________________
પૂ. શ્રી ગુણસાગરસૂરિજી મહારાજ
પિતાશ્રી લાલજીભાઈએ મુંબઈમાં આવીને શીવરીમાં દુકાન કરી હતી. બાર વરસના ગાંગજીભાઈ પિતાશ્રી સાથે દુકાનમાં જોડાયા હતા એથી તેઓ શાળામાં વ્યાવહારિક શિક્ષણ ચાર ઘેરણ સુધીનું જ લઈ શક્યા હતા. તેર વર્ષની ઉંમરે ગાંગજીભાઈને શીતળાને રોગ થયે હતું અને તેઓ એવી બેભાન સ્થિતિમાં હતા કે પિતાજીએ માનેલું કે તેઓ અવસાન પામ્યા છે, એટલે સ્મશાને લઈ જવાની તૈયારી કરવા વિચારેલું. પરંતુ શરીરમાં જરાક હલનચલન જણાતાં આશા જન્મી અને છ મહિનાની માંદગી પછી ગાંગજીભાઈ સ્વસ્થ થયા હતા.
પિતાનાં માતુશ્રીને સામાયિક, પ્રતિક્રમણ વગેરેની વિધિ. પુસ્તક વાંચીને કરાવતાં કરાવતાં અને માતુશ્રીની સાથે તપશ્ચર્યા કરતાં કરતાં કિશોર ગાંગજીભાઈને ધર્મને રંગ લાગ્યું હતે તે એટલે દઢ બન્યું કે એક વખત માતુશ્રી રસોઈ કરતાં હતાં ત્યારે ધગધગતું તેલ ગાંગજીભાઈના શરીર ઉપર પડયું તે પણ પિતાની તપશ્ચર્યા તેડી નહિ અને દવા લીધી. નહિ.
યુવાન વયે તેમણે કચ્છનાં તીર્થોની યાત્રા કરી અને ત્યારપછી સમેતશિખર અને આસપાસનાં તીર્થોની યાત્રા કરી. તેઓ ધાર્મિક ઉત્સવમાં ભાગ લેવા લાગ્યા હતા અને મુંબઈમાં કરછી મહાજનવાડીમાં સામાયિક, પૌષધ વગેરે કરવા લાગ્યા હતા.
યુવાન વયે તેઓ જામનગરમાં તે સમયના ગરછાધિ. પતિ પૂ. ગૌતમસાગરસૂરિ અને તેમના શિષ્ય નીતિસાગરજના.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org