનિ પદથી જ સંતુષ્ટ હતા. પરંતુ વિ. સં. ૧૯૩૬માં પાટણમાં પંન્યાસજી મહારાજ કાળધર્મ પામ્યા તે પછી સંઘના આગ્રહથી અને ગચ્છાધિપતિ ૫. શ્રી વિજ્યરામચંદ્રસૂરિજીની આજ્ઞાથી એમણે પદવી સ્વીકારી હતી. એમને વિ. સં. ૨૦૩૭માં ભગવતીસૂત્રના ગદ્ધનપૂર્વક વિજયકનચંદ્રસૂરિના હાથે ગણિ–પંન્યાસની પદવી આપવામાં આવી હતી અને વિ. સં. ૨૦૩૮ માં અમદાવાદમાં આચાર્યની પદવી આપવામાં આવી હતી. પૂ. કુંદકુંદસૂરિજીને લગભગ એકતાલીસ વર્ષને દીક્ષાપર્યાય હતે. આ દિક્ષા પર્યાયમાં એમણે વિવિધ અનુષ્ઠાને, યાત્રાઓ, છ–રી પાળતા સંઘ, ઉપધાનતપ, ગ્રંથલેખન ઇત્યાદિ દ્વારા ઘર્મની ઘણી સારી પ્રભાવના કરી હતી. એમના સાતેક શિષ્યોમાં એમના સંસારી ભત્રીજા પૂ. શ્રી વજાસેનવિજયજીને પણ સમાવેશ થાય છે. પૂ કુંદકુંદસૂરિજીએ લગભગ એંસી જેટલાં પુસ્તક લખ્યાં છે. એમાં “નમસ્કાર ચિંતામણિ', “આનંદઘન ચેવસી ભાવાર્થ”, “યશવિજ્યજી ગ્રેવીસી ભાવાર્થ”, “આરાધનાસાર, Jain Educationa International For Personal and Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ ૯૬ તિવિહેણ વંદામિ નમસ્કાર મહામંત્રનાં દષ્ટાંતે', “જપ સાધના', મંગલપ્રકાશ, ‘ચિત્રલેખાની ચતુર વાતે”, “બેધદાયક દષ્ટાંતે” (અગિયાર ભાગ), “સમાધિસુધાર વગેરે ગ્રંથે સુપ્રસિદ્ધ છે. એમાંનાં કેટલાંક પુસ્તક વિદ્વત્તાપૂર્ણ છે અને કેટલાંક પુસ્તક સામન્ય વાચકો માટે બેધપ્રેરક છે. આચાર્યની પદવી પછી શ્રી કુંદકુંદસૂરિજીની તબિયત સારી રહેતી ન હતી. તેમને અમદાવાદમાં કમળ થયે હતે. ત્યારપછી તેમને કિડનીની તકલીફ થઈ હતી, અને દિવસે દિવસે તે વધતી જતી હતી. તેમ છતાં તેમણે પિતાની સંયમ-આરાધનામાં જરા પણ શિથિલતા આવવા દીધી નહતી. અમદાવાદમાં છેલ્લા ચાતુર્માસ પછી જામખંભાળિયામાં આવીને લગભગ ચારસે આરાધકોને ઉપધાનતપની આરાધના તેમણે શરૂ કરાવી હતી. ઉપધાનતપમાં સવારથી તે સાંજ સુધી આખે દિવસ વિવિધ પ્રકારની ધર્મક્રિયાઓ કરવા-કરાવવાને કારણે શ્રમ પડે એ સ્વાભાવિક છે. પિતાની લથડતી તબિયત છતાં પૂ. કુંદકુંદસૂરિજીએ આ જવાબદારી ઉપાડી હતી. પિતાને દેહ હવે વધુ સમય ટકવાને નથી એને અણસાર એમને આવી ગયું હતું. તેમ છતાં તેઓ ચિત્તની પૂરેપૂરી સ્વસ્થતા ધરાવતા હતા. એમની માંદગી ફાગણ સુદ એકમે ગંભીર બનતાં ત્યાં ઉપસ્થિત થયેલા જુદા જુદા સંઘના આગેવાનોએ ચાર્ટડ વિમાન કરીને એમને અમદાવાદ કે મુંબઈ જેવા મોટા શહેરની હોસ્પિટલમાં દાખલ કરવા માટે વિચાર કર્યો, પરંતુ તેની ખબર પડતાં પૂ. કુંદકુંદસૂરિજીએ. તે માટે સ્પષ્ટ ઇન્કાર કર્યો હતે. એમણે સભાન અવસ્થામાં Jain Educationa International For Personal and Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ પૂ. શ્રી કુંદકંદસૂરિજી મહારાજ પિતાના જ હાથે ચિઠ્ઠી લખી અને ત્યાં ઉપસ્થિત રહેલા પિતાના વડીલ ગુરુબંધુ પૂ. શ્રી મહાસેનવિજયજી મહારાજને આપી હતી. એમાં લખ્યું હતું, “આ બીમારીમાં કદાચ હું બેભાન બની જાઉં તે મારા ચારિત્રધર્મને બાધક એવી કઈ પ્રવૃત્તિ મારા શરીર અંગે કરશે નહિ.” પિતાની અંતિમ ક્ષણમાં પૂ. કુંદકુંદસૂરિજીના ઉદ્ગારે હતા કે “મારા દાદા ગુરુમહારાજ શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજે મને ચારિત્ર્યધર્મ આપે, મારા પૂજ્ય ગુરુમહારાજ શ્રી ભદ્રંકરવિજયજી મહારાજે મને મૈત્રીભાવથી નવડાવી દીધું અને શ્રી સકળ સંઘે મને વાત્સલ્યભાવનું દાન કર્યું. હવે મારે શી ખામી છે? મારી તમે જરા પણ ચિંતા ન કરશે. હું સારા સ્થાને જાઉં છું.” ત્યારપછી બરાબર ૧૦-૦૦ કલાકે એમણે કહ્યું, “મને પદ્માસને બેસાડે અને ભગવાનનાં દર્શન કરાવો” એટલે તેમને બેઠા કરી પદ્માસને બેસાડવામાં આવ્યા અને શંખેશ્વર પાશ્વનાથ ભગવાનનાં દર્શન કરાવવામાં આવ્યાં. એ દર્શન કરતાં કરતાં તેઓ બોલ્યા, “નમે જિણાણું” અને પછી તરત જ તેમણે આંખ ઢાળી દીધી. બરાબર ૧૦-૦૩ કલાકે એમણે દેહ છેડી દીધે. એક વિરલ પ્રકારનું સમાધિમરણ તેઓ પામ્યા. આવું સમાધિમરણ માત્ર ઈચછાથી નથી આવી શકતું. દીર્ઘ સમયની સાધના હોય તે જ તે સંભવિત છે. પૂ. કુંદકુંદસૂરિજીના જીવનમાં પરમાત્મા પ્રત્યેની અપાર ભક્તિ, નવકારમહામંત્રની દીર્ઘ સાધના, નૈષ્ઠિક બ્રહ્મચર્યનું ચુસ્ત પાલન, પિતાના ગુરુ પ્રત્યે સમર્પિત ભાવ, ત્યાગ, સંયમ, Jain Educationa International For Personal and Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ તિવિહેણ વંદામિ સરળતા, ગુણાનુરાગીપણું, વાણીની મધુરતા, સહિષ્ણુતા, સમભાવ, જીવમાત્ર પ્રત્યે મૈત્રી, પ્રમોદ આદિ ભાવના, સ્વાધ્યાય, લેખન, મનનચિંતનમાં સતત અનુરક્તિ, પંચસૂત્રનું રટણચિંતન વગેરે જે હતાં તેને લીધે તેઓ બહુ ઊંચી કેટિના શ્રમણ બન્યા હતા અને એમની આ આરાધનાએ એમને સમાધિમરણ અપાવ્યું. એમણે છેલ્લે “સમાધિસુધા” નામનું પુસ્તક લખ્યું હતું, જાણે કે પિતાની પૂર્વતૈયારી તરીકે જ એ પુસ્તક લખાયું હોય! - સ્વ. પૂજ્ય શ્રી કુંદકુંદસૂરીશ્વરજીને આપણી કેટિશઃ સાદર વંદના હે! Jain Educationa International For Personal and Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ પૂ. શ્રી અભયસાગરજી મહારાજ - પ. પૂ. શ્રી અભયસાગરજી મહારાજ ઊંઝા મુકામે વિ.સં. ૨૦૪૩ના કારતક વદ ૯, તા. ૨૬ મી નવેમ્બર, ૧૯૮૬ના રોજ બપોરના સમયે બાસઠ વર્ષની વયે કાળધર્મ પામ્યા હતા. કેટલાક સમય પહેલાં થયેલા પક્ષાઘાતના હુમલા પછી એમની તબિયત અસ્વસ્થ રહ્યા કરતી હતી. એમના કાળધર્મથી એક મહાન આરાધક મહાત્માની આપણને બેટ પડી છે. લગભગ ત્રણેક દાયકા પહેલાં હું બિકાનેરમાં શ્રી અગરચંદજી નાહટાના ઘરે હતું ત્યારે પૂજ્ય અભયસાગરજી મહારાજને હું ક્યારેય મળ્યું ન હતું એવું જાણુને નાહટાજીએ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. એમણે ભલામણ કરી કે મારે અભયસાગરજી મહારાજને જરૂર મળવું જોઈએ. વિશુદ્ધ ચારિત્રપાલન, ઊંડું શાસ્ત્રજ્ઞાન અને યોગવિદ્યા તથા મંત્રવિદ્યાના પરમ આરાધક એવા અભયસાગરજી મહારાજને મળવાની તાલાવેલી ત્યારથી મને લાગી હતી. આગમ દ્ધારક તરીકે સુવિખ્યાત બનેલા સ્વ. સાગરાનંદસૂરિ મહારાજના કેટલાક શિષ્યએ માળવામાં મધ્યપ્રદેશમાં વિચરવાનું વધુ રાખેલું, એ એમનું મુખ્ય કાર્યક્ષેત્ર થઈ ગયેલું. એવા સાધુઓમાં સ્વ. પૂ. ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજી મહારાજનું નામ પણ મુખ્ય હતું. તેઓ રાજગઢ, મેહનખેડા, ભેપાલ, લમણી, અલિરાજપુર, દાહોદ, ગોધરા, લુણાવાડા વગેરે સ્થળોએ વિચરતા હતા. મારા વડીલ મિત્ર સૂરતના સ્વ. કેસરીચંદ (બાબુભાઈ) હીરાચંદ પૂ. ધર્મ સાગરજી મહારાજ અને પૂ. અભયસાગરજી Jain Educationa International For Personal and Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ તિવિહેણ 'દાસિ મહારાજ પાસે દર વર્ષે અચૂક વંદન કરવા જતા. મારે અભયસાગરજી મહારાજને મળવુડ હતું. તેમનું ચામાસું ત્યારે લુણાવાડામાં હતું. કેસરીચંદભાઈ મને લુણાવાડા લઈ ગયા. ત્યાં અભયસાગરજી મહારાજને પ્રથમ વાર મળવાનું થયું હતું. ત્યારે મારા રસના વિષય મધ્યકાલીન જૈન ગુજરાતી સાહિત્યના હતા અને એ વિષયમાં અભયસાગરજી મહારાજે પણ ઠીક ઠીક કામ કર્યુ· હતું. એથી એમની સાથે તરત આત્મીયતા ખંધાઈ હતી. લુણાવાડાથી અમે રાજગઢ ગયા. ત્યાં ધર્મોસાગરજી મહારાજનું ચૈામાસુ' હતું. ધર્મસાગરજી મહારાજને પણ હું ત્યારે પહેલી વાર મળ્યા. તેએ ઉગ્ર તપસ્વી અને ઉવિહારી હતા. ચાર-છ દિવસના ઉપવાસ પછી દસ માઈલના વિહાર કરવા હાય તા તેટલું ચાલવાની સ્મૃતિ ધસાગરજી મહારાજમાં હતી. ગૃહસ્થપણામાં ધર્મસાગરજીના પુત્ર તે જ અભયસાગરજી. લગભગ છ વર્ષની વયે એમણે પિતા ધર્મોસાગરજી પાસે દીક્ષા લીધી. પિતા-પુત્ર તે ગુરુ-શિષ્ય બન્યા. માળવાના લેાકા ઉપર તેઓ બંનેનું, વિશેષતઃ પૂ. ધર્મસાગજીનું પ્રભુત્વ ઘણું મોટું રહ્યું હતું. ૧૦૦ અભયસાગરજી મહારાજને ત્યારપછી પાલિતાણામાં આગમ મંદિરમાં કેટલીય વાર મળવાનું થયું હતું. આખા દિવસ તેમના સ્વાધ્યાય ચાલતા જ હાય. સ્ત્રીવર્ગ, વ્યાખ્યાનના સમય સિવાય પેાતાની પાસે ન આવે એ માટે તેઓ બહુ ચુસ્ત આગ્રહ રાખતા. તેઓ બાળબ્રહ્મચારી હતા અને બ્રહ્મચર્યનું અખડ પાલન કરતા. ઉપાશ્રયમાં તેઓ ઘણી વાર કોઈ એક ખૂણામાં એવી રીતે બેસતા કે બહારથી અજાણતાં કોઈ શ્રાવિકા Jain Educationa International For Personal and Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ પૂ. શ્રી અભયસાગરજી મહારાજ કંઈ પૂછવા આવી હોય તે પરસ્પર તેઓ એકબીજાની નજરે ન પડે. કેટલીક વાર તે બહારથી પહેલી વાર એમને મળવા આવનાર અજાણી વ્યક્તિને પૂછવું પડે કે તેઓ બધા સાધુભગવંતેમાં પૂ. અભયસાગરજી મહારાજ કેણ છે? પિતાના સમુદાયમાં તેઓ મુખ્ય હતા છતાં પોતાના શિષ્ય સમુદાયમાં તેઓ એવી રીતે ભળી જતા કે અજાણ્યાને તેમની મુખ્યતાને અણસાર ન આવે. સવારના બ્રાહ્મમુહૂતે ઊઠી જવું અને ધ્યાન વગેરેમાં લાગી જવું એ ૫. અભયસાગરજીને રેજને કાર્યક્રમ હતો. એમની સાધના ઘણું ઊડી હતી. કેટલીક વાર તે આખી રાતની શત પિતાની સાધનામાં તેઓ એકલા બેઠા હોય અને સવાર પછી આખો દિવસ એટલા જ સ્વરથ દેખાતા હોય. તેઓ નવકારમંત્રની નિયમિત આરાધના પૂર્ણ આસ્થા સાથે કરતા. તેઓ કેટલીક ગુપ્ત વિદ્યાઓ જાણતા હતા, પરંતુ અધિકાર વગર તેઓ કોઈને તે આપવા ઇચ્છતા નહતા. અભયસાગરજી મહારાજને જન્મ વિ.સં. ૧૯૮૧માં મહેસાણા જિલ્લાના ઉનાવા ગામમાં થયેલું. એમના પિતાનું નામ મૂળચંદભાઈ (ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજી) અને એમની માતાનું નામ મણિબહેન (સાધ્વી શ્રી સદ્દગુણાશ્રીજી) હતું. અભયસાગરજનું જન્મનામ અમૃતલાલ હતું. માતાપિતાએ દીક્ષા લીધા પછી અને ભાઈ–બહેને પણ દીક્ષા લીધા પછી અમૃતલાલને પણ બાલવયે દીક્ષા લેવાની ભાવના થઈ. વિ.સં. ૧૯૮૮માં શંખેશ્વર તીર્થમાં આગદ્ધારક પૂ. સાગરાનંદસૂરિના હસ્તે એમને સાડા છ વર્ષની વયે દીક્ષા આપ Jain Educationa International For Personal and Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ તિવિહેણ વંદામિ વામાં આવી હતી, તેમજ એમનું નામ મુનિ અરુણોદયસાગર રાખવામાં આવ્યું હતું. અને એમને ઉપાધ્યાય શ્રી ધર્મસાગરના શિષ્ય તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. આમ પિતા-પુત્ર ગુરુ-શિષ્ય બન્યા હતા. ત્યારપછી વિ.સં. ૨૦૨ લ્માં નરેડા તીર્થમાં એમને પંન્યાસની પદવી આપવામાં આવી તે વખતે એમનું નામ અમયસાગરજી રાખવામાં આવ્યું હતું. એમણે ન્યાય, વ્યાકરણ, અલંકાર વગેરેનું ઊંડું અધ્યયન કર્યું હતું. અભયસાગરજી મહારાજે છેલ્લાં કેટલાંક વર્ષો જબુદ્વીપ, જેન ખગોળ અને આધુનિક ખેળે વચ્ચે ક્યાં કેટલે. તફાવત છે એના અભ્યાસમાં ગાળ્યાં. અમેરિકાએ ચંદ્ર ઉપર માનવી ઉતાર્યા એ વાત બેટી છે, તેઓ અવકાશમાં અન્ય કોઈ સ્થળે ઊતર્યા છે અને સૂર્ય ચંદ્રરૂપી દેવવિમાનની જે વાતે આવે છે અને અમેરિકાએ જે સંશોધન કર્યું છે એ બંને જુદાં જુદાં છે એવું સિદ્ધ કરવા માટે એમણે ઘણે સમય આપ્યું. “ઉત્તરધ્રુવની શેધસફર” નામનું મેં એક પુસ્તક લખ્યું હતું કે તેઓ ત્રણ-ચાર વાર બરાબર વાંચી ગયા હતા અને ઉત્તરધ્રુવમાં ત્રણથી પાંચ-છ મહિના જેટલી દીર્વરાત્રિ પછી જે સૂર્ય ઊગે છે તે એને એ જ સૂર્ય છે કે બીજે એનું સંશોધન કરવાની એમની ખૂબ ઈચ્છા હતી. પરંતુ મેં કહેલું કે, “એ માટે આપણી સરકારની અને પરદેશની તે તે દેશની સરકારની સંમતિ જોઈએ, વિદેશી હૂંડિયામણું જોઈએ. આપણું એ કામ નહિ, કારણ કે આધુનિક સાધનથી. સુસજજ એવી પ્રગશાળા ત્યાં ઊભી કરીને પાંચ-સાત નિષ્ણાત માણસોને રોકવામાં આવે તે જ આ કાર્ય થઈ Jain Educationa International For Personal and Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ પૂ. શ્રી અભયસાગરજી મહારાજ ૧૦૩ શકે. કરોડ રૂપિયા ખર્ચાઈ જાય છતાં પરિણામ કાંઈ ન આવે એવી આ યોજનાને આપણાથી પહોંચી શકાય નહિ.” અલબત્ત આ નિમિત્તે અભયસાગરજી મહારાજે દુનિયાભરના વૈજ્ઞાનિક સાથે ઘણે પત્રવ્યવહાર કરે. વળી ખગોળના આધુનિક સંશોધનને લગતાં ઘણાં બધાં પુસ્તકે પરદેશથી મંગાવીને એને પણ એમણે અભ્યાસ કરેલે. અલબત એ તે સાચું જ છે અને એને હું સાક્ષી છું કે અભયસાગરજી મહારાજે પિતાની મૌલિક બુદ્ધિથી કેટલાય પ્રશ્નો ઊભા કરેલા જે વેજ્ઞાનિકને વિચારણીય લાગ્યા છે. કેટલાક વૈજ્ઞાનિકે એ એવું પિતાના પત્રમાં કબૂલ કરેલું છે એ મેં એમની પાસેની પત્રવ્યવહારની ફાઈલમાં નજરે જોયેલું છે. આપણા આગમગ્રન્થ અનુસાર ચૌદ રાજલેક અને દેવવિમાને વગેરેને લગતી જે માહિતી આવે છે તેના ઊંડા અભ્યાસ સાથે વર્તમાન પાશ્ચાત્ય ખગોળ–સંશોધન કેવું કેવું કાર્ય કરે છે તેને પણ તલસ્પર્શી અભ્યાસ કરીને એ બે વચ્ચે ક્યાં ક્યાં સામ્ય અને વિરોધ છે તેની તારવણીનું કાર્ય અભયસાગરજી મહારાજ જેવું કેઈએ કર્યું નથી. “ભૂભ્રમણ શિધ સંસ્થાન” નામની સંસ્થા એમની પ્રેરણાથી મહેસાણા માં સ્થપાયેલી અને જબુદ્વીપની વૈજના એમના માર્ગદર્શન હેઠળ પાલિતાણામાં થઈ. છેલ્લાં બેએક વર્ષથી હરિભદ્રસૂરિના ચોગ વિશેના ગ્રન્થને અભયસાગરજી મહારાજને સ્વાધ્યાય ઘણે ઊંડે ચાલતું હતું. તેમણે એ વિશે પાટણમાં એક સેમિનારનું આજન કરવાનું મને સેપ્યું હતું. પરંતુ એમની અસ્વસ્થ Jain Educationa International For Personal and Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ તિવિહેણ વંદામિ તબિયતના કારણે છેલ્લી ઘડીએ એ કાર્યક્રમ મુલતવી રહ્યો હતે. અભયસાગરજી મહારાજે મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્યનું જે એક મહત્વનું કાર્ય કર્યું છે તે “ભક્તિરસઝરણું'ના સંપાદનનું છે. એના બે દળદાર ગ્રન્થમાં એમણે હસ્તપ્રત ઉપરથી આપણી સ્તવન-ચેવશીનું સરસ અધિકૃત સંપાદન કર્યું છે. એમણે કેટલાંક વર્ષ પૂર્વે સાધુઓને માટે ઉપગમાં આવતાં વસ-ઉપકરણ વગેરેને લગતે એક મહત્વનો પારિભાષિક ગ્રન્થ તૈયાર કર્યો હતે. “તત્વજ્ઞાન મારિકા નામને, વિજ્ઞાન અને તત્વજ્ઞાન વચ્ચેના ભેદને સમજાવતા જુદા જુદા લેખકના લેખેને, એક સંગ્રહ એમણે, પ્રગટ કરાવ્યું હતું. સાગરાનંદજી મહારાજનાં પ્રવચનેમાંથી સામગ્રી એકત્રિત કરીને “આગમત' નામથી પુસ્તિકાઓ પણ તેઓ વર્ષોથી પ્રગટ કરાવતા હતા. “આગમરહસ્ય, પરમાત્મભક્તિ' વગેરે એમના અન્ય ગ્રંથ છે. એમના હાથે જેન સાહિત્યનાં વિવિધ ક્ષેત્રમાં ઘણું મહત્વનું કાર્ય થયું છે. - સ્વ. અભયસાગરજી મહારાજનું બીજું એક મહત્વનું કાર્ય તે નાગેશ્વર તીર્થને સંશોધનનું છે. પિતાના ગુરુ ધર્મસાગરજી મહારાજ સાથે એ પ્રદેશમાં તેઓ ઘણું વિચરેલા. નાગેશ્વર મહાદેવ તરીકે પૂજાતી મૂતિ તે પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા છે એ એમણે શેાધી કાઢ્યું, સિદ્ધ કરી બતાવ્યું અને બાવાજી પાસેથી એ તીર્થ જૈન સમાજને મેળવી આપ્યું એ એમની મહાન સેવા છે. તેઓ અત્યંત સરળ સ્વભાવના હતા. એમના કાળધર્મથી એક પરમ તેજસ્વી વિભૂતિની આપણને ખેટ પડી છે. નત મસ્તકે એમને ભૂરિ ભૂરિ વંદના. Jain Educationa International For Personal and Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only