________________
પૂ. શ્રી લીલાવતીબાઈ મહાસતીજી
પરમ પૂજ્ય મહાસતી શ્રી લીલાવતીબાઈ સ્વામી શનિવાર તા. ત્રીજી જુલાઈ ૧૯૮૩ના રોજ રાત્રે પોણાબાર વાગે સુરેન્દ્રનગરમાં કાળધર્મ પામતાં જૈન સમાજને એક પરમ તેજસ્વી, બાળબ્રહ્મચારી, વિદુષી સાધ્વીજી મહારાજની બેટ પડી છે.
તેમના કાળધર્મના સમાચાર તરત સમગ્ર સૌરાષ્ટ્રમાં તથા અમદાવાદ, મુંબઈ, કલકત્તા વગેરે સ્થળોએ ઝડપથી પ્રસરી ગયા. અને રવિવારે અનેક ઠેકાણેથી જૈન સંઘના આગેવાને સુરેન્દ્રનગર આવી પહોંચ્યા. બપોરે ત્રણ વાગ્યે એમની પાલખી નીકળવાને સમય હતે, તે પહેલાં તે સ્થાનિક અને બહારગામના હજારે ભાવિકે સુરેન્દ્રનગરમાં તેમનાં અંતિમ દર્શન માટે ઉપાશ્રયે એકત્ર થયા હતા. એ દિવસે ધ્રાંગધ્રામાં સ્થાનકવાસી મોટા સંઘના ઉપાશ્રયના નવા મકાનના ઉદ્ઘાટન પ્રસંગ હતું. મુંબઈથી ઘણા માણસે એ પ્રસંગે ધ્રાંગધ્રા પહોંચ્યા હતા. ઉદ્દઘાટન પ્રસંગ સાદાઈથી પતાવી તેઓ સહુ સુરેન્દ્રનગર પહોંચી ગયા હતા. આ પ્રસંગે મારે પણ ધ્રાંગધ્રા અને સુરેન્દ્રનગરમાં ઉપસ્થિત રહે વાનું બન્યું હતું.
હજારોની માનવમેદની વચ્ચે પૂ લીલાવતીબાઈના પાર્થિવ દેહની અંતિમ સંસ્કારવિધિ કરવામાં આવી હતી.
સ્થાનકવાસી સંપ્રદાયમાં પૂ. લીલાવતીબાઈને પ્રભાવ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org