________________
પૂ. શ્રી કૈલાસસાગરસૂરિજી મહારાજ
પ. પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ કૈલાસસાગરસૂરિજી મહારાજ અમદાવાદમાં વિ. સં. ૨૦૪૧ના જેઠ સુદ ૨ ને બુધવાર, ૨૨મી મે, ૧૯૮૫ના રોજ તેતેર વર્ષની ઉંમરે કાળધર્મ પામ્યા. બીજે દિવસે અમદાવાદની અંકુર રોસાયટીથી નીકળેલી એમની પાલખી અઢાર કિલોમીટર દૂર કેબામાં મહાવીર જૈન આરાધના કેન્દ્રમાં લઈ જવામાં આવી અને ત્યાં એમના પાર્થિવ દેહને અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા. આટલી લાંબી અંતિમ યાત્રા ઉપરથી એમના પ્રત્યે લેકેને ભક્તિભાવ કેટલે બધે હતું તેની પ્રતીતિ થાય છે. એમના સ્વર્ગવાસથી જૈન સમાજે એક ધ્યાનમગ્ન, આતમરત, પ્રશાંત મૂર્તિમહાત્મા ગુમાવ્યા છે. - સ્વ. પૂ. કૈલાસસાગરસૂરિ ગિનિઝ મહાન જૈનાચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિના પ્રશિષ્ય હતા. સ્વ. પૂ. બુદ્ધિસાગરસૂરિજીની પ્રેરણાથી શ્રી અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળની સ્થાપના સિત્તેર વર્ષ પહેલાં માણસા મુકામે થયેલી. એ મંડળના વર્તમાન પ્રમુખ તરીકે મારે પૂકૈલાસસાગરસૂરિજીને કેટલીક વાર મળવાનું થયું હતું. પ્રથમ મુલાકાતથી જ એ પ્રશાન્ત સાધક, નિસ્પૃહ મહાત્માની એક વિશિષ્ટ મુદ્રા મારા ચિત્તમાં અંકિત થઈ ગઈ હતી.
એમને જન્મ પંજાબના લુધિયાણા જિલ્લાના જગાંવ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org