________________
પૂ. શ્રી કુંદકંદસૂરિજી મહારાજ પિતાના જ હાથે ચિઠ્ઠી લખી અને ત્યાં ઉપસ્થિત રહેલા પિતાના વડીલ ગુરુબંધુ પૂ. શ્રી મહાસેનવિજયજી મહારાજને આપી હતી. એમાં લખ્યું હતું, “આ બીમારીમાં કદાચ હું બેભાન બની જાઉં તે મારા ચારિત્રધર્મને બાધક એવી કઈ પ્રવૃત્તિ મારા શરીર અંગે કરશે નહિ.”
પિતાની અંતિમ ક્ષણમાં પૂ. કુંદકુંદસૂરિજીના ઉદ્ગારે હતા કે “મારા દાદા ગુરુમહારાજ શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજે મને ચારિત્ર્યધર્મ આપે, મારા પૂજ્ય ગુરુમહારાજ શ્રી ભદ્રંકરવિજયજી મહારાજે મને મૈત્રીભાવથી નવડાવી દીધું અને શ્રી સકળ સંઘે મને વાત્સલ્યભાવનું દાન કર્યું. હવે મારે શી ખામી છે? મારી તમે જરા પણ ચિંતા ન કરશે. હું સારા સ્થાને જાઉં છું.”
ત્યારપછી બરાબર ૧૦-૦૦ કલાકે એમણે કહ્યું, “મને પદ્માસને બેસાડે અને ભગવાનનાં દર્શન કરાવો” એટલે તેમને બેઠા કરી પદ્માસને બેસાડવામાં આવ્યા અને શંખેશ્વર પાશ્વનાથ ભગવાનનાં દર્શન કરાવવામાં આવ્યાં. એ દર્શન કરતાં કરતાં તેઓ બોલ્યા, “નમે જિણાણું” અને પછી તરત જ તેમણે આંખ ઢાળી દીધી. બરાબર ૧૦-૦૩ કલાકે એમણે દેહ છેડી દીધે. એક વિરલ પ્રકારનું સમાધિમરણ તેઓ પામ્યા. આવું સમાધિમરણ માત્ર ઈચછાથી નથી આવી શકતું. દીર્ઘ સમયની સાધના હોય તે જ તે સંભવિત છે. પૂ. કુંદકુંદસૂરિજીના જીવનમાં પરમાત્મા પ્રત્યેની અપાર ભક્તિ, નવકારમહામંત્રની દીર્ઘ સાધના, નૈષ્ઠિક બ્રહ્મચર્યનું ચુસ્ત પાલન, પિતાના ગુરુ પ્રત્યે સમર્પિત ભાવ, ત્યાગ, સંયમ,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org