________________
પૂ. શ્રી તત્ત્વાન વિજયજી મહારાજ
પરમ પૂજ્ય મુનિ શ્રી તત્ત્વાનંદવિજયજી મહારાજસાહેબ રવિવાર, તા. ૩૧મી મે, ૧૯૮૧ના રોજ સવારે મુંબઈમાં દાદરના જ્ઞાનમંદિરના ઉપાશ્રયમાં કાળધમ પામ્યા. છેલ્લા લગભગ એક મહિનાથી તેમની તખિયત અસ્વસ્થ રહેતી હતી, તેમને અવારનવાર તાવ આવતા હતા. એને લીધે તેમનાથી ખારાક લેવાતા નહાતા. છેલ્લે તેમના તાવ અચાનક એકદમ વધી ગયા. દાક્તરી નિદાન થાય તે પહેલાં અને તેમને હોસ્પિટલમાં લઈ જવાય તે પહેલાં એમણે દેહ છેડયો. સમાધિપૂર્વક તેઓ કાળધર્મ પામ્યા.
છેલ્લા મહિનામાં હું તેમને વંદન કરવા માટે એ વાર ગયા હતા. લગભગ મહિના પહેલાં પહેલી વાર ગયા હતા ત્યારે એક કલાક તેમની સાથે વાતચીત કરી હતી. પેાતાને તાવ આવે છે તેના ઉલ્લેખ તેમણે કર્યાં હતા. તેમના ચહેરા ઉપર જોઇએ તેટલી પ્રસન્નતા જણાતી નહેાતી. તેઓ કાળધર્મ પામ્યા તેના દસેક દિવસ પહેલાં બીજી વાર ગયે। ત્યારે તેઓ ખૂબ પ્રસન્ન હતા. તેમણે કહ્યું, ‘તમે આજે આવ્યા તે સારું કર્યુ. ગઈ કાલે આવ્યા હેત તે બહુ બેસી શકત નહિ. ગઈ કાલ સુધી મને તાવ હતા. આજે સવારથી તાવ નથી. ખારાક લેવાયા છે અને પ્રસન્નતા અનુભવાય છે.
તે દિવસે તેમની સાથે લગભગ બે કલાક જ્ઞાનગેષ્ઠિ ચાલી. તીર્થ'કર પરમાત્માના મહિમા વિશે સમજાવતાં તેમણે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org