________________
પૂ. શ્રી ગુણસાગરસૂરિજી મહારાજ
અચલગચ્છાધિપતિ પ.પૂ આચાય.. ભગવંત શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મહારાજ ૭૭ વર્ષોંની વયે મુંબઇમાં સં ૨૦૪૪ના ભાદરવા વદ અમાસને સેામવાર તા. ૧૦મી. આકટોબરે રાત્રે ૧૨-૩૯ કલાકે નવકારમંત્રનું રટણ કરતાં કરતાં કાળધર્મ પામ્યા હતા. એમના સ્વર્ગવાસથી જૈન સમાજને એક મહાન તપસ્વી અને પ્રભાવક આચાર્યની ખોટ પડી છે. જીવનના છેલ્લા એક દાયકામાં પૂ. ગુણસાગરસૂરિજીનું નામ એમની અનેકવિધ શાસનપ્રવૃત્તિઓથી જૈન સમાજમાં સુપ્રસિદ્ધ બની ગયું હતું.
પેાતે દીક્ષા ન લે ત્યાં સુધી રાજ એકાસણાં કરવાની પ્રતિજ્ઞા લેનાર અને દીક્ષા લીધા પછી પશુ જીવનના 'ત સુધી, એમ પાંચ દાયકાથી વધુ સમય સળંગ એકાસણાં કરનાર અને રાજ સવારના ઊઠીને ૧૦૮ વાર ખમાસમણાં દેનાર એવા ઉગ્ર તપસ્વી અને વિહાર કરવાની બાબતમાં પણ. ઉગ્ર વિહારી તરીકે સુપ્રસિદ્ધ એવા ગુણુસાગરસૂરિજી મહારાજે અચલગચ્છનું નામ છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભારતભરમાં ગુંજતું કરી દીધું હતું.
ગુણસાગરજી મહારાજના જન્મ વિ. સ. ૧૯૬૯ના મહા સુદ ૨ ને શુક્રવારના રાજ કચ્છમાં ગામ દેઢિયામાં થયેા હતા. એમના પિતાશ્રીનું નામ લાલજી દેવશી અને માતુશ્રીનું નામ ધનખાઈ હતું. ગુણસાગરજી મહારાજનું સંસારી નામ ગાંગજીભાઈ હતું.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org