________________
તિવિહેણ વંદામિ સરળતા, ગુણાનુરાગીપણું, વાણીની મધુરતા, સહિષ્ણુતા, સમભાવ, જીવમાત્ર પ્રત્યે મૈત્રી, પ્રમોદ આદિ ભાવના, સ્વાધ્યાય, લેખન, મનનચિંતનમાં સતત અનુરક્તિ, પંચસૂત્રનું રટણચિંતન વગેરે જે હતાં તેને લીધે તેઓ બહુ ઊંચી કેટિના શ્રમણ બન્યા હતા અને એમની આ આરાધનાએ એમને સમાધિમરણ અપાવ્યું. એમણે છેલ્લે “સમાધિસુધા” નામનું પુસ્તક લખ્યું હતું, જાણે કે પિતાની પૂર્વતૈયારી તરીકે જ એ પુસ્તક લખાયું હોય!
- સ્વ. પૂજ્ય શ્રી કુંદકુંદસૂરીશ્વરજીને આપણી કેટિશઃ સાદર વંદના હે!
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org