________________
૫૨
તિવિહેણ વંદામિ કરતા, મૌન ધારણ કરતા અને ભૂમિ ઉપર શયન કરતા. આથી છેવટે એમના પિતાશ્રીએ એમને દીક્ષા લેવાની સંમતિ આપી પણ તે સ્થાનકવાસી સાધુ પૂ. ફૂલચંદજી સ્વામી પાસે. પરંતુ કાશીરામે તે સ્વ. પૂ. બુદ્ધિસાગરજીના સમુદાયમાં જ દીક્ષા લેવાને આગ્રહ રાખે. એમ કરવામાં પિતાજીને પ્રતિષ્ઠાનો પ્રશ્ન નડતે હતે. અંતરમાં તેઓ એવું ઈચ્છતા હતા કે કાશીરામ પિતાની મેળે ઘર છોડીને ચાલ્યા જાય અને જેમ કરવું હોય તેમ ભલે કરે, જેથી સમાજમાં પિતાની કઈ વધુ ટીકા ન કરે.
ઘરમાં ચારેક મહિના એ રીતે રહીને કાશીરામ અનુકૂળ વાતાવરણ જણાતાં ફરી વાર ચૂપચાપ ઘરમાંથી નીકળીને ગુજરાતમાં પહોંચ્યા. ત્યાં અમદાવાદમાં પૂ. શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિના બીજા એક પ્રશિષ્ય પૂ. શ્રી અદ્ધિસાગરસૂરિજી પાસે એકાંતમાં દિક્ષા લઈ એમણે સાધુજીવનમાં ફરીથી પ્રવેશ કર્યો. એમનું નામ હવે મુનિ કૈલાસસાગર રાખવામાં આવ્યું. દીક્ષા પછી એમણે પિતાશ્રીને જણાવી દીધું કે તે હવે ઘરે પાછા નહિ ફરે, માટે પ્રયત્ન ન કરવો. પિતાશ્રી અને કુટુંબીજનેએ પણ આ વાસ્તવિકતાને સ્વીકાર કરી લીધે. આમ સંજોગવશાત્ , દીક્ષા છોડી દેવી પડી હોય અને ફરી પાછા દીક્ષિત થયા હોય એવા મહામાઓનાં દષ્ટાંતે વિરલ છે.
દીક્ષા લીધા પછી કૈલાસસાગરજીએ સાણંદમાં વિદ્યાભ્યાસ ચાલુ કર્યો. સાણંદના સંઘે તેમને પંડિતની તથા ગ્રંથની સરસ અનુકૂળતા કરી આપી. એમની સ્વાધ્યાય માટેની લગની એટલી વધી હની કે એમને સમય ન બગડે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org