________________
તિવિહેણ વંદમ સંપર્કમાં આવ્યા. દીક્ષા લેવાની પિતાની ભાવના વ્યકત કરી અને એ પ્રમાણે વિ. સં. ૧૯૩માં તેમને ચાવીસ વર્ષની વયે કચ્છમાં પિતાને ગામ દેઢિયામાં દીક્ષા આપવામાં આવી. નીતિસાગરજીના તેઓ શિષ્ય બન્યા અને તેમનું નામ મુનિ ગુણસાગરજી રાખવામાં આવ્યું. કચ્છ માંડવીમાં, જામનગરમાં, ભુજમાં, કચ્છ ગોધરામાં, મેટા આસંબિયામાં એમ એક પછી એક એમનાં ચાતુર્માસ થતાં રહ્યાં. એમની અસાધારણ તેજસ્વિતા પારખીને ગુરુમહારાજે પંડિતે રાખીને એમને સંસ્કૃત અને પ્રાકૃત ભાષાને અભ્યાસ કરાવ્યા. સમય જતાં એમને ઉપાધ્યાયની પદવી આપવામાં આવી અને સં. ૨૦૦૩માં ગૌતમસાગરસૂરિજીએ તેમને ગચ્છની જવાબદારી પણ સેંપી. | વિ. સં. ૨૦૧૨માં મુંબઈમાં તેમને આચાર્યની પદવી આપવામાં આવી અને તેઓ ગચ્છાધિપતિ આચાર્ય ગુણસાગરસૂરિ થયા. ગચ્છાધિપતિ આચાર્ય ભગવંતે ત્યારપછી કચ્છ, રાજસ્થાન અને મુંબઈમાં અનેક સ્થળે વિહાર કરી અનેક શ્રેષ્ઠીઓને પ્રતિબંધ આપીને અનેક મહત્વનાં કાર્યો કરાવ્યાં. એમણે શ્રી આર્ય રક્ષિત જૈન તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠની કચ્છમાં મેરાઉમાં સ્થાપના કરાવી; ભુજપુરથી ભદ્રેશ્વર તીર્થને સંધ કાઢોશ્રાવિકા વિદ્યાપીઠની મેરાઉમાં સ્થાપના કરાવી; ક૭થી શત્રુંજયની તીર્થયાત્રાને સંઘ કઢાવ્યું. એ ઉપરાંત જિન મંદિર, ઉપાશ્રય, જ્ઞાનમંદિર, ધર્મશાળા, ગ્રંથા- લય, પ્રતિષ્ઠા, જીર્ણોદ્ધાર, દીક્ષા, પદવી વગેરે વિવિધ પ્રકારનાં ઘણું કાર્યો વર્ષોવર્ષ એમણે મહત્સવ પૂર્વક કરાવ્યાં. એમણે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org