________________
પૂ. શ્રી મૃગાવતીશ્રીજી મહારાજ તેમ મનમાં ભાવના થઈ કે આ જ સ્થળે વલ્લભ સ્મારક કરવામાં આવે તે કેવું સારું ! જાણે વલભ સ્મારકને ત્યાં - સાકાર થતું મને મન તેને નિહાળી રહ્યા. દિલ્હી આવી સંઘના આગેવાનોને વાત કરી. દિલ્હીથી ૧૮-૨૦ કિલોમીટર દૂર એ નિર્જન સ્થળે કેણ જાય અને ત્યાં કેવી રીતે કામ થાય? વળી તેની ઉપગિતા કેટલી ? તેવા પ્રશ્નો કદાચ કેટલાકને ત્યારે થયા હશે. પરંતુ સમગ્ર રીતે જોતાં સંઘના આગેવાનેને લાગ્યું કે આજે ભલે એ સ્થળ દૂર હોય, પરંતુ હાઈવે પર આવેલી એ વિશાળ, રમણીય જગ્યા ભવ્ય સ્મારક માટે બધી જ રીતે અનુકૂળ છે. સમય જતાં દિલ્હી શહેર ને વિકાસ થશે ત્યારે એ સ્થળ દૂર નહિ લાગે. એ પ્રમાણે નિર્ણય લેવા અને એ જ સ્થળે ભવ્ય સ્મારક માટેની
જના થઈ. મૃગાવતીજીની શુભ નિશ્રામાં હજારોની જનમેદની વચ્ચે મહત્સવ પૂર્વક લાલા મિરાતીલાલ જૈનના હાથે ત્યાં શિલાન્યાસને કાર્યક્રમ થશે. ત્યારપછી દાનને પ્રવાહ વધુ વેગથી વહેવા લાગ્યો. તબિયત અસ્વસ્થ છતાં પૂજ્ય મૃગાવતીજીની ઉપસ્થિતિમાં વિશેષતઃ સંક્રાંતિ દિનની ઉજવણી વખતે થેડાક જ મહિનાઓમાં લાખ રૂપિયાનાં વચને મળી ચૂક્યાં હતાં. પૂ. મૃગાવતીજીની આ એક વિશિષ્ટ લબ્ધિ હતી.
પૂજ્ય મૃગાવતીજીને હંમેશાં ખાદી પહેરવાને નિયમ - હતું. આ નિયમને તેઓ ચુસ્તપણે પાળતાં હતાં. એમની બધી શિષ્યાઓ પણ ખાદી જ ધારણ કરે. વળી એમને એ પણ નિયમ હતો કે જે વ્યક્તિ જાતે ખાદી પહેરતી હોય તેની પાસેથી જ ખાદીનું કાપડ વહેરવું. ત્યાગ અને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org