________________
૫૪
તિવિહેણ વદ મિ મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા શ્રી સીમંધરસ્વામીમાં અનન્ય શ્રદ્ધા હતી. એમને દઢ આંતરપ્રતીતિ હતી કે પિતે ભવાન્તરમાં મહાવિદેહક્ષેત્રમાં શ્રી સીમંધરસ્વામી પાસે દીક્ષા લેશે. તેઓ કહેતા કે –
મને જીવવાને મેહ નથી, અને મરવાને ડર નથી; જીવીશું તે સેહે સેહં કરીશું, ને મરીશુ તે મહાવિદેહ જઈશું.”
સ્વ. કૈલાસસાગરસૂરિજીની પ્રતિભા અનેખી હતી. તેઓ બહુ ઓછું બેલતા. તેમની એક લાક્ષણિકતા એ હતી. કે તેઓ ઉપાશ્રયમાં હોય ત્યારે, રસ્તામાં જતા-આવતા હેય. ત્યારે અથવા કોઈની પણ સાથે વાત કરતા હોય ત્યારે તેઓ નીચી દષ્ટિ રાખીને જ બોલતા. વાત કરનાર વ્યક્તિ સામે તેઓ બહુ જ ઓછું જતા અને નજર તે ભાગ્યે જ મેળવતા. વ્યાખ્યાન આપતી વખતે પણ તેઓ નીચી દષ્ટિ રાખીને જ બેલતા. તેઓ કહેતા કે આંખનું મુખ્ય કામ તો ભગવાનનાં દર્શન કરવાનું છે, તદુપરાંત તેનું કામ સ્વાધ્યાય કરવા. માટેનું છે, વળી હાલતાચાલતાં જયણા રાખવા માટે દષ્ટિને ઉપગ જરૂરી છે. સાંસારિક બાબતે અને વિષયે માટે દષ્ટિ વેડફી નાખવાની નથી. સ્ત્રી સમુદાય તરફ એમની નજર જતી નહિ. સંયમ અને બ્રહ્મચર્યના તેઓ અખંડ આરાધક હતા. તેમની વાણીમાં પણ સંયમ જણાતું. તેઓ ઓછું અને મૃદુતાથી બેલતા. તેઓ પંજાબના હતા, પરંતુ ગુજરાતી ભાષા એમની જીભે મધુરતાથી વસી ગઈ હતી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org