________________
તિવિહેણ વંદામિ આવેલા તેમના ગુરુદ્વારામાં જવા માટે પાકિસ્તાનની સરકાર સમાંતર ધરણે જેમ છૂટ આપતી હતી તે જ રીતે જેને માટે પણ ગુજરાનવાલાની છૂટ ઉચ્ચ કક્ષાની સરકારી વ્યક્તિઓ સુધી પિતાની વાત પહોંચાડીને મૃગાવતીજીએ મેળવી આપવાનું કાર્ય કર્યું હતું. પાકિસ્તાનના ગુજરાનવાલામાં અને અન્યત્ર જૈન જ્ઞાનભંડારમાં કેટલીય હસ્તપ્રતે રહી ગઈ હતી. પાકિસ્તાનની સરકાર પાસેથી એમાંથી છ હજાર જેટલી જૈન હસ્તપ્રતે મૃગાવતીજીએ પાછી મેળવી લાવવા માટેનું પિતાના આચાર્ય ભગવંતેની પ્રેરણા અને સહકારથી ભગીરથ કાર્ય કર્યું. જેન-જૈનેતર શ્રેષ્ઠીએ, અમલદા, ધારાસભ્ય, સંસદસભ્ય, પ્રધાને તેમનું કાર્ય કરવા તત્પર રહેતા.
| સ્વર્ગસ્થ પૂજ્ય ગુરુવર્ય વિજયવલ્લભસૂરિજી માટે ગ્ય સમારક કરવાની યોજના વિચારતી હતી, પરંતુ વર્ષો પસાર થવા છતાં તે સાકાર થતી નહોતી. વડોદરામાં પૂજ્ય વિજય સમુદ્રસૂરિજીએ આ કાર્યની જવાબદારી ઉપાડી લેવા માટે પૂજ્ય મૃગાવતીજીને આજ્ઞા કરી. આજ્ઞા થતાં મૃગાવતીજી ઉગ્ર વિહાર કરી દિલ્હી પહોંચ્યાં. દિલ્હી, અંબાલા, લુધિયાણા, જલધર, હેશિયારપુર વગેરે સ્થળેના શ્રેષ્ઠીઓ સાથે વિચારવિનિમય કરીને તે માટે તેમણે જરૂરી વિહાર કર્યો. તેઓ અંબાલાથી દિલ્હી વિહાર કરતાં હતાં ત્યારે વિસામે લેવા રસ્તા પરના એક ખેતરમાં એક વૃક્ષ નીચે બેઠાં હતાં એ વખતે એ સ્થળ અને એનું વાતાવરણ એમને એટલાં બધાં ગમી ગયાં અને જાણે કઈ દિવ્ય પ્રેરણા મળતી હોય
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org