________________
તિવિહેણ વદ મિ સાંભળી અમારે એમને માટે પૂજ્યભાવ વધી ગયે. અમને થયું કે જેમનાં વચન ઉપર ભક્તો લાખ રૂપિયા ખર્ચવા તૈયાર હોય એવા આ મહાત્માને પોતાને માટે તે કશું જ જોઈતું નથી.'
પૂ. કૈલાસસાગરસૂરિનાં ત્યાગરાગ્ય સાચાં હતાં. એમની આધ્યાત્મિક સિદ્ધિ ઉચી કેટિની હતી. તેમની પાસે કેઈની ટીકાનિંદા સાંભળવા ન મળે. એમની વાણીમાં મધુરતા, મૃદુતા અને નમ્રતા જણાયા વગર રહે નહિ. તેઓ પિતાને મળવા આવેલા સાધુઓ કે ગૃહસ્થને ક્યારેય ઊભા થવાનું કહેતા નહિ. એથી કેટલીયે વાર એમને ગેચરીનું મોડું થઈ જતું. તેઓ ક્યારેય છાપું વાંચતા નહિ, પિતાના કોઈ કાર્યક્રમની છાપામાં જાહેરખબર ન આવે એ માટે સૂચના આપતા, તેમ છતાં અજાણતાં કેઈએ જાહેરખબર આપી દીધી હોય અને એમનું નામ છાપામાં છપાયું હોય તે તે જોવાની ઉત્સુકતા ધરાવતા નહિ.
પૂ. કૈલાસસાગરસૂરિ પિતે સવારના સાડાત્રણ વાગે ઊઠી ધ્યાનમાં બેસી જતા, જપ કરતા. નવકારમંત્રનું રટણ તે આખો દિવસ એમનું ચાલતું જ હોય. તેઓ શિષ્યને જાતે જ બરાબર સ્વાધ્યાય કરાવતા. એમાં તેઓ પ્રમાદ કરતા નહિ અને કરવા દેતા નહિ. તેમનામાં પિતાના શિષ્ય માટે અપાર વાત્સલ્ય હતું. નાનામાં નાના સાધુ સાથે વાત કરતી વખતે પણ તેઓ “જી કહીને વાત કરતા. તેઓ શિષ્યોને સંયમજીવનમાં પ્રેત્સાહિત કરતા.
પૂ. કૈલાસસાગરસૂરિ વચનસિદ્ધ પુરુષ હતા. એમના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org