________________
તિવિહેણ વંદ*િ સમેતશિખરથી સંઘ જ્યારે પાલિતાણા પહોંચે ત્યારે પણ શ્રી વસનજીભાઈ સાથે મારે ત્યાં જવાનું થયું અને જૈન સાહિત્ય સંશોધનના ક્ષેત્રે શી શી જનાઓ કરવી તેની પણ આચાર્ય ભગવંત અને પૂ. કલાપ્રભસાગરજી સાથે વિચારણા થઈ.
આમ પૂ. ગચ્છાધિપતિ ઉપરાંત પૂ. કલાપ્રભસાગરસૂરિજી તથા પૂ. મેક્ષગુણાશ્રીજીને નિમિત્તે અચલગચ્છનાં સાધુ-સાધ્વીઓના વિશાળ સમુદાયના સંપર્કમાં આવવાનું સદ્ભાગ્ય મને સાંપડયું છે અને તેઓના ઉત્તમ ચરિત્રપાલનથી હું ઘણે પ્રભાવિત થયો છું. પ. પૂ. ગુણસાગરજી મહારાજ અત્યંત સરળ હૃદયના અને વત્સલ સ્વભાવના હતા. પિતાના શિષ્યને પિતાતુલ્ય કે અધિક વાત્સલ્યથી તેઓ સંભાળતા અને તે દરેકની પ્રગતિ થાય તેની સતત દેખરેખ રાખતા હતા.
વયેવૃદ્ધ અવસ્થાને કારણે તેઓ વિહાર કરી શકતા નહતા. પરંતુ તેમના શિષ્ય ઉત્સાહ અને ઉમંગથી તેમની ખુરશી કે ડળી પિતાના ખભે ઊંચકી લેતા અને ચાલતાં ચાલતાં જયનાદ કરતા કે—
ગુરુજી અમારે અંતરનાદ,
અમને આપે આશીર્વાદ.” પૂ. ગુણસાગરજી મહારાજ ઉગ્રવિહારી હતા. તેઓ ભારતમાં ઘણા પ્રદેશમાં વિચર્યા હતા. છેલ્લે છેલ્લે મુંબઈ થી વિહાર કરી તેઓ કચ્છ પધાર્યા. ત્યાં ચાતુર્માસ કરી રાજસ્થાન પધાર્યા. હવે એક ચાતુર્માસ મુંબઈમાં કરી તેઓ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org