________________
પૂ. શ્રી કૈલાસસાગરસૂરિજી મહારાજ
આશીર્વચનથી કે અકસ્માતમાંથી ઊગરી ગયા હોય, કેઈની જીવલેણ બીમારી દૂર થઈ હોય, કોઈની ધંધાની આપત્તિનું કે કૌટુમ્બિક સમસ્યાનું નિરાકરણ થઈ ગયું હોય એવી ઘટનાઓ બની છે છતાં તેને ઉલ્લેખ તેમના મુખેથી ક્યારેય સાંભળવા મળતું નહિ, એટલું જ નહિ કોઈ ઉલ્લેખ કરે તે તેની વાત તેઓ ટાળતા.
પૂ. કૈલાસસાગરસૂરિજીની તબિયત પાલીના છેલા ચાતુર્માસના વખતથી લથડવા લાગી હતી. તેમને બ્લડપ્રેશર અને શ્વાસની તકલીફ દિવસે દિવસે વધતી રહી હતી. તેમ છતાં તેઓ ત્યાંથી વિહાર કરી અમદાવાદ પધાર્યા. તેઓ જોતિષના અને ગવિદ્યાના જાણકાર હતા. પિતાને અંતકાળ તેમને જણાઈ ગયે હતે. તેઓ તે પ્રમાણે વાતચીતમાં અણસાર પણ આપતા. પિતાની ડાયરીમાં પણ એક પ્રમાણે નોંધ કરી હતી. અમદાવાદમાં અંકુર સોસાયટીમાં પધાર્યા પછી વિ.સં. ૨૦૪૧ના જેઠ સુદ બીજના દિવસે સવારે પડિલેહણ પછી ઈરિયાવણને કાઉસગ્ગ કરતાં “અપાયું
સિરામિ બેલી લેગસ્સના કાઉસગ દરમિયાન તેમણે પ-૪૭ કલાકે ધ્યાનસ્થ અવસ્થામાં દેહ છોડ્યો. મૃત્યુને તેઓ અતિક્રમી ગયા.
કાળધર્મ પછી બીજે દિવસે નીકળેલી એમની પાલખીની અંતિમ યાત્રા અમદાવાદમાં એક યાદગાર ઘટના બની ગઈ.
પૂ. કૈલાસસાગરસૂરિનું પવિત્ર જીવન અનેકને માટે પ્રેરણારૂપ બની રહે એવું છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org