________________
૯૬
તિવિહેણ વંદામિ નમસ્કાર મહામંત્રનાં દષ્ટાંતે', “જપ સાધના', મંગલપ્રકાશ, ‘ચિત્રલેખાની ચતુર વાતે”, “બેધદાયક દષ્ટાંતે” (અગિયાર ભાગ), “સમાધિસુધાર વગેરે ગ્રંથે સુપ્રસિદ્ધ છે. એમાંનાં કેટલાંક પુસ્તક વિદ્વત્તાપૂર્ણ છે અને કેટલાંક પુસ્તક સામન્ય વાચકો માટે બેધપ્રેરક છે.
આચાર્યની પદવી પછી શ્રી કુંદકુંદસૂરિજીની તબિયત સારી રહેતી ન હતી. તેમને અમદાવાદમાં કમળ થયે હતે. ત્યારપછી તેમને કિડનીની તકલીફ થઈ હતી, અને દિવસે દિવસે તે વધતી જતી હતી. તેમ છતાં તેમણે પિતાની સંયમ-આરાધનામાં જરા પણ શિથિલતા આવવા દીધી નહતી. અમદાવાદમાં છેલ્લા ચાતુર્માસ પછી જામખંભાળિયામાં આવીને લગભગ ચારસે આરાધકોને ઉપધાનતપની આરાધના તેમણે શરૂ કરાવી હતી. ઉપધાનતપમાં સવારથી તે સાંજ સુધી આખે દિવસ વિવિધ પ્રકારની ધર્મક્રિયાઓ કરવા-કરાવવાને કારણે શ્રમ પડે એ સ્વાભાવિક છે. પિતાની લથડતી તબિયત છતાં પૂ. કુંદકુંદસૂરિજીએ આ જવાબદારી ઉપાડી હતી. પિતાને દેહ હવે વધુ સમય ટકવાને નથી એને અણસાર એમને આવી ગયું હતું. તેમ છતાં તેઓ ચિત્તની પૂરેપૂરી સ્વસ્થતા ધરાવતા હતા. એમની માંદગી ફાગણ સુદ એકમે ગંભીર બનતાં ત્યાં ઉપસ્થિત થયેલા જુદા જુદા સંઘના આગેવાનોએ ચાર્ટડ વિમાન કરીને એમને અમદાવાદ કે મુંબઈ જેવા મોટા શહેરની હોસ્પિટલમાં દાખલ કરવા માટે વિચાર કર્યો, પરંતુ તેની ખબર પડતાં પૂ. કુંદકુંદસૂરિજીએ. તે માટે સ્પષ્ટ ઇન્કાર કર્યો હતે. એમણે સભાન અવસ્થામાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org