________________
પૂ. શ્રી કૈલાસસાગરસૂરિજી મહારાજ મહેસાણા વગેરે સ્થળે ફર્યા, પરંતુ પંજાબથી આવેલા, સ્થાનક વાસી સંપ્રદાયના અને એમાં પણ પરિણીત એવા અજાણ્યા યુવાનને કોઈ દીક્ષા આપે તૈયાર નહોતું, કારણ કે રખેને એ કેઈ આઝાદીની લડતના ક્રાંતિકારી હોય અને ધરપકડના વેરંટને કારણે સાધુને વેશ લઈ સંતાવા આવ્યા હોય. છેવટે મહેસાણામાં બુદ્ધિસાગરના પ્રશિષ્ય શ્રી જિતેન્દ્રસાગર મહારાજ એમને દીક્ષા આપવા તૈયાર થયા અને તારંગા જઈ એકાન્તમાં એમને દીક્ષા આપી અને એમનું નામ રાખ્યું મુનિ આનંદસાગર.
દીક્ષા પછી વિહાર કરતાં કરતાં મુનિ આનંદસાગર પિતાના ગુરુમહારાજ સાથે ચાતુર્માસ માટે પેથાપુર પધાર્યા. અહીં બુદ્ધિસાગરજી મહારાજકૃત “જૈનસૂત્રમાં મૂર્તિપૂજા નામને ગ્રંથ એમને વાંચવામાં આવ્યું અને મૂર્તિપૂજામાં એમની શ્રદ્ધા વધુ દઢ થઈ. પેથાપુરમાં પર્યુષણ પર્વની આરાધના ઘણી સારી રીતે કરીને મુનિ આનંદસાગરે પોતાનાં માતાપિતા, પત્ની, ભાઈ વગેરેને ખમાવવા માટે પત્ર લખે. પરંતુ એથી તે પિતે ક્યાં છે તે જાહેર થઈ ગયું અને તરત જ કુટુંબીજને પેથાપુર આવી પહોંચ્યાં અને આગ્રહપૂર્વક ગુરુમહારાજ તથા સંઘને સમજાવીને આનંદસાગર પાસે કાચી દીક્ષા છોડાવીને એમને જગાંવ પાછા લઈ ગયા.
ઘરે પરાણે પાછા જવું પડ્યું, પરંતુ ઘરે ગયા પછી કાશીરામે સાધુ જેવું જ જીવન જીવવાનું ચાલુ રાખ્યું. તેઓ રોજ એકાસણું કરતા અને બેત્રણ વાનગી જ લેતા. તેઓ ઉકાળેલું પાણી પીતા, ચેવિહાર કરતા, આખો દિવસ સામાયિક
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org