________________
પૂ. શ્રી ગુણુસાગરસૂરિજી મહારાજ
શિષ્યરત્ન કલાપ્રભસાગરજીનેા પત્રવ્યવહારથી મારે પરિચય થયા હતા; પરંતુ એમને રૂબરૂ મળવાનું થયું નહેતું. એ વર્ષ જેસલમેરની યાત્રાએ અમે ગયા હતા. ત્યાં જાણવા મળ્યું કે પૂ. કલાપ્રભસાગરજી અને એમના ગુરુમહારાજ શ્રી ગુણસાગરસૂરિજી બાડમેરમાં પધાર્યાં છે. એટલે અમારા કાર્યક્રમ બદલી જેસલમેરથી એમે સીધા બાડમેર ગયા હતા. ત્યાં પૂજ્ય આચાર્ય ભગવંત ગુણસાગરસૂરિજીનાં પહેલી વાર દઈન કર્યાં. બીજે દિવસે ત્યાં દીક્ષાના એક પ્રસંગ હતા પરંતુ સંજોગવશાત્ અમારાથી ત્યાં રાકાવાય તેમ ન હતું.
ત્યારપછી પૂ. ગુણસાગરજીની મુંબઈમાં પધરામણી થઈ અને એમને વારવાર મળવા જવાનું થયું. સમેતશિખરમાં પૂ. ગુણુસાગરસૂરિજી અને પૂ. કલાપ્રભસાગરજીની પ્રેરણા અને આશીર્વાદથીયાજાયેલા વિદ્વદ્ સ'મેલનમાં ભાગ લેવા માટે જવાનું થયું. ત્યારે એમનાં સાધુ-સાધ્વીએમાંથી ગ્રેજ્યુએટ થયેલા કોઈકને મારે પીએચ.ડી.ને અભ્યાસ કરાવવા એવી વાત થઈ. મારા મિત્ર શ્રી વસનજીભાઈ લખમ શીના પણ તે માટે આગ્રહ હતા અને બધી જ સુવિધા માટેની જવાબદારી તેમણે સ્વીકારી હતી. એટલે સમેતશિખરથી જ્યારે સ`ઘ શત્રુંજયની યાત્રાએ પ્રયાણ કરતા હતા તે દિવસે સવારે પુ સાધ્વીશ્રી પુણ્યાદયાશ્રીજીનાં શિષ્યા પૂ. મેક્ષગુણાશ્રીજીને પદરમા શતકના કવિ ‘જયશેખરસૂરિના જીવનકવન’ વિશે પીએચ.ડી.ના અભ્યાસ મારે કરાવવા એવુ’ જાહેર કરવામાં આવ્યું અને એ માટે પૂ. આચાર્યાં ભગવંતના વાસક્ષેપ સહિત આશીર્વાદ સાંપડયા.
Jain Educationa International
For Personal and Private Use Only
3
www.jainelibrary.org