________________
આધારે સાલની દષ્ટિથી જયજી મહારાજારા,
તિવિહેણુ વંદામિ આગ્રહને તેઓ વશ થઈ ગયા હતા. એ માટે એમને પશ્ચાત્તાપ થયું હતું. ત્યારપછી તે પંડિત લાલન અમદાવાદમાં પૂ. રામવિજયજી મહારાજના વ્યાખ્યાનમાં આવતા અને એ. સાંભળીને તેમણે પોતાની ભૂલ માટે પિતાને પશ્ચાત્તાપ વ્યક્ત કર્યો હતો અને તેમના હૃદયનું પરિવર્તન થયું હતું.
દેવદ્રવ્ય, બાળદીક્ષા, વ્યવહારુ કેળવણી, સમાજ સુધારે, તિથિચર્ચા વગેરે વિષયમાં પૂ. રામવિજયજી મહારાજ પિતાના વિચારો મોક્ષના લક્ષ્યની દૃષ્ટિથી તત્વદર્શન અને શાસ્ત્રના આધારે સચોટ રીતે રજૂ કરતા, પરંતુ ફકત વર્તમાન વ્યવહારુ ઉપયોગી દષ્ટિથી જ વિચારતા લેકે સાથે આવા વિષમાં વૈચારિક સંઘર્ષ થાય અને તેને આઘાત-પ્રત્યાઘાત પડે એ સ્વાભાવિક છે. પોતાના જીવનકાળ દરમિયાન પૂ. રામચંદ્ર. સૂરિજી મહારાજે આવા ઘણું ઝંઝાવાતે જોયા હતા અને તે દરેક પ્રસંગે તેઓ જરાપણ ચલાયમાન થયા નહોતા. પિતાના વિચારે અને પિતાના નિર્ણયમાં તેઓ હંમેશાં અડગ રહ્યા હતા. એમની આવી નીડરતાને કારણે એમને કેટલીક વાર સહન પણ કરવું પડતું પરંતુ તે બધું તેઓ નિર્ભયતાથી સહન કરતા. એમના ઉપર ખૂન કરવાની ધમકીના પગે પણ ક્યારેક આવતા અને એથી એમના ગુરુ મહારાજ શ્રી પ્રેમવિજ્યજી રાત્રે ઉપાશ્રયમાં રામવિજયજીના સંથારાનું સ્થાન બદલાવી નાખતા. એમની વહેરવા માટેની ગોચરમાં ઝેર ભેળવી દેવાશે એવી અફવાઓ પણ ઊડતી. એટલા માટે એમના એક શિષ્ય ચારિત્રવિજયજી ભક્તિભાવપૂર્વક સ્વેચ્છાએ પહેલાં પિતે ચરી વાપરી પછી જ એમને વાપરવા આપતા. રામવિજયજી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org