________________
પૂ. શ્રી લીલાવતીબાઈ મહાસતીજી. ઘણે મેટો રહ્યો હતે. લગભગ ૪૮ વર્ષના દીક્ષા પર્યાય દરમિયાન એમના હાથે ઘણું મેટાં મોટાં કાર્યો થયાં છે અને સંખ્યાબંધ શ્રાવિકાઓએ દીક્ષા લીધી છે. પ. પૂ. મંજુલાબાઈ મહાસતીજી તથા પ. પૂ. મુક્તાબાઈ મહાસતીજી સહિત એમની શિષ્યાઓની સંખ્યા ૭૩ની છે, જેમાં પાંચેક તે યુનિવર્સિટીની ગ્રેજ્યુએટ છે. (મારા વડીલ મિત્ર શ્રી વાડીલાલ જેઠાલાલ શાહની બે દીકરીઓ પૂ. મનીષાબાઈ તથા પૂ. પ્રિયદર્શનાબાઈ પણ એમની જ શિષ્યાઓ છે.) એક દીક્ષા તે પંદરેક દિવસ પછી આપવાનું ગોઠવવામાં આવ્યું હતું. પરંતુ તે પહેલાં લીલાવતીબાઈ કાળધર્મ પામ્યાં. શિષ્યાઓને આવડે મેટો સમુદાય બતાવે છે કે સમાજ ઉપર પૂ. -લીલાવતીબાઈને પ્રભાવ કેટલે બધે હતે.
પૂ. લીલાવતીબાઈને જન્મ સં. ૧૯૭૫ના માગશર સુદ તેરસને રવિવારના રોજ બર્મામાં થયેલ હતું. નાનપણથી જ તેમનામાં વૈરાગ્યના સંસ્કાર પડેલા હતા અને ૧૮ વર્ષની ઉંમરે સં. ૧૯૯૨ના જેઠ સુદ અગિયારસને દિવસે તેમણે લીંબડી સંપ્રદાય(છ કેટિ)નાં પ. પૂ. દિવાળીબાઈ મહાસતી પાસે વાંકાનેર મુકામે ભાગવતી દીક્ષા ગ્રહણ કરી હતી. કડક ચારિત્ર્યપાલન, ઉત્તમ કોટિની જ્ઞાનની આરાધના, પ્રખર વ્યાખ્યાનશક્તિ વગેરે દ્વારા એમણે પિતાના સમુદાયમાં અગ્રગણ્ય સ્થાન મેળવ્યું હતું. એમણે સૌરાષ્ટ્ર, ગુજરાત અને મુંબઈ સુધીના વિહાર દરમિયાન પિતાનાં વ્યાખ્યાને વડે અનેક લેકેને પ્રભાવિત કર્યા હતા. તેમનાં વ્યાખ્યાનના કેટલાક સંગ્રહે પ્રગટ થયા છે. મુંબઈમાં એમણે કાંદાવાડી,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org