________________
૫૩
પૂ શ્રી કૈલાસસાગરસૂરિજી મહારાજ તે માટે એમના ગુરુમહારાજ પિતે ગોચરી વહેરી લાવતા. કૈલાસસાગરજી ચાતુર્માસ અન્યત્ર કરે, પણ શેષકાળમાં સાણંદમાં આવીને પંડિતજી પાસે અભ્યાસ કરે. રજની પચાસ જેટલી ગાથાઓ તેઓ કંઠસ્થ કરતા. ત્યારપછી એમણે પૂ. નેમિસૂરિ, પૂ ઉદયસૂરિ, પૂ. લાવણ્યસૂરિ, પૂ. નંદનસૂરિ, પૂ. ધર્મધુરંધરસૂરિ, પૂ. ભદ્રકરસૂરિ, પંડિત પુખરાજજી, પંડિત પ્રભુદાસ બેચરદાસ વગેરે પાસે આગમગ્રંથે તથા અન્ય શાસ્ત્રગ્રંથોને ઊંડે અભ્યાસ કર્યો. એમણે હેમચંદ્રાચાર્યના સિદ્ધહૈમ' વ્યાકરણ ઉપરાંત આગમગ્રંથો તથા વાચક ઉમા
સ્વાતિ, હરિભદ્રસૂરિ, હેમચન્દ્રાચાર્ય, યશોવિજયજી વગેરેના ગ્રંથને અભ્યાસ, હજારો ગાથાઓ કંઠસ્થ રાખવા સાથે કર્યો હતે. એમની યાદશક્તિ પણ ઘણું જ તીવ્ર હતી.
પૂકૈલાસસાગરજી મહારાજને વિસં. ૨૦૪૪માં પૂનામાં ગણિપદ, વિ. સં. ૨૦૦૫ માં મુંબઈમાં પંન્યાસપદ અને વિ. સં. ૨૦૧૧માં સાણંદમાં ઉપાધ્યાયપદ આપવામાં આવ્યું હતું. ત્યારપછી તેમણે ગુજરાત બહાર વિહાર કર્યો. તેમણે રાજસ્થાન, કલકત્તા, મુંબઈ વગેરે સ્થળે કેટલાંક ચાતુર્માસ કર્યા. વિ. સં. ૨૦૨૨માં એમને સાણંદમાં આચાર્યની પદવી અને વિ. સં. ૨૦૩માં મહુડીમાં ગચ્છાધિપતિની પદવી આપવામાં આવી હતી. - પિતાના શિષ્ય પૂ. કલ્યાણસાગરજીના સહકાર અને તેમની દેખરેખથી સ્વ. કૈલાસસાગરસૂરિજીએ મહેસાણામાં સીમંધરસ્વામીનું ભવ્ય અને અદ્વિતીય જિનાલય કરવાની સંઘને પ્રેરણા કરી એ એમનું એક મહાન કાર્ય છે. એમને વર્તમાનકાળે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org