________________
પૂ. શ્રી વિજયરામચન્દ્રસૂરિજી મહારાજ ઘણી બધી હતી. પોતાના બાળ-કિશોર વિદ્યાર્થીઓને સૂત્રો, સ્તવને, સક્ઝાયે તેઓ કંઠસ્થ કરાવતા. તેઓ એટલા બધા ઉત્સાહપૂર્વક અભ્યાસ કરાવતા કે વિદ્યાર્થીઓ ગાથાઓ, સ્તવને, સન્નાયે હશે હશે કંઠસ્થ કરતા.
ઊજમશી માસ્તરને કંઠ બહુ મધુર હતું. તેમના ઉચ્ચારે અત્યંત શુદ્ધ હતા. તેઓ સંગીતના જાણકાર હતા. હારમોનિયમ સરસ વગાડતા અને મધુર કંઠે સ્તવને, સન્ના ગાતા અને વિદ્યાર્થીઓને ગવડાવતા. તેઓ કવિ પણ હતા અને પોતે નવાં નવાં સ્તવને, સક્ઝાની રચના કરતા. એમની સ્વરચિત કૃતિઓની એક પુસ્તિકા પણ છપાયેલી.
વિદ્યાર્થીઓમાં ધર્મભાવના વધારવા માટે ઊજમશી માસ્તર દર પૂનમે તથા રજાના દિવસે પાદરાની આસપાસનાં ગામમાં પાઠશાળાના વિદ્યાર્થીઓને પગપાળા જાત્રા કરવા લઈ જતા, અને ત્યાં દેરાસરમાં સ્નાત્ર પૂજા રાગરાગિણું સાથે ભણાવતા. પાદરા પાસે આવેલા કાના કડિયાના ગામ દરાપરા તે મહિનામાં બે-ત્રણ વાર જાત્રા માટે જવાનું થતું પાદરાની જેમ દરાપરા પણ ત્યારે ધાર્મિક પ્રવૃત્તિઓથી ગુંજતું. ઊજમશી માસ્તર દરાપરાની પાઠશાળામાં ભણાવવા પણ જતા. ઊજમશી માસ્તરને આ વ્યવસાય નિમિત્તે પિતાને પણ ધર્મને રંગ એટલે બધે લાગ્યું હતું કે વખત જતાં તેમણે શિક્ષકને
વ્યવસાય છેડી દઈને પૂ. નીતિસૂરિ પાસે દીક્ષા લીધી હતી. તેઓ મુનિ ઉદયવિજયજી બન્યા હતા. સમય જતાં આચાર્યની પદવી ધારણ કરી તેઓ પૂ. ઉદયસૂરિ બન્યા હતા. મારા પિતાશ્રી જ્યારે પણ પ. પૂ. સ્વ. રામચંદ્રસૂરિને વંદનાથે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org