________________
૫૫
પૂ. શ્રી કૈલાસસાગરસૂરિજી મહારાજ
તેઓ સાધુ તરીકે પિતાની દિનચર્યામાં ચુસ્ત હતા. જ્યારે પણ એકાત મળે ત્યારે તેઓ ધ્યાનમાં લીન બની જતા. પિતાના દાદાગુરુ બુદ્ધિસાગરસૂરિના ગ્રંથમાંથી એમને
ગસમાધિ માટેની પ્રેરણા મળી હતી. ધ્યાન ધરવા માટે તેઓ દાદાગુરૂની જેમ જ ક્યારેક આસપાસના જંગલમાં, વગડામાં, ખેતરમાં કે કોતરોમાં એકાન્ત સ્થળમાં ચાલ્યા જતા. - સ્વ. કૈલાસસાગરસૂરિજીને મળવાનું મારે પ્રમાણમાં ઓછું થયું છે. પાલિતાણા, જામનગર, મહેસાણા, મહુડી, અમદાવાદ, ભાવનગર વગેરે સ્થળે હું એમને જ્યારે વંદન કરવા ગયે હતા, ત્યારે બહુધા સ્વ. બુદ્ધિસાગરસૂરિના જીવનકાર્ય અને સાહિત્ય વિષે વાતે નીકળતી.
સ્વ. કૈલાસસાગરસૂરિજી જ્યારે ભાવનગરમાં હતા ત્યારે એક કામ અંગે મળવા માટે તેમને પત્ર આવેલે. હું અને મારાં પત્ની તેમને મળવા ભાવનગર ગયાં ત્યારે દાદાવાડીના ઉપાશ્રયમાં તેઓ હતા. ઉપાશ્રયમાં અમે ગયાં ત્યારે શિષ્યએ કહ્યું કે તેઓ મકાનની અગાશીમાં બેઠા છે. અમે અગાશીમાં ગયાં ત્યાં તેઓ એકલા બેઠા હતા. લેકની અવરજવર ઓછી રહે અને એકાંતમાં ધ્યાન ધરવાની અનુકૂળતા રહે માટે
જ્યારે સમય મળે ત્યારે તેઓ અગાશીમાં બેસવાનું વધુ પસંદ કરે છે એમ તેમણે કહ્યું. રાત્રે પણ તેઓ ત્યાં જ સૂવાના હતા. શિયાળાની કડકડતી ઠંડીના દિવસે હતા. સૂવા માટે તેમને પાતળે સંથારે હતે. અમે પૂછયું, ઠંડીમાં આ સંથારે એક નહિ પડે?” એના જવાબમાં એમણે કહ્યું કે, અમારે સાધુઓને વળી ઠંડી શું અને ગરમી શું? એ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org