________________
૬૫
પૂ. શ્રી ગુણસાગરસૂરિજી મહારાજ કચ્છમાં તેર જિનાલયમાં પ્રતિષ્ઠા કરાવવા પાછા ફરવા ઇરછતા હતા, પરંતુ રાજસ્થાનમાં દંતાણમાં હતા ત્યારે જ એમની તબિયત લથડવા લાગી હતી. તેઓ મુંબઈ ચાતુર્માસ માટે પધાર્યા, પણ કેન્સરની વ્યાધિને લીધે તેમની તબિયત ઉત્તરત્તર બગડતી ગઈ. હું એમને તિરુપતિના ઉપાશ્રયે તથા બેખે હસ્પિટલમાં વંદન કરવા જતા, પરંતુ તેમના ચહેરા ઉપર કયારેય અસ્વસ્થતા જોવા મળતી નહિ. સાધ્વી શ્રી મેક્ષગુણાશ્રીજીનું પીએચ.ડી.નું કાર્ય મેં પૂરું કરાવ્યું છે એ સમાચાર મેં એમને આપ્યા ત્યારે એમણે બહુ જ હર્ષ વ્યક્ત કર્યો હતો. છેલ્લે હોસ્પિટલમાં જ એમણે દેહ છોડ્યો. એમના કાળધર્મના સમાચાર સાંભળી અનેક લેકેની આંખમાં આંસુ આવ્યાં.
અર્ધ શતાબ્દીથી વધુ જેટલા દીક્ષા પર્યાયનાં વર્ષોમાં જૈન શાસનની અનેકવિધ સેવા બજાવનાર તથા અનેક કૃતિઓના રચયિતા આ મહાન ગચ્છાધિપતિ સ્વ. ગુણસાગરસૂરીશ્વરજીનું નામ અચલગચ્છના ઈતિહાસમાં સુવર્ણાક્ષરે લખાશે.
એમના ભવ્યાત્માને કેટિ કોટિ પ્રણામ !
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org