________________
તિવિહેણ દામિ
માટુંગા, રીવલી, ઘાટકોપર, દાદર, પાલેમાં એમ છ ચાતુર્માંસ કર્યાં હતાં, તે મુંબઈમાં પધાર્યાં ત્યારે તેમની સાથે ૨૧ શિષ્યાઓ હતી અને તે મુબઇથી છેલ્લે વિહાર કરીને ગયાં ત્યારે ૪૨ શિષ્યાઓ હતી. આ બતાવે છે કે એમનું પેાતાનું જીવન મુમુક્ષુ આત્માઓને માટે કેટલું બધુ પ્રેરક હતું.! માતા જેવાં અપાર વાત્સલ્યના કારણે એમની શિષ્યાઓને પણ એમનું સાન્નિધ્ય છોડવું ગમતુ' નહિ. તેએ પોતે ચારિત્ર્યપાલનમાં અત્યંત કડક હતાં. મુંબઈ જેવા શહેરમાં ગેાચરી વગેરે બાબતમાં કયારેક થોડી શિથિલતા આવી જવાના સ‘ભવ રહે પરંતુ ત્યાં પણ તે પોતે કડક પાલનના ચુસ્ત આગ્રહી રહ્યાં હતાં, અને તે માટે પોતાની શિષ્યાઓને પ્રેરણા અને પ્રાત્સાહન આપતાં રહ્યાં હતાં.
મુબઈમાં શ્રમણી વિદ્યાપીઠના પદવીદાન પ્રસગે મારે એમને પ્રથમ વાર મળવાનું થયું હતું ત્યારે એમની સાથેની વાતચીતની તથા એમના ઉચ્ચ વિચારની મારા ચિત્ત ઉપર ઊંડી છાપ પડી હતી.
સ્વ. પૂ. લીલાવતીબાઈ મહાસતીજીના ભવ્યાત્માને શાંતિ હૈ। અને ભાવાદરપૂર્ણ વંદના હૈ। !
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org