________________
પૂ. શ્રી અભયસાગરજી મહારાજ
- પ. પૂ. શ્રી અભયસાગરજી મહારાજ ઊંઝા મુકામે વિ.સં. ૨૦૪૩ના કારતક વદ ૯, તા. ૨૬ મી નવેમ્બર, ૧૯૮૬ના રોજ બપોરના સમયે બાસઠ વર્ષની વયે કાળધર્મ પામ્યા હતા. કેટલાક સમય પહેલાં થયેલા પક્ષાઘાતના હુમલા પછી એમની તબિયત અસ્વસ્થ રહ્યા કરતી હતી. એમના કાળધર્મથી એક મહાન આરાધક મહાત્માની આપણને બેટ પડી છે.
લગભગ ત્રણેક દાયકા પહેલાં હું બિકાનેરમાં શ્રી અગરચંદજી નાહટાના ઘરે હતું ત્યારે પૂજ્ય અભયસાગરજી મહારાજને હું ક્યારેય મળ્યું ન હતું એવું જાણુને નાહટાજીએ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. એમણે ભલામણ કરી કે મારે અભયસાગરજી મહારાજને જરૂર મળવું જોઈએ. વિશુદ્ધ ચારિત્રપાલન, ઊંડું શાસ્ત્રજ્ઞાન અને યોગવિદ્યા તથા મંત્રવિદ્યાના પરમ આરાધક એવા અભયસાગરજી મહારાજને મળવાની તાલાવેલી ત્યારથી મને લાગી હતી.
આગમ દ્ધારક તરીકે સુવિખ્યાત બનેલા સ્વ. સાગરાનંદસૂરિ મહારાજના કેટલાક શિષ્યએ માળવામાં મધ્યપ્રદેશમાં વિચરવાનું વધુ રાખેલું, એ એમનું મુખ્ય કાર્યક્ષેત્ર થઈ ગયેલું.
એવા સાધુઓમાં સ્વ. પૂ. ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજી મહારાજનું નામ પણ મુખ્ય હતું. તેઓ રાજગઢ, મેહનખેડા, ભેપાલ, લમણી, અલિરાજપુર, દાહોદ, ગોધરા, લુણાવાડા વગેરે સ્થળોએ વિચરતા હતા.
મારા વડીલ મિત્ર સૂરતના સ્વ. કેસરીચંદ (બાબુભાઈ) હીરાચંદ પૂ. ધર્મ સાગરજી મહારાજ અને પૂ. અભયસાગરજી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org